Last Update : 16-June-2011, Thursday
 
પોરબંદરમાં સફાઈ કામદારોના આરોગ્ય પ્રત્યે ઉદાસીનતા
 
પોરબંદર, તા.૧૫
વિશ્વ આખામાં સ્વચ્છતાના પાઠ ભણાવીને સૌ કોઈને પોતાના માર્ગે આપોઆપ ચાલવા મજબુર કરનાર અહિંસાના પુજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સફાઈ કામદારો અત્યંત વહાલા હતા પરંતુ એ જ ગાંધીજીની જન્મભૂમિની વ્યવસ્થિત રીતે સાફસફાઈ કરતા સફાઈ કર્મચારીઓના, આરોગ્ય પ્રત્યે પોરબંદરના શહેરીજનો સહિત સામાજિક સંસ્થાઓ પણ ઉદાસીન હોય આશ્ચર્ય સર્જાયું છે.
સરકારી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ અનેકવિધ કેમ્પો યોજે પણ સફાઈ કામદારો માટે કોઈ કેમ્પ નહીં
એક બાજુ પોરબંદરની ૧૨૫ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ વર્ષના ૩૬૫ દિવસ જાત જાતના કેમ્પો યોજીને માનવતાના મહાયજ્ઞાને પ્રજવલિત કરે છે. ખાસ કરીને આરોગ્ય કેમ્પ, રક્તદાન કેમ્પ, નેત્રયજ્ઞા, દંતયજ્ઞા જેવી પ્રવૃતિઓથી બારેમાસ પોરબંદર ધમધમતુ રહે છે. પરંતુ બીજી બાજુ પોરબંદર શહેરની નિષ્ઠાપૂર્વક સાફસફાઈ કરતા ૪૫૦ જેટલા સફાઈ કામદારોના આરોગ્ય માટે ખાસ પ્રકારનો કેમ્પ યોજ્યો હોય તેવું પોરબંદરના ઈતિહાસમાં હજુ સુધી બન્યું નથી. વાલ્મિકી સમાજના આ સફાઈ કામદારો ઉંડી ગટરોમાં ઉતરીને મેલુ ઉપાડતા હોય છે. તો શહેરની ખદબદતી ગંદકીને દૂર કરતા હોય છે. આ સફાઈ કામદારો જ્યાં રહે છે એ વિસ્તાર ભારે ગંદકીથી ખદબદી રહ્યો છે અને સફાઈ કામ કરતા કામદારો નિયમિત રીતે ગંદકી સાથે જ કામ કરતા હોવાથી અનેક કામદારોને ચામડીના રોગો લાગુ પડી જાય છે. એટલું જ નહીં, પરંતુ દમ અને શ્વાસ (અસ્થમા) તથા કિડનીના રોગો સફાઈ કામદારોમાં માલુમ પડયા છે. આમ છતાં પણ ખાસ સફાઈ કામદારો માટે જ કોઈ આરોગ્ય માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હોય તેવું બનતું નથી.
મોટાભાગના સફાઈ કામદારો ગરીબ અને દારૃણ પરિસ્થિતિમાં જીવન ગુજારતા હોવાથી માત્ર આરોગ્ય કેમ્પ યોજવાને બદલે જો તેમને વિનામૂલ્યે તમામ પ્રકારના મેડીકલ ચેકઅપ ઉપરાંત દવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે તો હજારો જરૃરીયાતમંદોના અંતરના આશિષ આયોજકો મેળવી શકે તેમ છે. પોરબંદરની સામાજિક સેવાભાવી સંસ્થાઓએ આ અંગે ખાસ ગંભીરતાથી નોંધ લેવી જરૃરી બની છે.

 

 
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved