Last Update : 16-June-2011, Thursday
 
આદિપુર રેલવે સ્ટેશને નથી વેઇટીંગ રૃમ કે નથી પાર્કિંગ કે પીવાના પાણીની વ્યવસ્થા
 
આદિપુર, તા. ૧૫
આદિપુર રેલવે સ્ટેશને લાંબા સમયથી અનેક અસુવિધાઓથી પ્રવાસીઓ હાલાકી અનુભવી રહ્યા છે. રેલવે સ્ટેશને વેઇટીંગ રૃમ, પાર્કિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, કેન્ટીનની સુવિધા જ નથી. વળી ટિકિટ બારી પણ ૩ કલાક જ ખુલ્લી રહેતાં મુસાફરોને મુશ્કેલી પડે છે. પ્લેટફોર્મ ઉપર શેડની લંબાઇ પણ ઓછી હોઇ લોકોને ખુલ્લામાં ઉભું રહેવું પડે છે. આ તમામ પ્રશ્નો અંગે યોગ્ય કરવા રજૂઆત કરાઇ છે.
ટિકિટ બારી પણ ત્રણ જ કલાક ખુલ્લી રહેતાં મુશ્કેલી, પ્લેટફોર્મ ઉપરના શેડની લંબાઇ ઓછી, કેન્ટીનની સુવિધા પણ નથી
આદિપુરના માનવતા ગુ્રપ ચેરી. ટ્રસ્ટે ડિવિઝનલ રેલવે મેનેજરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે આદિપુર રેલવે સ્ટેશન પર હાલમાં કાર્યરત આરક્ષણ બારી અને તત્કાલ ટિકિટ બારી સવારે ૮ વાગ્યે ખોલવામાં આવે છે અને ૮-૨૫ મિનિટે કચ્છ એકસપ્રેસ ટ્રેન આવે છે ત્યારે રીઝર્વેશન કાઉન્ટર બંધ કરી સામાન્ય ટિકિટની બારી ખોલવામાં આવે છે જેનાથી તત્કાલ ટિકિટનો લાભ અહીંના સ્થાનિક લોકોને મળતો નથી અને કતારમાં ઉભેલા લોકોને આનાથી ખૂબ હાલાકી ભોગવવી પડે છે.
સવારે ૮ વાગ્યા પછી ખુલતી આરક્ષણ બારી સવારે ૧૧ વાગ્યે બંધ કરી દેવામાં આવે છે જેથી લોકોને નાછુટકે ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટીકીટ માટે જવાની જરૃર પડે છે. આ સમસ્યા નિવારવા રીઝર્વેશન બારી સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લી રહેવી જોઇએ.
હાલમાં રીઝર્વેશન અને સામાન્ય ટીકીટ એક જ બારી પર મળતી હોવાથી લાંબી લાઇન લાગતી હોય છે જેથી રીઝર્વેશન ટીકીટ માટે જુદી બારી ફાળવવી જરૃરી છે. રેલવે સ્ટેશન પર વેઇટીંગ રૃમનો અભાવ છે. રેલ્વે સ્ટેશનની બહાર પ્રવાસીઓને લેવા તેમજ મુકવા આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા જ નથી. પ્લેટફોર્મ ઉપર લાગેલ શેડની લંબાઇ ખૂબ જ સિમિત છે જેથી લોકોને તડકામાં ઉભું રહેવું પડે છે. આ શેડને કોચ-૧થી કોચ-૮ સુધીની લંબાઇમાં વધારો કરવાની જરૃર છે. સાથે સાથે હાલમાં પ્લેટફોર્મ પર ફલોરીંગ જ નથી, ફલોરીંગ પાકુ બનાવવું જરૃરી છે. બંને પ્લેટફોર્મ પર વેસ્ટર્ન સ્ટાઇલના ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવાની ખૂબ જ આવશ્યકતા છે.
હાલમાં આ સ્ટેશન પર કોઇપણ પ્રકારની કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ નથી સાથે સાથે શુદ્ધ પીવાના પાણીની પણ વ્યવસ્થાનો અભાવ હોઇ અહીં પ્રવાસીઓ માટે કેન્ટીન શરૃ કરવા અને શુદ્ધ પીવાના ઠંડા પાણી માટે વોટર કુલરની વ્યવસ્થા ગોઠવવાની ખાસ આવશ્યકતા છે.
ટ્રેન પ્લેટફોર્મ પર આવે છે ત્યારે પ્રવાસીઓને જે તે કોચને શોધવા અહીં-તહીં દોડવું પડે છે અને અહીં ટ્રેન અમુક સેકન્ડ સુધી જ ઉભી રહેતી હોવાથી પ્રવાસીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. આ હાલાકી દૂર કરવા સ્ટેશન પર 'ઇલેકટ્રોનિકસ કોચ ઇન્ડીકેશન બોર્ડ' સ્થાપિત કરવાની ખાસ જરૃર છે જેથી પ્રવાસીઓને ઇન્ડીકેશન બોર્ડ પરથી કોચની માહિતી સરળતાથી મળી શકે.
આદિપુર રેલવે સ્ટેશનના સામેના પરા વિસ્તારમાં પણ અનેક સોસાયટીઓનું નિર્માણ થવાથી વસ્તીનો ખૂબ જ મોટો ભાગ ત્યાં સ્થાયી થયો છે અને એ વિસ્તારના અનેક લોકો અને વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશનની પટડીઓ પસાર કરી અવરજવર કરે છે. હાલમાં ટ્રેનની સાથે સાથે માલગાડીઓની અવરજવર પણ વિશેષ રહેતી હોવાથી સ્થાનિક લોકો નિર્ભય રીતે પટડી ક્રોસ કરી સોસાયટીમાં અવરજવર કરી શકે તે માટે રેલવે સ્ટેશન પર ઓવરબ્રીજ બનાવવાની પણ ખાસ જરૃર છે.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved