Last Update : 16-June-2011, Thursday
 
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ

 

ભારતના નિવૃત્ત લશ્કરી અધિકારીઓને જોડવા માગતા હતા

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૧૫
પાકિસ્તાનની લશ્કરી જાસૂસી સંસ્થા આઈએસઆઈ ભારતની સેનાઓના નિવૃત્ત અધિકારીઓ અને જવાનોને સાંકળી તેઓને પણ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં જોડવા માગતી હતી તેમ એલઈટીના 'ઓપરેટિવ' ડેવીડ હેડલીએ આજે શિકાગોની કોર્ટમાં જણાવ્યું હતું.
કેનેડામાં નોકરીની તકો જેવી લાલચ આપીને જાળમાં ફસાવવાની ચાલ હતી
મુંબઈમાં ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિને થયેલા આતંકવાદી હુમલા પૂર્વે છ મહિનાથી અંદરના ગાળામાં જ હેડલીના 'ગુરુ' અને આઈએસઆઈના અધિકારી મેજર ઈકબાલે હેડલીને જણાવ્યું હતું કે, તેણે ભારતનાં અખબારોમાં એક જાહેર ખબર આપવી જેમાં કેનેડામાં નોકરીની તકો વિષે લાલચ આપવામાં આવે આ સાથે તે વિજ્ઞાાપનમાં તેમ પણ પ્રસિદ્ધ કરવામાં આવે કે આ નોકરીઓમાં નિવૃત્ત લશ્કરી જવાનો અને અધિકારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
વાસ્તવમાં તો આ જાહેરખબર એક પ્રકારનું 'છટકું' જ હતું. કારણ કે આવી જાહેરખબરથી આકર્ષાઈ ભારતના લશ્કરી જવાનો અને અધિકારીઓ આકર્ષાય તે સહજ છે.
શિકાગોની કોર્ટમાં થાવ્વુર રાણા ઉપરના કેસ હમણાં જ પૂરો થયો છે. જે દરમિયાન આપેલી જુબાનીમાં ડેવીડ હેડલીએ અમેરિકાના સરકારી વકીલે જ્યારે પૂછ્યું કે ''મેજર ઈકબાલે તમોને ભારતના નિવૃત્ત લશ્કરી કર્મચારીઓનો પણ સાથ લેવા જણાવ્યું હતું ?'' ત્યારે તેના જવાબમાં 'હા' કહેવા સાથે એલઈટીના આ ઓપરેટિવે આ પ્રમાણે કોર્ટમાં રજૂઆત કરી હતી.
આ ઉપરાંત કેનેડાનું નાગરિકત્વ ધરાવતા, પાકિસ્તાની વંશના થાવ્વુર રાણા ઉપર ચાલી રહેલા કેસમાં ડેવીડ હેડલીએ કહ્યું હતું કે મુંબઈની હોટેલ ઓબેરોય ઉપર હુમલો કરવાની મૂળ યોજના જ ન હતી. મૂળ યોજના તો તે હોટલની સામેની બાજુએ આવેલા યહુદીઓનાં રહેણાંક સંકુલ 'છાબાદ હાઉસ' ઉપર જ હુમલો કરવાની હતી કારણ કે આઈએસઆઈ એમ માનતું હતું કે ત્યાંથી ઈઝરાયલી જાસૂસી સંસ્થા કામ કરે છે.
ડેવીડ હેડલીએ છાબાદ હાઉસની તો વિડીયો ફિલ્મ ઉતારી હતી. તે પછી તે નજીકમાં જ આવેલાં એક સિનેમા ગૃહમાં ચલચિત્ર જોવા જવાનો હતો. પરંતુ તે પૂર્વે તેની પાસે એક કલાકનો સમય હતો. તેથી તે સમય દરમિયાન તેણે હોટેલ ઓબેરોયની પણ વિડીયો ફિલ્મ ઉતારી હતી અને ૨૬/૧૧ હુમલામાં તેને પણ પછી નિશાન બનાવાઈ હતી. તેમ પણ હેડલીએ શિકાગોની કોર્ટમાં સરકારી વકીલના પ્રશ્નોના ઉત્તરમાં કહ્યું હતું.
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved