Last Update : 16-June-2011, Thursday
 
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
 
અફઘાન ઉપપ્રમુખ અને ગૃહપ્રધાનનો આબાદ બચાવ

(પીટીઆઇ) કાબુલ, તા. ૧૫
અફઘાનિસ્તાનમાં સરકારના ટોચના અધિકારીઓને નિશાન બનાવીને તાલિબાન આતંકવાદીએ કરેલા આત્મઘાત કારબોમ્બ હુમલામાં સાત લોકો માર્યા ગયા છે. અન્ય એક હુમલામાં તાલિબાને ઉપરાષ્ટ્રપતિ અને ગૃહપ્રધાન પર રોકેટમારો કર્યો હતો. જોકે હુમલામાં બન્ને નેતાઓનો આબાદ બચાવ થયો હતો.
બન્ને હુમલામાં અફઘાનિસ્તાન સરકારના ટોચના અધિકારીઓને નિશાન બનાવાયા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બન્ને હુમલાઓ રાજધાની કાબુલથી ઘણા નજીકમાં થયા હતા. આ હુમલાઓની જવાબદારી અમેરિકાના વડપણવાળા નાટો દળો અને અફઘાનિસ્તાન સરકાર સામે છેલ્લા ૧૦ વર્ષથી લડી રહેલા ઉગ્રવાદીઓએ સ્વીકારી છે. પહેલા હુમલામાં હુમલાખોર વિસ્ફોટકો ભરેલી કાર કાબુલ પાસેના કાપિસા પ્રાંતની રાજધાની મહમુદ રાકીમાં સરકારી ઈમારતો તરફ હંકારી ગયો હતો. ચેકપોસ્ટ પર સલામતી જવાનોએ અટકાવતા તેણે વિસ્ફોટ કરી દીધો હતો.
ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલો સવારે ૧૦ વાગ્યાની આસપાસ થયો હતો જેમાં પાંચ નાગરિકો અને બે સલામતી કર્મીઓ માર્યા ગયા હતા. હુમલામાં એક પોલીસ જવાન અને ત્રણ નાગરિકોને ઈજા પણ પહોંચી હતી. તાલિબાન પ્રવકતા ઝબિઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે તેમણે આ હુમલો અફઘાનિસ્તાન ખાતેના ફ્રેંચ રાજદૂત અને ફ્રેંચ સૈનિકોને નિશાન બનાવીને કર્યો હતો.
અફઘાનિસ્તાન ખાતેના ફ્રેંચ રાજદૂતે જણાવ્યું હતું કે હુમલો થયો ત્યારે તેઓ ઘટનાસ્થળથી ૧૫ મિનિટ દૂર હતા અને તેઓ ગવર્નરની ઓફિસે આવવાના હોવાની વાત જગજાહેર હતી. આ મુલાકાત દરમિયાન તેઓ કાપિસાના તમામ અધિકારીઓને પણ મળવાના હતા.
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved