Last Update : 16-June-2011, Thursday
 

ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ચોરી કરતી ગેંગ ઝબ્બે, ૧૦ લાખનો માલ કબ્જે

ચલથાણથી ચોરાયેલી યાર્ન ભરેલી ટ્રકનો ભેદ ઉકેલાયો, અમદાવાદમાં ૮ સ્થળેથી એક કરોડથી વધુનો માલસામાન ચોરી કર્યાની કબુલાત

બારડોલી - સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા નજીકથી ૨ શખ્સોને એલસીબી ટીમે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી પૂછપરછ કરરતા ચલથાણ શુગર ફેકટરી સામેથી યાર્ન ભરેલી ટ્રકની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. બંને શખ્સની પૂછતાછમાં અન્ય બે શખ્સોને ઝડપી લઇ પીપોદરા જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાંથી રૃ. ૪ લાખના ૫ ટન પ્લાસ્ટિક દાણા તથા રૃ. ૬.૪૦ લાખનો યાર્નનો જથ્થો કબ્જે કર્યો છે. હાઇવેના ટ્રાન્સપોર્ટ ગોડાઉન પર ચોરી કરતી ટોળકીએ અમદાવાદ વિસ્તારમાં ૮થી વધુ ચોરી કરી એક કરોડનો મુદ્દામાલ સગેવગે કર્યાની સનસનીખેજ કબુલાત કરી છે.

સુરત જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પિયુષ પટેલે ચાર્જ સંભાળતા જ ગુના ઉકેલવાની કામગીરીમાં મોટી સફળતા મળી છે. આજે બુધવારે એલસીબી પીઆઇ બી.એમ. દેસાઇ પોતાના સ્ટાફ સાતે ને.હા.નં. ૮ પર પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી મળતાં કડોદરા ઔદ્યોગિક વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ કરતા વસંત શાહુ વર્મા (ઉ.વ. ૨૯, મૂળ રહે. શ્રીપુર, થાણા- હનુમાનગંજ તા. લભુવા જિ. સુલતાનપુર, ઉત્તરપ્રદેશ) અને લોકેસ ઉર્ફે પપ્પુ પ્રિતમપ્રસાદ મિશ્રા (ઉ.વ. ૩૭, મૂળ રહે. કમલાનહેરૃ નગર, મકાન નં. ૧૮૩૬, ગઢા રોડ, જબલપુર, તા.જિ. જબલપુર, મધ્યપ્રદેશ) (બંને હાલ રહે. કડોદરા નીલમ હોટલની પાછળ, ભરવાડની ચાલ, રૃમ નં. ૧૩, તા. પલસાણા, જિ. સુરત)ને ઝડપી પાડયા હતા. વસંત વર્મા અને લોકેસ ઉર્ફે પપ્પુ મિશ્રાને એલસીબી કચેરીએ લઇ જઇ પૂછપરછ શરૃ કરી હતી. જેમાં તેઓ ટોળકી બનાવી ને.હા.નં. ૮ પર ટ્રક ચોરી તથા હાઇવે નજીકના ટ્રાન્સપોર્ટ ગોડાઉનોમાં ચોરી કરતા હોવાનો પર્દાફાશ થયો હતો. તેમના સાથીદાર નાના ઉર્ફે રાજુ તોતારામ સોનાર (ઉ.વ. ૪૬, રહે. નેરગામ, તા. સાંકરી, જિ. ધુલીયા હાલ રહે. સાંઇદર્શન સોસાયટી, ગોડાદરા, રામીપાર્કની બાજુમાં, સુરત)નું નામ ખુલતાં એલસીબી ટીમે નાના ઉર્ફે રાજુ સોનારને પણ ઝડપી પાડયો હત

ત્રણેયની પૂછપરછ કરતા ચલથાણ શુગર ફેકટરીની સામેથી યાર્ન ભરેલી ટ્રકની ચોરી કરી તમામ મુદ્દામાલ પીપોદરા જીઆઇડીસી વિસ્તારમાં પ્રફુલભાઇ અમૃતભાઇ પટેલ (ઠુંમર) (ઉ.વ. ૩૬, મૂળ રહે. ફુલવાડી સ્ટેશન રોડ, જેતપુર, જિ. રાજકોટ, હાલ રહે. મોદી મહોલ્લો, હરિદ્વાર એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૨૦૩, અશ્વિનીકુમાર રોડ, સુરત)ના ગોડાઉનમાં સંતાડી રાખેલો હોવાની કબુલાત કરી હતી. પોલીસે પ્રફુલ પટેલની અટક કરી ગોડાઉનની તલાશી લેતાં તેમાંથી ચલથાણથી ચોરેલી ટ્રકનું યાર્ન તથા પ્લાસ્ટીકના દાણાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૫ ટન પ્લાસ્ટીકના દાણા કિંમત રૃ. ૪,૦૦,૦૦૦ તથા યાર્નના બોરા નંગ - ૫૧ કિંમત રૃ. ૬,૪૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એલસીબીની બે ટીમે ચારેય શખ્સોની અલગ અલગ રાખી પ્રાથમિક પૂછપરછ કરતા તેમના અન્ય સાગરિતો સાથે અમદાવાદ શહેરના નારોલ, અસલાલી, સરખેજ, વટવા, ઇશનપુર તથા અમદાવાદ જિલ્લાના સરખેજ, અસલાલી પોલીસ મથક વિસ્તારના ટ્રાન્સપોર્ટ ગોડાઉનોમાં ૮ જગ્યાએથી એક કરોડથી વધુના માલસામાનની ચોરી કર્યાની સનસનીખેજ કબુલાત કરી છે. ઉપરાંત સુરત શહેરના હજીરા ખાતેથી સેલવાસના અંકિતા ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી પ્લાસ્ટીકના દાણાના જથ્થાની ચોરી કરી હતી. હાલમાં ચારેય શખ્સોની અટક કરી આગળની કાર્યવાહી પીઆઇ બી.એમ. દેસાઇ કરી રહ્યાં છે.

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved