Last Update : 16-June-2011, Thursday
 
૪૫ ટકાથી નીચે વાળાને એડમિશન મુદ્દે આંદોલન તોફાની બન્યું
કોમર્સ ફેકલ્ટીમાં ધમાલ ઃ ડીનની કેબિનમાં ખુરશીઓ ઉછાળી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં ૪૫ ટકાથી ઓછા માર્કસવાળા વિદ્યાર્થીઓને એફ.વાય.માં પ્રવેશ નહી આપવાના કારણે શરુ થયેલુ આંદોલન આજે તોફાની બન્યુ હતુ.રોષે ભરાયેલા વિદ્યાર્થી સંગઠનોએ આજે ડીનની ઓફીસમાં ઘુસી જઈને ખુરશીઓ ઉછાળી હતી અને પ્રવેશ ફોર્મની હોળી કરી હતી.બીજી તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓનુ સમર્થન મેળવવા માટે સહીઝુંબેશ પણ કરવામાં આવી હતી.
હંગામી અધ્યાપકના ઇન્ટરવ્યુ આપવા આવેેલા ઉમેદવારો અવાક ઃ પ્રવેશ પ્રક્રિયા પણ થોડી વાર ઠપ્પ
કોમર્સમાં ૪૫ ટકાથી ઓછા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી આપવાના સત્તાધીશોના નિર્ણયનો છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થી સંગઠનો આજે તોફાની બન્યા હતા.
આજે કોમર્સમાં હંગામી પ્રાધ્યાપકોની નિમણૂંક માટેના ઈન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા ત્યારે આંદોલનકારી વિદ્યાર્થીઓ સીધા ડીનની ઓફીસમાં ઘુસી ગયા હતા.વિદ્યાર્થીઓની બૂમાબૂમ અને સુત્રોચ્ચારોના પગલે તોફીની દ્રશ્યો સર્જાયા હતા.વિદ્યાર્થીઓએ ખુરશીઓ ઉછાળી હતી અને હોહા કરી મુકી હતી.
ચાલુ ઈન્ટરવ્યૂ ડીન અને અન્ય પ્રાધ્યાપકો સાથે વિદ્યાર્થીઓની તડાફડી,બૂમાબૂમ અને ખેંચતાણ જોઈને ઈન્ટરવ્યૂ આપવા માટે આવેલા ઉમેદવારો પણ સતબ્ધ થઈ ગયા હતા.એન.એસ.યુ.આઈ.ના આગેવાનો ધર્મેશ ચૌહાણ,હિતેન્દ્ર દેસાઈ,અભિષેક પંચાલ વગેરેને આટલાથી સંતોષ થયો ન હતો.આ વિદ્યાર્થીઓએ ડીનની ઓફીસની સામે જ પ્રવેશ ફોર્મની હોળી કરી હતી.બીજી તરફ માજી જી.એસ અને વી.પી. ઋત્વીજ જોષીએ પણ ડીન સમક્ષ ૪૫ ટકાથી ઓછા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ઉગ્ર રજુઆતો કરી હતી.હેપી ક્લબના વિદ્યાર્થીઓ નિશાંત,હાર્દિક વગેરેએ ફી ભરવા માટે આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓનુ સમર્થન મેળવવા માટે કોમર્સ ફેકલ્ટી ખાતે સહી ઝુંબેશ હાથ ધરી હતી.
વિદ્યાર્થીઓની આ ધાંધલ ધમાલ દરમ્યાન થોડા સમય માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ફી ભરવાની કાર્યવાહી પણ ખોરવાઈ ગઈ હતી.કોમર્સ ફેકલ્ટીમાં હજી તો અભ્યાસ શરુ નહી કરનારા વિદ્યાર્થીઓને આંદોલનકારીઓએ કોમર્સમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળશે તેની ઝલક બતાવીદીધી હતી.
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved