.
Last Update : 16-June-2011, Thursday
 
ચાવડીગેટમાં થયેલ વૃધ્ધાની હત્યાની ભીતરી વિગતો ખુલ્લી
સાસુની હત્યા કરી જમાઇ તેના જ દિકરાને લાશ ફેંકવા સાથે લઇ ગયો હતો
ભાવનગર, બુધવાર
ભાવનગરમાં હત્યાનો સીલસીલો બરકરાર રહેતા ગત મધરાત્રીના જમ રૃપી જમાઇએ તેની સાસુની હત્યા કરી નાખી હતી એટલેથીજ વાત ન અટકાવી ક્રુરતા પૂર્વક સાસુની લાશને તેના ઘરે લઇ જઇ ટીવીના બોક્સમાં પ્લાસ્ટીક વડે વિટાળીને મુકી દઇ મૃતકના દિકરાને ટીવીની ડિલીવરી દેવાના બહાને સાથે લઇ તગડી નજીક ફેંકી આવ્યો હોવાની વિગતો ખુલવા પામી છે. સાસુની હત્યા કરી જમ જમાઇ નાસી છૂટયો હતો.
જમ બનેલા જમાઇએ હત્યા કરી સાસુની લાશને પોતના ઘરે ટીવીના બોક્સમાં ફીટ કરી હતી
ઘટનાની જાણવા મળતી ભીતરી વિગતો અનુસાર ગત રાત્રીના ૧૦-૩૦ કલાકનાં અરસા દરમ્યાન ચાવડીગેટ વિસ્તારમાં આવેલ રામાપીર બાપાના મંદિર પાસે રહેતા વૃધ્ધા કસ્તુરીબેન લાલજીભાઇ ચાવડા (ઉ.વ.૬૦) તેના એક માત્ર પુત્ર હરેશભાઇ સાથે રહેતા હતાં. ગત રાત્રીના હરેશભાઇ ઘરે ન હોય તે વેળાએ તેની દિકરી રંજનબેનનાં પતિ કરિયાણાની દુકાન ધરાવતો મોહિત પરમાર ચાવડીગેટ તેની સાસુ પાસે આવ્યો હતો અને પૈસા તેમજ ઘરેણાની માગણી કરી વૃધ્ધાની બોથડ પ્રદાર્થના ઘા મારી મોત નિપજાવીને ઘઉ ભરવાના ટીપમાં તેની લાશ નાખી રીક્ષામાં ઘરે લઇ ગયો હતો. બાદ તેનો રૃમ બંધ કરી લોહીના ડાઘા અને લોહીવાળુ ટીપ સાફ કરી તેની સાસુની લાશને પ્લાસ્ટીકની કોથળીઓ વડે પેક કરી ટીવીના બોક્સમાં ફીટ કરી દીધી હતી. તેની દુકાને કામ કરતા રીક્ષા ચાલક ખાલીદભાઇ ઇબ્રાહિમભાઇ પઠાણની રીક્ષામાં ટીવીની ડિલીવરી કરવા જવી છે તેમ કહી વૃધ્ધાની લાશને રીક્ષામાં મુકી તેના જ દિકરા હરેશભાઇને સાથે લઇ જઇ તગડી ગામ પાસે બોક્સ અવાવરૃ છોડી નાસી છૂટયો હતો.
ઘટના સંદર્ભે પી.એસ.આઇ. પરમારે વિગતો જણાવતા કહ્યું હતું કે, સાસુની કરપીણ હત્યા કરી ટીપમા નાખી ઘરે લઇ જઇ લોહીવાળુ ટીપ ધોઇ નાખ્યું હતું. બાદ તેની પત્ની રંજનબેને લોહીના ડાઘ જોતા તેણે મારી તબીયત સારી નથી લોહી ચડાવવા લાવ્યો હતો તે કોથળી તુટી ગઇ હતી તેમ કહેતા રંજનબેને ટીપ સાફ કરી નાખ્યું હતું અને વૃધ્ધાની લાશને બેવડ વાળી લોહી બહાર ન આવે તે માટે કોથળીમાં વીટાળી બોક્સમાં ફીટ કરી દીધી હતી. અને વૃધ્ધાના પુત્રને જ ફેંકવા માટે મોહિત સાથે લઇ ગયો હતો. બાદ મૃતક વૃધ્ધાનો પુત્ર હરેશભાઇ ઘરે પહોંચ્યો તે વેળાએ માતાને ન નિહાળતા હાફળો ફાફળો થઇ બહેનનાં ઘરે પહોંચ્યો હતો. ત્યા પણ ન મળી આવતા રંજનબેન સાથે ઘરે આવી ગયો હતો. રંજનબેને ઘરે પણ લોહીના ડાઘ નિહાળતા તેના પતિએ કઇક અજુગતુ કર્યું હોવાની શંકા જવા પામી હતી તે વેળાએ તેની પાડોશમાં રહેતા રીક્ષા ચાલક ખાલીદભાઇએ બોક્સ ફેંકાવવા ગયા હોવાની જાણ કરતા પોલીસને સાથે રાખી તગડી તપાસ કરતા વૃધ્ધાની લાશ મળી આવી હતી. સાસુની હત્યા કરી જમ બનેલ જમાઇ નાસી છૂટયો હતો. ઘટનાના પગલે ચાવડીગેટ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઇ જવા પામ્યા હતાં.
ઉક્ત ઘટના સંદર્ભે ફુલસર ખાતે રહેતા ભીમજીભાઇ ઉકાભાઇ ચાવડા (ઉ.વ.૫૨)એ ચિત્રા-સિદસર વચ્ચે આવેલ પાણીની ટાંકી પાસે રહેતો મોહિત પરમાર સામે ફરીયાદ નોંધાવતા એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી. ૩૦૨ તળે ગુન્હો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઇ. પરમારે હાથ ધરી છે.
 
 
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved