Last Update : 16-June-2011, Thursday
 

આપણા રસોડામાં આપણે જાતે જ ઝેર વાવીને ધીમું ઝેર લેતા રહીને ૫૦- ૬૦ વર્ષ પછી એનું પરિણામ ભોગવીએ છીએ !

- નાની નાની વાતોમાં ઝગડાં, ગુસ્સો, મારામારી, આપઘાત જેવા બનાવો શાથી થાય છે ? અને શાથી વધતા જાય છે ?
- આપણા વાસણો દ્વારા આપણા શરીરમાં જતું એલ્યુમિનિયમ અને એથી આપણા મગજને (ન્યુરો ક્રીમીઓલોજી) થતું નુકસાન

ભ્રષ્ટાચાર સામેની લડતની વાત તો બરોબર છે પણ આપણા દરેકના રોજરોજના જીવન અને આરોગ્ય બાબતમાં જે અંધેર પ્રવર્ત છે એ દૂર કરવાનું મહત્ત્વનું છે. એ દિશામાં કોઈ પક્ષ કે નેતા કે હું કે તમે વિચારતા નથી એનું કારણ આપણું અજ્ઞાન છે.
૬૦- ૭૦ વર્ષની ઉંમરના જેઓ છે તેઓ જાણે છે કે જ્યારે સ્ટેનલેસ સ્ટીલની શોધ નહોતી થઈ ત્યારે આપણા દરેકના ઘરોમાં પિત્તળના વાસણો તથા કાંસાના થાળી- વાડકા અથવા જર્મન સિલ્વરના થાળી વાડકો વપરાતા. પિતળના વાસણોને કલાઈ કરવાનો રિવાજ અનિવાર્યપણે પળાતો હતો. કલાઈ કરવાવાળો લારીમાં એ માટેના સાધનો લઈને નીકળતો અને શેરી, પોળ કે સોસાયટી કે માળામાં નીકળતો.
એમાં એલ્યુમિનિયમના વાસણો પણ રહેતા. જો કે થાળી વાડકો ન હોય યા તપેલી કે તપેલું રહેતું. ખાસ કરીન ગરીબ અને મુસલમાનો એલ્યુમિનિયમ વાપરતા કારણ કે એલ્યુમિનિયમના વાસણો બીજી બધી ધાતુના વાસણો કરતાં સસ્તા પડે છે. મઘ્યમ વર્ગ અને મોટા કુટુંબોમાં પણ ખાસ કરીને પાણી ગરમ કરવા માટેના મોટા તપેલા એલ્યુમિનિયમના આજે પણ વપરાય છે. આમ છતાં આપણે એલ્યુમિનિયમના વાસણમાં રાંધતા નહોતા. કોઈ કોઈ ઘરમાં ચા- દૂધ એલ્યુમિનિયમની તપેલીમાં બનાવતા. પરંતુ રસોઈ તો બનાવતા જ નહીં.
એવામાં ૩૦- ૪૦ વર્ષ પહેલાં કુકર આવ્યા. દક્ષિણની પ્રેસ્ટીજ કંપનીના કુકર સૌ પહેલા આવ્યા અને પછી આજે તો બીજી ઘણી કંપનીઓના કુકર આવે છે.
તો પણ એલ્યુમિનિયમના વાસણોમાં રસોઈ ન બનાવવાનો નિયમ લગભગ દરેક ઘરમાં પળાતો રહ્યો છે. દુનિયાના કેટલાક દેશોમાં એલ્યુમિનિયમના વાસણનો વિરોધ પણ થાય છે. ખરેખર તો, દરેક સરકારે એલ્યુમિનિયમના વાસણ બનાવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ...
એનું કારણ એ છે કે એલ્યુમિનિયમ એક પ્રકારનું ધીમું ઝેર છે. દા.ત. એલ્યુમિનિયમના વાસણમાં પાણી ગરમ કરવાથી એસીડીક અસરવાળું થાય છે. એટલે એલ્યુમિનિયમ પાણીમાં અમુક માત્રામાં (લીકઆઉટ) ઓગળે છે.
એકંદરે જોવા જઈએ તો, આપણી વસતિનો મોટો વર્ગ દરરોજ ૩૦થી ૫૦ મિલિગ્રામ એલ્યુમિનિયમ તેના રોજના આહાર ખોરાક મારફતે શરીરમાં પધરાવે છે. મોટા ભાગે ખાદ્ય સામગ્રીના પેકીંગ જેવા કે ઠંડા પીણાના કેન, બિસ્કીટ, એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલા અન્ય ઝપ્પા ખાવાના ચીપ્સ વગેરે તેમજ પ્રી-કૂકડ ફૂડ પેકેટ્‌સના ખાદ્ય પદાર્થો એલ્યુમિનિયમના સંપર્કમાં હોય છે વળી એન્ટાસીડ જેવી દવાઓ વગેરે પણ આપણા પેટમાં એલ્યુમિનિયમનું પ્રમાણ ખતરનાક માત્રા સુધી પહોંચાડે છે.
એસ્પીરીન જેવી દવાઓ એલ્યુમિનિયમ હાઇડ્રોસાઇડ, એલ્યુમિનિયમ ગ્લાઇસીનેટ અને બીજું ઘણું એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ દ્વારા બફર કરવામાં આવે છે.
આ ઉપરાંત ગર્ભાશયને લગતી તેમજ શરીરના બીજા ભાગોને લગતી કેટલીક ટ્રીટમેન્ટમાં પણ પોટેશ્યમ એલ્યુમિનિયમ સલ્ફેટ, એમોનિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ તથા ફટકડી જેવા સંયોજનોમાં પણ એલ્યુમિનિયમ હોય છે ઝાડાની કેટલીક દવાઓ પણ એલ્યુમનિયમ મેગ્નેશીયમ સીલીકટ અને કેઓલીન એલ્યુમિનિયમ સોલ્ટ ધરાવે છે. એન્ટાસીડ દવાઓ એલ્યુમિનિયમ હાઇડ્રોકસાઇડ, મેગાલ ડ્રેટ, ડ્રાપ હાઇડ્રોક્સીન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ ધરાવે છે. કેક બનાવવાના મિક્સચર, સેલ્ફ રાઇઝીંગ લોટ, પ્રોસેસ્ડ ચીઝ, બેકીંગ પાવડર, ખાવાના સ્ટાર્ચ, મોડીફાયર્સ, વીકલીગ સોલ્ટ અને એન્ટીકેકીંગ એજન જે ફીકલોસોલ્ટ વગેરેમાં વપરાય છે તે દ્વારા પણ વધારાનું એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ સોડિયમ કે સોડિયમ એલ્યુમિનિયમ સીલીકેટના રૂપે જતું હોય છે. આ ઉપરાંત દૂધ, પીવાનું પાણી જેવા પદાર્થ દ્વારા પણ એલ્યુમિનિયમ આપણા શરીરમાં જતું હોય છે.
એલ્યુમિનિયમ અને આપણો ખોરાક વિષે સંશોધન કરનાર અને તેના વપરાશ વિશે આપણને ચેતવણી આપનાર વડોદરાના અભ્યાસી કૌશિકભાઈ વ્યાસ કહે છે કે, જે જગ્યાના પાણીમાં ફ્‌લોરાઇડની માત્રા વઘુ હોય ત્યાં ખોરાકમાં એલ્યુમિનિયમ વઘુ માત્રામાં ભળે છે. કૌશિકભાઈ વ્યાસ કહે છે કે, જે પાણીમા ફ્‌લોરાઇડનું પ્રમાણ દા.ત. ૧ પી.પી.એમ. હોય અને એ પાણીને એલ્યુમિનિયમના વાસણમાં કે કુકરમાં ૧૦ મિનિટ પણ ઉકાળવામાં આવે તો એ પાણીમાં એલ્યુમિનિયમનું પ્રમાણ ૨૦૦ પીપીએમ સુધી વધી શકે છે. (પીપીએમ એટલે પાર્ટસ પર મિલિયન એટલે ૧૦ લાખનો એક ભાગ) અને હજી વઘુ ઉકાળવામાં આવે તો એ પ્રમાણ ૬૦૦ પીપીએમ સુધી વધી શકે છે.
વિજ્ઞાન અંગેના વિશ્વપ્રતિષ્ઠિત ‘નેચર’ નામના મેગેઝીનના ૧૯૮૭ના જાન્યુઆરી ૧૫ના અંકમાં જણાવ્યું છે કે કે, આવા પાણીમાં જો રસોઈની વાનગીમાં ટમેટા હોય તો આ પ્રમાણ હજુ પણ ઉંચુ થઈ જઈ શકે છે. જો કે, એની સાથે ફ્‌લોરાઇડ હોય તો એલ્યુમિનિયમની હાજરીમાં તેની અસર ઓછી કરે છે. બીજી બાજુ ફ્‌લોરાઇડનું વઘુ પ્રમાણ હાડકાને નુકસાન કરે છે. આથી ફ્‌લોરાઇડની ટુથપેસ્ટ એલ્યુમિનિયમની ટ્યુબમા પેક કરવામાં આવે છે.
આ બધી વૈજ્ઞાનિક માહિતી દુનિયાભરમાં વર્ષોથી જાણીતી હોવા છતાં પણ એલ્યુમિનિયમના વાસણો ૧૯૨૦થી વપરાશમાં છે.
હવે મુખ્ય વાત આરોગ્યની છે તે જોઈએ. એલ્યુમિનિયમ આપણા મગજ ઉપર સીધી અસર કરે છે... વેસ્ટર્ન રેલવેની દાદી બીબી એન્ડ સીઆઇ રેલવે હતી એમાં કોમર્શિયલ સુપ્રિન્ટેન્ડન્ટ દેવશંકર દાદા હતા એમને ગોંડલના મહારાજાએ ગોંડલ રેલવે નાખી ત્યારે ખાસ બોલાવેલા. તેઓ હંમેશા કહેતા (આજથી ૧૫૦ વર્ષ પહેલાં) કે, ‘‘એલ્યુમિનિયમ બુદ્ધિ ભ્રષ્ટ કરે છે.’’ (એટલે મગજ બગાડે છે.) વઘુમાં તેઓ ત્યાં સુધી કહેતા કે, ‘દાઢી કરવા માટેનું પાણી પણ હું એલ્યુમિનિયમની વાડકીમાં ગરમ ન કરું.’
એલ્યુમિનિયમની આરોગ્ય ઉપર વિપરીત અસર થાય છે એ વિષે ૧૯૯૭માં જર્મનીમાં સંશોધન કરવામાં આવેલું એમાં એલ્યુમિનિયમના ‘પેથોલોજીકલ રીએક્શન’ની અસર પ્રણાલિઓ ઉપર જોવામાં આવેલી. એ વખતે જણાયેલું કે... મગજને સજાગ રાખનાર જે તત્ત્વ માનવીમાં છે એમાં ચેતાતંતુના કોષો ઉપર એલ્યુમિનિયમ ઝેરી અસર કરે છે. (ન્યુરોપેથોલોજી, વોલ્યુમ ૭૦, ૧૯૮૬, ૨૪૩થી ૨૪૮ પાના)
એને લગતા અમુક કિસ્સાઓ ઘ્યાનમાં આવ્યા બાદ વડોદરાના પેલા કૌશિક વ્યાસ જેવા કેટલાક સંશોધનકર્તાઓના મનમાં જિજ્ઞાસા જાગી. એમને જણાયું કે, ગ્યુઆના નામના આફ્રિકાના દેશોમાં ૧૦ ટકા લોકોનું અવસાન મગજના રોગોના કારણે થાય છે. એ જ રીતે મેરીઆના નામના ટાપુના ૧૫ ટકા લોકો પણ ‘ન્યુરોડીજનરેટીવ’ રોગના કારણે મોત થયા હતા.
આમ થવાના કારણમાં ત્યાંના પીવાના પાણીમાં એક તો, એલ્યુમિનિયમનું ઉંચુ પ્રમાણ હતું અને બીજું, ત્યાંના ખોરાકમાં પણ એલ્યુમિનિયમનું ઉંચુ પ્રમાણ હતું. (એલ્યુમિનિયમ એન્ડ કેલ્શીયમ ઇન ઓઇલ એન્ડ કુક નામનો સંદર્ભ વિભાગના ‘બ્રેઇન’ નામના સંશોધનાત્મક મેગેઝીનના ૧૯૮૯ના અંકમાં વોલ્યુમ ૧૧૨માં પાના નંબર ૪૫થી ૫૩ સુધીમાં આ માહિતી વિગતવાર આપી છે.)
એલ્યુમિનિયમ ધીમું ઝેર છે એનો અર્થ એ કે એના કારણે થતી ખરાબ અસર અઠવાડિયે કે મહિને કે વર્ષે કે દસ વર્ષે નથી થતી પણ વેજીટેબલ ઘી, ભેળસેળવાળું, પેસ્ટીસાઇડ્‌ઝ, વિદેશી ખાતર, ઘી નહીં ખાવું, દૂધ નહીં પીવું વગેરે અપરંપાર કારણોના કારણે જેમ પાછલી ઉંમરે ડાયાબીટીસ, કેન્સર, બી.પી., પરકીન્સન્સ (કંપવા), અલ્ઝાઇમર (સ્મૃતિભ્રંશ), પેરેલીસીસ જેવા અસાઘ્ય એટલે કે જેનો એલોપથીમાં ઇલાજ જ નથી એ થઈ જાય છે. આયુર્વેદમાં બધાનો ઇલાજ છે. પણ કેટલાક ડોક્ટરો આયુર્વેદનું નામ લેતાં મોં બગાડે છે તો કેટલાક ડોક્ટરો આયુર્વેદને આવકારે છે. એમબીબીએસ ભણાવતી વખતે જ આયુર્વેદ કે બીજી કોઈ પણ ચિકિત્સા પદધતિ વિરૂદ્ધ વિદ્યાર્થીના મગજમાં ઝેર રેડવામાં આવે છે. જ્યારે સાચી વાત એ છે કે માણસનો રોગ દૂર થવો જોઈએ... પછી ચિકિત્સા પદ્ધતિ ગમે તે હોય !
એટલે મોટી ઉંમરે પેલા અલ્ઝાઇમર કે પરકીન્સન્સ કે પેરેલીસીસ જેવા રોગો થઈ જાય એટલે ડોક્ટર કહેશે કે.. આ તો ઘડપણના રોગ છે... થાય !
પણ જો એ ઘડપણના રોગ હોય તો બધાને કેમ નથી થતા ? જેમ કે માથાના વાળ સફેદ થવા એ ઘડપણનો રોગ છે... લગભગ દરેકને થાય જ. લાખોમાં એકાદને સફેદ વાળ નહીં થતા હોય બાકી આખી દુનિયાના ઘરડાને સફેદવાળ થાય જ.
પણ પરકીસન્સ (કંપવા) કે અલ્ઝાઇમર (સ્મૃતિભ્રંશ) વગેરે રોગનું એવું નથી. એ બધાને નથી થતા અને થાય છે એનું કારણ ખોરાક કે પાણી કે પીણા અથવા આ એલ્યુમિનિયમ જેવા હજારો કારણો હોય છે. એલ્યુમિનિયમના વાસણમાં મીઠું કે ખટાશ જેવી એસિડયુક્ત વસ્તુ ન નખાઈ એ આપણના સમજણ થયા પછી માબાપ પાસેથી જાણવા મળે છે છતાં કેટલાક બૈરાઓ, ગૃહિણીઓ કુકરમાં અલગ તપેલી મૂકીને શાક, ભાત કે ખીચડી કરવાના બદલે સીધા કુકરમાં જ રાંધી નાખે છે એ સરવાળે લાંબા ગાળે નુકસાનકારક છે... આખા કુટુંબને.
ખરેખર તો સરકારે જ એલ્યુમિનિયમના કુકર અને બીજા વાસણો ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. એલ્યુમિનિયમના કુકરના બદલે આપણે દરેક કુટુંબે સ્ટેનલેસ સ્ટીલના કુકર અથવા સ્ટીકરવાળા કુકર વાપરવાનું કરવું જોઈએ.
- ગુણવંત છો. શાહ

ડીંડક....
બાબા રામદેવે આબરૂ ગુમાવી... એ સાથે સંઘે અને ભાજપે પણ આબરૂ ગુમાવી
હિન્દુઓ, મુસ્લિમો અને ખાસ કરીને જૈનો જાણે છે કે ઉપવાસથી શરીર ઉલટાનું સારું થાય છે.. ઉપવાસથી કદી શરીરને નુકસાન નથી થતું (શુદ્ધ ઉપવાસની, નકોરડા ઉપવાસની વાત છે... ફરાળી ઉપવાસની નહીં) જૈનો તો બે દિવસના, ત્રણ દિવસના, આઠ દિવસના (અઠ્ઠાઈ) ઉપવાસ કરે છે અને પાંચ વર્ષના બાળકથી માંડી સાઠ- સિત્તેર વર્ષના વૃદ્ધ સુધીના અઠ્ઠાઈ આઠ દિવસના ઉપવાસ કરે છે... નિર્જળા એટલે પાણી પણ નહીં પીવાના ઉપવાસ કરે છે.
લાખો જૈનો અઠ્ઠાઈના ઉપવાસ (૮ દિવસ) કર છે કે, દૈનિકો એમના નામો પણ પ્રગટ કરવાનું માંડી વાળવું પડે છે. એના બદલે ૧૦ દિવસ, ૧૫ દિવસ, ૩૦ દિવસ, ૪૦ દિવસ, ૫૦ દિવસ, ૬૦ દિવસના ઉપવાસ કરનારના નામ છાપી શકાશે એવી દૈનિકોને જાહેરાત કરવી પડે છે.
એટલે બાબા રામદેવના અનશન વખતે હિન્દુઓ, મુસ્લિમો, જૈનો વગર મનમાં હસતા હતા. જૈનોમાં તો હજારો બાળકો મહિનાના નકોરડા ઉપવાસ કરીને પણ હરતા ફરતા હોય છે. જો કે આરામ કરતા બેઠા હોય છે પણ બાબા રામદેવની જેમ પલંગ પર સૂઈ નથી રહેતા કે હોસ્પિટલમાં દાખલ નથી થતા.
ઉપવાસથી બી.પી. વધતું પણ નથી કે ઘટતું પણ નથી. પછી ‘કોમા’માં જવાની તો વાત જ ક્યાં આવી ? ભાજપ ખોટો ભય ઉભો કરીને રામદેવની પડખે ઊભા રહેવાનો ડોળ કરતો હતો.
જૈન તો જાણતા જ હતા કે બાબા રામદેવ મહિના બે મહિનાના ઉપવાસ ખેંચી કાઢે તો પણ એમને કાંઈ થવાનું નહોતું.
માણસ ઉપવાસ કરી ન શકે એ જૂદી વાત છે બાકી ઉપવાસ કરે તો બે-ત્રણ મહિના સુધી તો એ જરૂર ખેંચી શકે.
રામદેવે જે કંઈ કર્યું એમાં એમની આબરૂ વધવાને બદલે ઘટી છે અને સંઘ-ભાજપે એમને ટેકો આપીને પોતાની આબરૂ પણ ઘટાડી છે.
ભાજપ- સંઘ, વિહિપ વગેરેને માણસની પરખ જ નથી. સંઘને તો હજારો લોકો ૮૦- ૮૫ વર્ષમાં છેતરી ગયા છે.. આજે પણ છેતરે છે એક ગુજરાતી પત્રકારની વાતોમાં સંઘ, વિહિપ, ભાજપ એવા આવી ગયેલા કે એ પત્રકારે સંઘ પરિવારનું લાખો કરોડો રૂપિયાનું ‘કરી’ નાંખ્યું ! સ્વયંસેવકોના પરસેવાના ગુરૂદક્ષિણા રૂપિયા સંઘ આ રીતે વેડફાતો આવ્યો છે.

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved