Last Update : 16-June-2011, Thursday
 
ઠાસરા તાલુકાના આગરવામાં પાણી અને રસ્તાની સુવિધા નથી
 
નડિયાદ, તા.૧૫
ઠાસરા તાલુકાના આગરવા ગામને જોડતો પાકો રસ્તો તથા પીવાના પાણી જેવી ્પ્રાથમીક સુવિધાઓના અભાવે ગ્રામજનો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આગરવા ઉપરાંત તેને જોડતા આઠ જેટલા પરા વિસ્તારના ગ્રામજનોને પણ આ સમસ્યા સતાવે છે.ગામના ડિસ્કો માર્ગને કારણે પ્રસુતિવાળી ઘણી મહિલાઓને તો ડાકોર દવાખાને લઈ જતી વખતે રસ્તામાં જ ડિલીવરી થઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે ઠાસરાના ધારાસભ્ય સહિત સંબંધિત સતાવાળાઓ સમક્ષ રજૂઆત કરવા છતાં તેનું પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે.
૮,૫૦૦ની વસતિ ધરાવતા આ ગામ સાથે તંત્રનો અન્યાયપૂર્ણ વ્યવહાર
આગરવા ગ્રામ પંચાયત તથા જાગુત નાગરિકોના જણાવ્ય મુજબ આશરે ૮૫૦૦ની વસતિ ધરાવતા આ ગામમાં રેલ્વે ફાટકથી ગામને જોડતો રસ્તો છેલ્લા ૧૨વર્ષથી ભંગાર હાલતમાં છે. આ માર્ગ પર ઠેર ઠેર બે ફૂટના ખાડા પડી ગયા છે. વાંકાચુંકા એવા આ માર્ગના બંને બાજુ ઝાડની ડાળીઓ તથા નકામી વનસ્પતિ ઉગી નીકળી છે. આથી વાહનો એકદમ નજીક આવે ત્યાં સુધી દેખાતા ન હોવાથી અકસ્માત થવાનો સંભવ રહેલો છે. ખાસ કરીને તો રસ્તાની બિસ્માર હાલતના કારણે પ્રસૂતિનોના સમયે મહિલાઓને દવાખાને લઈ જતી વખતે ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ ડિસ્કો માગના કારણે ક્યારેક ઘણી સ્ત્રીઓને દવાખાને લઈ જતાં પહેલાં રસ્તામાં જ ડિલીવરી થઈ જવાના બનાવો બન્યા છેે.આ સ્થિતિમાં ક્યારે કોઈ મહિલાને તથા તેના તાજા જન્મનાર બાળકો રસ્તામાં જ દમ તોડવો પડે તેવો ભય રહેલો છે. આગરવાગ્રામ પંચાયતની હદમાં આઠ જેટલાં પરાં વિસ્તારો પણ આવેલા છે. જેમાં આગરવામની મુવાડી, કનેરી, ડુંગીરી મુવાડી, જોરાબંધ નહેર વિસ્તાર, લક્ષ્મીપુરી, આગરવાપુરા, દેેેચરીયા તથા નાઠીપુરાનો સમાવેશ થાય છે. જેેમા આ ગામ તથા આસપાસના આ પરાં વિસ્તારના ગ્રામજનો ને પીવાના પાણીનો યક્ષ પ્રશ્નપણ સતાવે છે.
ઉચાણવાળા વિસ્તારોમાં પાણી મળતું ન હોવાની ફરિયાદ વ્યાપક બની છે. આથી અહીના ગ્રામજનોને બે કિલોમીટર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે. આગરવા અને તેની આજુબાજુના ગ્રામજનોને સતાવતી પાયાની આ સમસ્યા નિવારણ માટે આ વિસ્તારના ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના લાગતા વળગતા સતાવાળાઓ સમક્ષ રજુઆતો કરી તેનો ઉકેલ લાવવા માટે માગણી કરવામાં આવી છે. આામ છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સતાવાળાઓની આવી લાપરવાહીના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ પ્રવતે છે.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved