Last Update : 16-June-2011, Thursday
 

ભગવાનની ખબર નથી, પણ ભ્રષ્ટાચાર તો સર્વવ્યાપી છે જ...

- અમેરિકા કે ચીન જેવા દોસ્તો મદદ કરવાનું બંધ કરે તો એક દિવસમાં પાકિસ્તાન ખતમ થઇ જાય એટલી હદે ત્યાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે.

એક રમૂજી પણ વિચારપ્રેરક ઇ મેઇલ આવ્યો. એનો સાર કંઇક આવો છે- દેશની કુલ વસતિ ૧૧૦ કરોડની છે. એમાં નવ કરોડ લોકો (સ્ત્રી-પુરુષો) નિવૃત્ત છે, ૨૫ કરોડ બાળકો-ટીનેજર્સ સ્કૂલ-કૉલેજોમાં ભણે છે, આશરે સવા કરોડ લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, આશરે ૮૦ કરોડ લોકો અન્ડરટ્રાયલ તરીકે અથવા સજા ભોગવી રહેલા કેદી તરીકે જેલમાં છે, ૩૭ કરોડ રાજ્ય સરકારોના કર્મચારી અને ૨૦ કરોડ કેન્દ્ર સરકારના કર્મચારી છે જે લોકહિતનાં કાર્યો સિવાય બીજું બઘું કરે છે અને એક કરોડ લોકો આઇટી પ્રોફેશનલ છે જે મલ્ટિ નેશનલ કંપનીઓ વતી એટલે કે વિદેશોના સ્થાનિક પ્રતિનિધિ તરીકે કામ કરે છે....આ સંજોગોમાં દેશ ગંભીર કટોકટી અનુભવી રહ્યો છે. ચોમેર ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો થાય છે. કોઇ ઉપવાસ કરે છે તો કોઇ રાષ્ટ્રવ્યાપી આંદોલનનાં બણગાં ફૂંકે છે.
પરંતુ એક વાત સ્પષ્ટ છે. આજથી છત્રીસ-સાડત્રીસ વર્ષ પહેલાં ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ કહેલંુ કે ભ્રષ્ટાચાર તો વૈશ્વિક છે. એ વખતે અતિશયોક્તિ જેવું લાગેલું વિધાન આજે કેટલું બઘું સાચું લાગે છે ! નિયમિત અખબારો વાંચતાં હો કે ટીવી પર સમાચાર જોતાં હો તો લગભગ રોજ કોઇ ને કોઇ દેશમાં ભ્રષ્ટાચાર માટે કે ગેરરીતિ માટે પકડાયેલા નેતા કે રાજનબીરાની વાત જાણવા મળે. ભ્રષ્ટાચારનો ભોરંિગ આનાકોંડા કે આપણા પુરાણોમાં જેની કલ્પના સૃષ્ટિનો ભાર ઉપાડનારા શેષનાગ તરીકે કરવામાં આવી છે એવોે વિરાટ સાબિત થયો છે. દુનિયાનો ભાગ્યે જ કોઇ દેશ એવો હશે જ્યાં ભ્રષ્ટાચારની ફરિયાદ ન ઊઠી હોય. બહુ લાંબે ન જઇએ. આપણા બે પાડોશીની વાત લઇએ. પાકિસ્તાનની શી સ્થિતિ છે ? આયેશા સિદ્દીકી જેવી માથાભારે ઇન્વેસ્ટિગેટિવ રાઇટરે લખેલું એક પુસ્તક ગરમાગરમ ભજિયાની જેમ વેચાયું. એમાં પાકિસ્તાનના લશ્કરે આચરેલા ભ્રષ્ટાચારની વિગતો છે. માનવજીવનનું કોઇ કહેતાં કોઇ ક્ષેત્ર એવું નથી જેમાં પાકિસ્તાની લશ્કરે ભ્રષ્ટાચાર ન આચર્યો હોય.
વાત માત્ર પાકિસ્તાની લશ્કરની નથી. પાકિસ્તાની પોલીસ, આઇએસઆઇ અને કહેવાતું વહીવટી તંત્ર (સરકાર જેવું તો ત્યાં કંઇ છે જ નહીં) બઘું સડી ગયેલું છે. અમેરિકા કે ચીન જેવા દોસ્તો મદદ કરવાનું બંધ કરે તો એક દિવસમાં પાકિસ્તાન ખતમ થઇ જાય એટલી હદે ત્યાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. સામ્યવાદના મહોરા હેઠળના ચીનમાં પણ એ જ થયું છે. ચીનના અગાઉના પ્રમુખ જિયાંગ જેમિન અને હાલના પ્રમુખ હુ જંિતાઓએ છડેચોક કહ્યું છે કે કરપ્શન ઇઝ લાઇક અ વાઇરસ વ્હીચ થ્રેટન્સ ટુ અન્ડરમાઇન અવર પોલિટિકલ સ્ટેબિલિટી (ભ્રષ્ટાચાર એવા વિષાણુ છે જે આપણી રાજકીય સ્થિરતાને જોખમાવે છે, તમે માની નહીં શકો પરંતુ એકલા ચીનમાં ૨૦૦૨થી ૨૦૦૫ સુધીમાં ૩૦ હજાર સનદી અમલદારોને ભ્રષ્ટાચાર માટે સખ્ખત કેદની સજા કરવામાં આવી, ૭૯૨ જજો સામે કાયદેસર કામ ચલાવવામાં આવ્યું. છેલ્લે છેલ્લે ૨૦૦૮માં ૪૧,૧૭૯ સરકારી અધિકારીઓ સામે ગેરરીતિ આચરવા માટે તપાસ કરવામાં આવી હતી. જેમની સામે અપરાધ પુરવાર થયા એ બધાંને કડક સજા કરવામાં આવી અને છતાં ચીની સમીક્ષકો કહે છે કે વી ડોન્ટ સી એની ઇન્ડિકેશન ઑફ ફોલ ઇન કરપ્શન (ભ્રષ્ટાચાર સહેજ પણ ઘટ્યો હોય એવું અમને લાગતું નથી.)
બીજી બાજુ દુનિયાની સૌથી મોટી લોકશાહીનો દાવો કરતા ભારતમાં ઠેઠ ૧૯૯૨માં ૧૬૩ સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના કેસ શરૂ થયા હતા અને એમાંના અડધા સામે એ આક્ષેપો પુરવાર પણ થયા. છતાં આ બધા અધિકારીઓ હજુય પોતાના હોદ્દા પર છે. એક પણ સનદી અધિકારીને સખ્ખત કહેવાય એવી કે બીજાઓ પર દાખલો બેસાડે એવી સજા થઇ નથી. કોઇ વડીલ વાચકને યાદ હશે. છેક ૧૯૪૭ માં ત્યારના ઉપરાષ્ટ્રપતિ અને પ્રખર કેળવણીકાર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું- ‘અનલેસ વી ડિસ્ટ્રોય કરપ્શન ઇન હાઇ પ્લેસિસ, નેપોટિઝમ એન્ડ બ્લેક માર્કેટંિગ, વી વીલ નોટ બી એબલ ટુ રેઇજ ધ ઇફિસિયેન્સી ઇન એડમિનિસ્ટ્રેશન એઝ વેલ એઝ પ્રોડક્શન’ (ઉચ્ચ સ્થાનોમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર, સગાંવાદ અને કાળાંબજારનો નાશ નહીં કરીએ ત્યાં સુધી આપણે વહીવટી તંત્રની કાર્યક્ષમતા કે ઉત્પાદન વધારી નહીં શકીએ.) વાંચો ફરીથી. ડૉક્ટર રાધાકૃષ્ણને આ વિધાન છેક ૧૯૪૭માં કર્યું હતું જ્યારે દેશ હજુ નવજાત શિશુ જેવો હતો. આઝાદી સાથેની એની ગર્ભનાળ હજુ પૂરેપૂરી કપાઇ નહોતી.
એ દિવસોમાં પણ ડૉક્ટર રાધાકૃષ્ણનને ભ્રષ્ટાચાર, સગાંવાદ અને કાળાંબજાર નજરે પડ્યાં હોય તો આજે ચોસઠ વર્ષ પછી એ અનિષ્ટો ક્યાંથી ક્યાં પહોંચી ગયાં હશે ? કવિ કલ્પના પણ ન પહોંચી શકે એટલી હદે આ આસુરી તાકાત વધી ગઇ છે !

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

c
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved