Last Update : 17-June-2011, Friday
 

આમિર ખાને હવે નેશનલ એવોર્ડસનો પણ બહિષ્કાર કરવાનું શરૃ કર્યું

 

આ વર્ષે તેણે પોતાની ફિલ્મ 'પીપલી લાઇવ'ને નેશનલ એવોર્ડસમાં ન મોકલાવી તેનાં માટે કંપનીની નીતિ જવાદાર હોવાનો દાવો
મુંબઈ, તા. ૧૬
આ મહિનાની શરૃઆતમાં ૫૮મા નેશનલ એવોર્ડસની જાહેરાત કરવામાં આવી ત્યારે ૨૦૧૦માં રજૂ થયેલી 'દો દૂની ચાર' ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ ફિલ્મનું દિગ્દર્શન કરનારા નવોદિત દિગ્દર્શક હબીબ ફૈસલે એમ જણાવ્યું હતું કે, 'આમિર ખાનની નિર્માણ સંસ્થાની 'પીપલી લાઈવ'ને આ બહુમાન મળશે એવી મને આશા હતી.' જોકે વધારે આશ્ચર્યની વાત એ છે કે ફિલ્મ અભિનેતા- નિર્મતા આમિર ખાને અનુશા રીઝવી દિગ્દર્શિત આ ફિલ્મને નેશનલ એવોર્ડસ માટે મોકલાવી જ નહોતી.
જોકે, આ અગાઉ આમિર ખાનની ૨૦૦૧માં આવેલી 'લગાન' અને ૨૦૦૭માં આવેલી 'તારે ઝમીન પર'ને રાષ્ટ્રીય એવોર્ડસથી સન્માનિત કરવામાં આવી છે. આમિરને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું કે, તેણે તેની ફિલ્મ 'પીપલી લાઈવ'ને નેશનલ એવોર્ડસમાં મોકલાવી કેમ નહોતી? ત્યારે આમિર ખાને એમ જણાવ્યું હતું કે, 'આ અમારી કંપનીની નીતિ છે. હું આ વિવાદમાંથી બાકાત રહેવા માગું છું. હું મારી ફિલ્મને કોઈ પણ પ્રકારના એવોર્ડસ સમારોહ માટે મોકલવા માગતો નથી.'
નેશનલ એવોર્ડસ ભારત સરકાર તરફથી આપવામાં આવે છે, તેથી ભૂતકાળમાં આમિરે તેનું માન રાખ્યું હતું. આ અંગે વધુમાં જણાવતા તેણે કહ્યું હતું કે, 'હું એ વાત સાથે સંમત થાઉં છું કે આ એવોર્ડસ એ સૌથી મોટું સન્માન છે. પણ આ અમારો નીતિ વિષયક નિર્ણય છે. હવે હું મારી ફિલ્મને દર્શકો કેવો પ્રતિભાવ આપે છે. તેનાં માટે જ મોકલાવીશ.'
આમિરે કોઈ એવોર્ડસ સમારોહનો બહિષ્કાર કર્યો હોય એવું આ પહેલી વાર નથી બન્યું. ૧૯૮૮માં તેની પહેલી ફિલ્મ 'કયામત સે કયામત તક' રજૂ થયાનાં પાંચ વર્ષ બાદ ૧૯૯૩માં તેણે બધાં જ એવોર્ડસ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ૧૯૯૨માં 'બેટા'નાં અભિનય બદલ અનિલ કપૂરની શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદગી થઈ તેથી તે (આમિર) નારાજ થયો હતો. તે સમયે આમિરને તેની ૧૯૯૨માં જ રજૂ થયેલી 'જો જીતા વોહી સિકંદર' માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડસ મળશે એવી આશા હતી.
જોકે, આ વર્ષે નેશનલ એવોર્ડસ માટે તેની 'પીપલી લાઈવ' ફિલ્મ ન મોકલવાનું કારણ તેની અને આ ફિલ્મની દિગ્દર્શિકા અનુશા રીઝવી વચ્ચે થયેલો ઝઘડો પણ કારણભૂત છે એમ મનાય છે. જોકે, તે આ વાત સ્વીકારતો નથી. 'હું પીપલી લાઈવ તો શું મારી ફિલ્મ 'ધોબીઘાટ'ને પણ નેશનલ એવોર્ડસ માટે મોકલવાનો નથી એમ આમિરે જણાવ્યું હતું.
Share |
  More News
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ લડાયક મૂડમાં ગેલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ શકે
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાની કંગાળ શરૃઆત
ભારતની હાલની ટીમની ફિલ્ડિંગ છેલ્લા પાંચ વર્ષમાં શ્રેષ્ઠ છે ઃ રૈના
આફ્રિદીને શિસ્ત સમિતિએ રૃ.૪૫ લાખનો દંડ ફટકાર્યો
રીવ્યુ સીસ્ટમને કારણે અમ્પાયરના નિર્ણયોને વધુ અસરકારક બને છે
યુરોપ પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો ઃ રિઝર્વ બેંકના પગલાંએ સેન્સેક્ષ ૧૪૬ તૂટીને ૧૭૯૮૫
ચાંદીના ભાવોમાં રૃ.૪૦૦નો વધુ ઉછાળોે ઃ બે દિવસમાં રૃ.૯૫૫ની તેજી આવી
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં પ્રથમ સત્રમાં રૃ.૯,૨૫૭ કરોડનું વોલ્યુમ
તાત્કાલીક પગલા નહીં ભરાય તો હાલની આર્થિક નરમાઈ મહામંદીને નોંતરશે
  More News
એનઓસી લખવા ઉપરી અધિકારીએ દબાણ કર્યું હતું ઃ મેજર જનરલ જોગ
વારંવાર મોડી પડતી ફ્લાઇટની સંખ્યામાં એક મહિનામાં લગભગ ૧૫ ટકા ઘટાડો
૧૨૫ નબળા તાલુકાના વિકાસ માટે હવે રૃા. ૩૭૫ કરોડના ખર્ચે ખાસ યોજના
વીતેલાં વર્ષોની એક્ટ્રેસ સાધનાનું સ્ટેટમેન્ટ કોર્ટમાં રજા હોવાથી નોંધી ન શકાયું
કુરાર હત્યાકાંડમાં વધુ એક પકડાયો ઃ ૧૮મી સુધી પોલીસ કસ્ટડીમાં
પક્ષપલ્ટુને એક ટર્મ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવાશે !
શિક્ષણ અધિકારનો કાયદો બનતો નથી ને પ્રવેશોત્સવનું તૂત થાય છે !
'ઓડી કાર'ની ઉઠાંતરી કરનાર મામલતદારના પુત્રની ધરપકડ
નિમણૂકને ૧૩ મહિના થયા છતાં રેવન્યૂ તલાટીઓને પોસ્ટિંગ નહીં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

બોમ્બ પર બેઠાં છે બાળકો
ઇલેક્ટ્રોનિક્સને બદલે બાળકને ટ્રેડિશનલ ટોયઝ આપો
છત્રી ભીંજાવા આતુર છે ને રેઇનકોટે માંડી છે આભ સામે મિટ હવે તો આવ રે વરસાદ!
ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ ચલાવતા શિક્ષક
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved