Last Update : 16-June-2011, Thursday
 
મહેસાણા પંથકના ટયુબવેલોમાં પાણીનો આવરો ઘટતાં ખેડૂતોમાં ખેંચમતાણ
કપાસના વાવેતરની શરૃઆતમાં જ કપરી પરિસ્થિતિઃ વરસાદ પર સઘળો આધારઃ જગતનો તાત ચિંતિત
મહેસાણા,તા.૧૫
મહેસાણા પંથક સહિત સમગ્ર ઉ.ગુજરાતમાં રોકડીયા પાક કપાસની વાવેતરની સિઝન પુરજોશમાં શરૃ થઈ ગઈ છે. જયારે હાલ ગરમી પણ ચરમસીમાએ છે. તેવામાં પંથકમાં ટયુબવેલોમાં પાણીનો આવરો પણ ઘટી જતાં ખેડૂતોમાં સિંચાઈના પાણી માટે થઈ ભારે ખેંચમતાણ સર્જાઈ છે. જેથી હવે ઝટ મેહુલીયો ગર્જી અનરાધાર વરસે તેવી આશ સાથે ખેડૂતો અધીરા બન્યા છે.
ઉત્તર ગુજરાત પંથકમાં ગત વર્ષે ૨.૬૫ લાખ હેકટર ઉપરાંતની જમીનમાં કપાસનુ વાવેતર થયુ હતુ અને તેના પોષણક્ષમ ભાવો પણ પ્રાપ્ત થયા હતા. જયારે ચાલુ વર્ષે પણ સારા ભાવ મળી રહેવાની આશાએ ખેડૂતોએ ભારે ઉત્સાહ સાથે ફરી કપાસના વાવેતરની સીઝન શરૃ થતાં જ તેના વાવેતરમાં જોતરાયા છે.
જો કે પંથકનો એકમાત્ર સિંચાઈ સ્ત્રોત ગણાતા ટયુબવેલોમાં ચાલુ વર્ષની કપાસની સિઝન દરમિયાન પાણીનો આવરો ઘટતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી પૂવર્તી છે. આમ પાણીની તંગીની સાથો સાથ ગરમીનો પારો પણ સતત ઉંચો રહેતાં બિયારણ, ખેડ તેમજ ખાતર સહિતનો ખર્ચ એને જવાની ચિંતા ખેડૂત વર્ગને કોરી ખાય છે. અને આઠ કલાકની વીજળીમાં ટયુબવેલો સિંચાઈ માટે પણ પહોંચીન વળતાં હાલ ખેડૂતોમાં પાણી માટે ટયુબવેલો પર ભારે ખેંચમતાણ સર્જાઈ છે.
પંથકમાં કપાસનુ મોટા ભાગનુ વાવેતર હજુ બાકી છે. ખેડૂતોના મત મુજબ દર વર્ષે ઉનાળાના આ આખરી મહિનાઓ અને સિઝન દરમિયાન ટયુબવેલો પર આવી કપરી પરિસ્થિતિ જ હોય છે. પણ ચાલુ વર્ષે કપાસ પાકનુ વાવેતર વધવાના સંકેતોને લઈઆ સમસ્યા વધુ વિકટ બની છે. જયારે પાણીનો આવરો પણ ઘટતાં ટયુબવેલો પણ પાણી પહોંચાડવામાં ઉણા ઉતરે છે. જેથી જલદીથી મેઘરાજાની પધરામણી થાય તેવુ ખેડૂતવર્ગ ઈચ્છી રહયો છે.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved