Last Update : 16-June-2011, Thursday
 
ગુજરાતમાં એમબીએના સિલેબસ અને માળખાંમાં ધરખમ ફેરફારો

 

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
ગુજરાતની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન મેનેજમેન્ટ કોલેજના એમબીએના સિલેબસમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને હવે વધુ સ્પેશ્યલાઇઝેશનના ઉમેરા સાથે ચોઇસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમમાં વધુ સ્પેશ્યલાઇઝેશનનો લાભ મળશે. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ઉપરાંત, અંગ્રેજી, આઇટી જેવી સ્કીલ્સ કેળવવા માટે ફીનીશીંગ સ્કુલની પણ તક પ્રાપ્ત થશે. આ ફેરફારો હાલ શરૃ થઇ રહેલાં શૈક્ષણિક વર્ષથી જ અમલમાં આવી જશે.
ચોઇસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમમાં વધુ સ્પેશ્યલાઇઝેશન, ફીનીશીંગ સ્કુલનો ઉમેરો ઃ નવા શરૃ થયેલાં શૈક્ષણિક વર્ષથી જ અમલ
ગુજરાતમાં કુલ ૧૧૪ કોલેજોમાં આશરે ૧૨ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એમબીએની ડિમાન્ડ વધતી જાય છે પરંતુ, છેલ્લા કેટલાંય વર્ષોથી એમબીએનું શિક્ષણ પણ બીબાંઢાળ બની ગયું છે. દેશ દુનિયાના અર્થતંત્રમાં ક્રાંતિકારી ઝડપે પરિવર્તનો આવી રહ્યાં છે પણ, એમબીએના સિલેબસમાં છેલ્લા ત્રણ દાયકામાં ખાસ કોઇ ફેરફાર થયા નથી.
જીટીયુના વાઇસ ચાન્સેલર ડૉ. અક્ષય અગ્રવાલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે એમબીએ કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને ગુજરાતના વિદ્યાર્થીઓને દેશમાં તથા દેશ બહાર વધુ સારી તકો મળે તે માટે એમબીએના સિલેબસને તથા સમગ્ર માળખાંને અદ્યતન બનાવવું જરૃરી બન્યું હતું. આ માટે ૨૫ શિક્ષણવિદ્દો તથા ઉધોગ નિષ્ણાતોનું એક જૂથ રચવામાં આવ્યું હતું. આ જૂથ દ્વારા છેલ્લા એક વર્ષની સઘન મહેનત બાદ નવો સિલેબસ અને માળખું તૈયાર કરાયાં છે જે નવાં ચાલુ થઇ રહેલાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૧૨થી જ અમલમાં આવી જશે. ૨૦૧૦-૧૨ની બેચમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ પણ તેમનાં ફાઇનલ યરમાં આ નવાં સિલેબસ અને નવાં માળખાં પ્રમાણે અભ્યાસ કરવાનો રહેશે.
નવાં માળખાંમાં એમબીએના વિદ્યાર્થીઓને ચોઇસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમનો વધુ સારો લાભ મળશે. તેમણે કુલ ૯૬ ક્રેડિટ મેળવવાની રહેશે. નવાં પાંચ સ્પેશ્યલાઇઝેશન મળશે. વિદ્યાર્થીઓ તેમની રુચિ અને સ્થાનિક તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ તેમજ પ્રવાહોને ધ્યાનમાં રાખીને મનપસંદ ઇલેક્ટિવ પસંદ કરી શકશે. વિદ્યાર્થીઓએ હાલના ૨૦ ટકા પ્રેક્ટિકલ મોડયુલ તથા દરેક વિષયમાં ગ્રાન્ડ સેમિનાર ઉપરાંત ત્રણ સઘન પ્રોજેક્ટ રિપોર્ટ પણ બનાવવાના રહેશે. આ ત્રણ પ્રોજેક્ટ રિપોર્ટમાં સમર ઇન્ટરન્શીપ રીપોર્ટ, ગ્લોબલ/ કન્ટ્રી સ્ટડી રીપોર્ટ અને કોમ્પ્રીહેન્સીવ પ્રોજેક્ટ રીપોર્ટનો સમાવેશ થાય છે.
આ નવું માળખું ઘડનારી ટીમનું નેતૃત્વ કરનારા વડોદરાના મેનેજમેન્ટના પ્રાધ્યાપક ડૌ. રાજેશ ખજુરીયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને ગુજરાતી માધ્યમની કોલેજોમાંથી સ્નાતક થયા બાદ એમબીએનો અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઆનું અંગ્રેજી કાચું રહી જાય છે. આથી, તેમને એમબીએની ડિગ્રી હોવા છતાં નોકરી મેળવવામાં તકલીફ પડે છે. ભાષા ઉપરાંત અન્ય સ્કીલ્સ માટે નવા માળખાં મુજબ વિદ્યાર્થીઓને ખાસ ફીનીશીંગ સ્કુલની તક અપાશે. તેમાં જુદા જુદા ફાઉન્ડેશન કોર્સ હશે. વિદ્યાર્થીઓએ તેમાં ઓછામાં ઓછી નવ ક્રેડિટ મેળવવાની રહેશે. તેમાં ખાસ કરીને અંગ્રેજી તથા વિદેશી ભાષાઓ શિખવવા માટે દરેક મેનેજમેન્ટ કોલેજમાં કોમ્યુનિકેશન લેબ સ્થાપવા સૂચવાયું ં છે.

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved