Last Update : 16-June-2011, Thursday
 

એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ

બહુ વખણાયેલી આઇ.આઇ.ટી. બૉમ્બે વર્લ્ડ રેન્કિંગમાં ૨૪ નંબર પાછળ ધકેલાઇ ૧૮૭મા નંબરે

મુંબઇ તા.૧૫
સમગ્ર એશિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની વર્ષ ૨૦૧૧ની યાદીમાં ભારતની આઇ.આઇ.ટી. સહિતની કોઇ જ યુનિવર્સિટીને સન્માનજનક સ્થાન નથી મળ્યું. વિશ્વની ટોચની ૨૦૦ યુનિવર્સિટીની યાદીમાં નજર કરીએ તો છેક ૧૮૭માં નંબરે આઇ.આઇ.ટી. બોમ્બેનું નામ છે પરંતુ ગયા વર્ષે તે ૧૬૩માં નંબરે હતી ત્યાંથી વધુ નીચે ઉતી છે.
ક્યુએસ એશિયન યુનિવર્સિટી રેન્કિંગસ મુજબ, સ્થાનિક સ્તરે શ્રેષ્ઠ ગણાતી રાજ્યની મુંબઇ યુનિવર્સિટીનું સ્તર એટલું કથળ્યું છે કે, આ વર્ષે તો તેને રેન્કિંગમાં ઊંચી લાવવાનું ફંડ પણ નહિ મળે.
બે દાયકા અગાઉ જેની સ્થાપના થઇ છે. તેવી હોંગ કોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આ યાદીમાં ટોચના સ્થાને પહોંચી છે તેણે, વર્ષો અગાઉ સ્થપાયેલી યુનિવર્સિટીઓ આ યાદીમાં માનભર્યું સ્થાન મેળવી શકે છે, એવા ટીકાકારોના દાવાને પડકાર્યો છે.
આ યુનિવર્સિટીએ માત્ર તેની જૂની પડોસી હોંગ કોંગ યુનિવર્સિટીને પાછળ નથી ધકેલી પણ ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ એશિયન યુનિવર્સિટીઝની ટોચની એક સો યુનિવર્સિટીમાં સૌથી વધુ યુવાન યુનિવર્સિટી હોવાનું ગૌરવ પણ મેળવ્યું છે. વિશ્વની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટી હોવાનું માન યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ (બ્રિટન)ને મળ્યું છે.
આઇ.આઇ.ટી. બોમ્બેના ડિરેકટર દેવાંગ ખખરે કહ્યું હતું કે, 'અમે અગાઉ કરતાં વધુ સારી કામગીરી કરી રહ્યાં છીએ. પરંતુ અન્ય મોરચે અન્ય યુનિવર્સિટીઓ વધુ ઝડપથી પ્રગતિ કરી રહી છે. જોકે, અમે સાવ સ્થિતપ્રજ્ઞા નથી, પ્રકાશનોની સંખ્યા વધી છે અને સંશોધન સંબંધી ધનરાશી પણ વધારાઇ છે.' આઇ.આઇ.ટી. બોમ્બેની રેન્ક અંગે તેમણે કહ્યું હતું કે, 'થોડી ખરાબ' રેન્ક છે. કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે પરંતુ સાથે સાથે ફેકલ્ટીની સંખ્યા વધી નથી.
તમામ સાત આઇ.આઇ.ટી એ એશિયન યુનિવર્સિટી રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ આ વર્ષે આઇ.આઇ.ટી. બોમ્બેનું સ્થાન ગયા વર્ષ કરતાં થોડું નીચે આવ્યું છે.
આઇ.આઇ.ટી. મદ્રાસના ડિરેકટર એમ.એસ. અનંતે કહ્યું હતું કે, '૨૦ ટકા જેટલાં પોઇન્ટ તો ઇન્ટરનેશનલાઇઝેશન બદલ મળ્યાં છે. અમારી યુનિવર્સિટી ઇન્ટરનેશનલ નથી કે નથી આપણી યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે વિદેશી અભ્યાસક્રમોના સભ્યો. ફંડના મોરચે પણ ચીન અને કોરિયા આપણાથી આગળ છે. એમ જોઇએ તો અમારી પાસે મેડિસિન કે લૉ પણ નથી. તેથી એ બાબતના પોઇન્ટ પણ ગુમાવ્યાં હતા. આપણે લાચારીથી જ શરૃઆત કરી હતી. ફંડીંગ અને વિદેશીઓ માટે દરવાજા ખુલ્લા મૂકવાના મામલે ચીને સાચી દિશામાં પગલાં ભર્યાં હતાં.'
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved