Last Update : 16-June-2011, Thursday
 
સિંચાઈના પ્રશ્ને લીંગડા પાસે ખેડૂતોના ઉપવાસ આંદોલન શરૃ
 
આણંદ,તા.૧૫
ઉમરેઠ તાલુકા કોંગ્રેસ દ્વારા સિંચાઈના પ્રશ્ને આજથી લીંગડા પાસે ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ આંદોલનને પંથકના ખેડૂતો દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
નહેરોમાં પાણી ન છોડાતા પાક સૂકાય છે છતાં તંત્રએ દરકાર ન કરતાં આંદોલન
નહેરોમાં પાણી છોડવા માટે સરકારમાં અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. છતાં પરિણામ શૂન્ય રહેતા કોંગ્રેસના ધારાસભ્ય સહિત પદાધિકારીઓ, કાર્યકરો અને ખેડૂતોએ આજે ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. એક ખેડૂતે આમરણાંત ઉપવાસનો પ્રારંભ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય સહિતના કાર્યકરોએ આજે પ્રતિક ઉપવાસ કર્યા હતા. જેને લઈ સરકારી તંત્રમાં હલચલ મચી જવા પામી છે.
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નહેરોમાં પાણી છોડવામાં આવતુ ન હોઈ ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે અને ખેડૂતોનો મહામૂલો ઉભો પાક સુકાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ચરોતર પંથકમાં આશરે એક લાખ હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર થાય છે. ૧૫ જૂનથી ધરૃવાડીયા માટે સિંચાઈના પાણી મળે તો જ જુલાઈમાં ડાંગરનો પાક વાવી શકાય તેમ છે. જો કે નહેરોમાં પાણી છોડવામાં ન આવતા ચિંતાતુર બનેલા ઉમરેઠ તાલુકાના ખેડૂતોએ સિંચાઈના પ્રશ્ને સરકારમાં વારંવાર રજુઆત કરીને આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે મહી નદીના પાણી નહેરમાં છોડવામાં આવે તો ધરૃવાડીયા તૈયાર કરી શકાય. પરંતુ તંત્ર દ્વારા ખેડૂતોની આ માંગણી પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. અનેક રજુઆતોના અંતે ખેડૂતોનો પ્રશ્ન અધ્ધરતાલ લટકતો રહેતા ઉમરેઠ તાલુકાના વિરોધ પક્ષના નેતા રોહિતભાઈ પટેલ દ્વારા આજથી ઉમરેઠ તાલુકાની લીંગડા ચોકડી પાસે આમરણાંત ઉપવાસ શરૃ કરવામાં આવ્યો છે. જેમાં આજે ઉમરેઠના ધારાસભ્ય લાલસિંહ વડોદીયા, માજી ધારાસભ્ય સુભાષભાઈ શેલત સહિત કોંગ્રેસ આગેવાનો સહિત કાર્યકરો વગેરે આજે પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved