Last Update : 16-June-2011, Thursday
 

વડગામ જનસેવા કેન્દ્રમાં જનતા પાણી વિના તરસી

 
વડગામ, તા.૧૫
સરકાર દ્વારા લાખો રૃપિયા ખર્ચીને વિવિધ યોજનાઓ બનાવવામાં આવે છે. વિવિધ યોજનાઓની સાથે સાથે લોકોને ઝડપી અને સરળ કામ થાય તેવા હેતું માટે અનેક કચેરીઓનું વિભાજન કરવામાં આવે છે. આ વિભાજન કરેલી કચેરીઓ માટે સરકાર લાખો રૃપિયા ખર્ચીને મોટા વૈભવી ઠાઠ સાથે મોટા સંકુલો બનાવાય છે. પણ આયોેજનના અભાવે આ લાખો રૃપિયા ખર્ચવા છતાં અને વૈભવી ઠાઠથી સંકુલનોબનાવવા છતાં લોકોની સમસ્યાઓ યથાવતજ રહેતી હોય છે. જેના કારણે લાખો રૃપિયાઓ ખર્ચવા છતાં નામોશી કો સરકારનીજ થતી રહે છે.
વૈભવી સંકુલ બનાવ્યું પણ પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી ઃ ફરજ પરના કર્મચારીઓને પણ મામલતદાર કચેરીમાં જવુ પડે છે
વડગામ તાલુકાને એ.ટી.વી.ટી. વાઈબ્રન્ટ ધબકતો તાલુકો બનાવાયો છે. આ ધબકતા તાલુકા મથકે લોકોને ઉપયોગી થાય અને ઝડપી અનેસરળ લોકોને તકલીફ ન પડે તે માટે ૬૬ લાખ રૃપિયાના ખર્ચે વડગામમાં જનસેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેના કમ્પ્યુટર સાથે ઓનલાઈન સેવા બનાવવામાં આવી છે જેના કારણે વડગામ પંથકના અકસો દશ ગામડાઓના લોકોને વિવિધ પ્રકારના દાખલાઓ તેમજ ખેડૂતોને ઉતારા મેળવવામાં ઝડપી અને સરળતા પ્રાપ્ત થઈ છે. પણ જનસેવા કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. લાખો રૃપિયા ખર્ચવા છતાં જનસેવા કેન્દ્રમાં પીવાના પાણીની કોઈજ વ્યવસ્થા નથી જેના કારણે સવારથી સાંજ સુધી લોકોની ભરચક રહેતા જનસેવા કેન્દ્રમાં લોકોને તકલીફો વેઠવી પડે છે. સાથે સાથે જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ હાડમારી સાથે અરજદારોના કડવા વેણ સાંભળવા પડે છે. કેટલાક અરજદારો પાણી પીવા માટે જનસેવા કેન્દ્રમાં ફાંફા મારીને ના છુટકે કર્મચારીઓ પુછતા હોય છે કે પાણી પીવા માટે ત્યારે જનસેવા કેન્દ્રમાંફરજ બજાવતા કર્મચારીઓને કામ કરતા કરતા ના છુટકે હાથ લાંબો કરીને મામલતદાર કચેરી બતાવવાની ફરજ પડે છે. ત્યારે તો કેટલાક લોકોતો કર્મચારીઓને પણ વગર વાંકે સંભળાવી દે છે અને કહે છે કે સરકાર દ્વારા લાખો રૃપિયાનો ખર્ચ કરીને આટલું મોટુ વૈભવી ઠાઠથી સંકુલન બનાવીને જનસેવા જેવું પ્યારૃં નામ આપવામાં આવ્યું છે. અને પાણી પીવા માટેની કોઈજ વ્યવસ્થા નથી તે કેટલી મોટી નામોસી છે. અરજદારો માટેજ નહી પણ જનસેવા કેન્દ્રમાંફરજ બજાવતા કર્મચારીઓને પણ પાણી પીવું હોય તો કામ મુકીને ના છુટકે મામલતદાર કચેરીએ જઈને પાણી પીવુ પડે છે.ત્યો તંત્રના જવાબદાર અધિકારીઓએ આ પીવાના પાણીની સમસ્યાને ધ્યાને લઈને તાત્કાલિકના ધોરણે વધુ નામોસી થાય તે પહેલા પીવા માટેના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવું જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારો ઈચ્છી રહ્યા છે.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved