Last Update : 16-June-2011, Thursday
 
શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસક્રમ શરૃ પણ ધો.૮નું ભણાવવા શિક્ષકો જ નથી..!!

સમિતિની શાળામાં શિક્ષકો બી.એ.બી.એડ. ન હોવાથી અનેક વિદ્યાર્થીઓએ શાળા છોડવી છે પણ એલ.સી. અપાતું નથી

સુરત - ધો. ૮ને પ્રાથમિક વિભાગમાં શરૃ કરવાની જાહેરાત રાજ્ય સરકારે મોટા ઉપાડે કરવામાં આવી હતી. આ જાહેરાતના પગલે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ૧૧૦ જેટલા ધો.૮ના વર્ગ શરૃ કરી દેવામાં આવ્યા છે. પરંતુ ધો.૮ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકે તેવા ક્વોલીફાઈડ (બી.એ.બી.એડ.) શિક્ષકોની નિમણુંક હજી સુધી રાજ્ય સરકારે કરી નથી. આટલું જ નહીં પરંતુ આ નિમણુંક ત્રણેક માસ સુધી ન થાય તેવી શક્યતા છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ અન્ય શાળામાં પ્રવેશ મેળવવા માટે ઈચ્છે છે. પરંતુ સમિતિ દ્વારા તેઓને એલ.સી. ન અપાતા હોવાની ફરિયાદ ઉઠી છે.

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાયર પ્રાઈમરી તરીકે ધો.૮નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૧૧૦ શાળામાં ધો. ૮ના વર્ગ શરૃ કરવાની જાહેરાત કરવામા આવી છે. અન્ય ભાષાઓને બાદ કરી માત્ર ગુજરાતી માધ્યમમાં ધો. ૮ સમિતિની શાળામાં શરૃ કરવામાં આવ્યો છે. જેમાં આશરે ૧૪ હજાર જેટલા બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગત સોમવારથી નવું સત્ર શરૃ થતાં ધો. ૮ના ૧૧૦ વર્ગ શરૃ કરી દેવામાં આવ્યા છે. સરકારના નિયમ પ્રમાણે ધો. ૮નો અભ્યાસક્રમ બી.એ.બી.એડ. હોય તેવા શિક્ષકો જ કરાવી શકે છે. નવું શૈક્ષણિક સત્ર શરૃ થયુંને આજે ત્રણ દિવસ થઈ ગયાં છે. પરંતુ હજી સુધી રાજ્ય સરકારે ધો. ૮ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકે તેવા બી.એ.બી.એડના શિક્ષકોની નિમણુંક કરી નથી.

જેના કારણે શિક્ષણ સમિતિ દ્વારા ધો.૮ના વર્ગમાં પી.ટી.સી. શિક્ષકો કે જેઓ ધો. ૭ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીશકે છે. આવા શિક્ષકોને હાલાં વૈકલ્પીક વ્યવસ્થા તરીકે ધો.૮ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે મુક્યા છે.

રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ધો.૮નો અભ્યાસક્રમ બી.એ.બી.એડ.ના શિક્ષકો જ કરાવી શકે છે. પરંતુ સમિતિની શાળામાં ધો.૮નો અભ્યાસક્રમ પી.ટી.સી. શિક્ષકો ચલાવે છે તેથી અનેક વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં કે જ્યાં બી.એ.બી.એડ. શિક્ષકો ધો.૮નો અભ્યાસક્રમ ચલાવે છે ત્યાં શિક્ષણ મેળવવાનું નક્કી કર્યું છે. પરંતુ શિક્ષણ સમિતિ દ્વારા આવા વિદ્યાર્થીઓને એલ.સી. ન આપાતા હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ધો. ૮ માટે બી.એ.બી.એડ શિક્ષકોની ભરતી રાજ્ય સરકાર કરવા ઈચ્છે તો પણ ઓગષ્ટ-સપ્ટેમ્બર સુધી કરી શકે તેમ નથી. જેના કારણે સમિતિની શાળામાં ધો.૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મુકાય તેવી ભીતી વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકારે મોટા ઉપાડે ધો.૮ને પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ ધો. ૮ના વિદ્યાર્થીઓને સારૃ શિક્ષણ મળે તે માટે બી.એ.બી.એડ. શિક્ષકોની નિમણુંક કરવાનું જ ભુલી ગઈ છે. જેના કારણે સમિતિની શાળામાં ધો.૮માં પ્રવેશ મેળવી અભ્યાસ કરતાં બાળકોની હાલત કફોડી થઈ ગઈ છે.

 

 
 
 
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved