Last Update : 16-June-2011, Thursday
 
ભદ્ર કિલ્લાની ઐતિહાસિક ભૂમિનો ૩૩ કરોડના ખર્ચે વિકાસ કરાશે
વાહનની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાશે
અમદાવાદ, બુધવાર
અમદાવાદની ઐતિહાસિક ઓળખ સમા ભદ્રનો કિલ્લો, ભદ્રકાળી માતાજીના મંદિર સામેનો ચોક અને આસપાસના સંલગ્ન વિસ્તારનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારે જેએનએનયુઆરએમ પ્રોજેક્ટ હેઠળ રૃા. ૭૧ કરોડ ૩૯ લાખની જંગી રકમ મંજૂર કરી છે. આ રકમ પૈકી પ્રથમ તબક્કામાં 'ભદ્ર પ્લાઝા'નું ડેવલપમેન્ટ રૃા. ૩૨ કરોડ ૮૨ લાખના ખર્ચે કરવાનું આયોજન મ્યુનિ. કોર્પોરેશને હાથ ધર્યું છે અને આ માટેની ટેન્ડર પ્રક્રિયાને પણ આખરી ઓપ અપાઇ ગયો છે.
રિવરફ્રન્ટમાં હેરિટેજપાર્ક ઊભો કરાશે અને ત્યાંથી વૉકબ્રિજ દ્વારા ભદ્ર જવાશે ઃ લાલદરવાજા સ્ટેન્ડનું પુનઃનિર્માણ થશે
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભદ્ર પ્લાઝાની વિધિવત દરખાસ્ત મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મૂકી છે. જે અંગે આવતીકાલ ગુરૃવારે મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે તેમ જણાય છે.
ભદ્ર વિસ્તારના થનારા નવા ડેવલપમેન્ટની રૃપરેખા આપતા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, લાલદરવાજા નજીક રિવરફ્રન્ટમાં સ્વીમીંગ પૂલ બનાવવાનું આયોજન અગાઉથી નક્કી છે. તેની બાજુમાં હેરિટેજપાર્ક ઊભો કરવામાં આવશે. આ પાર્કની એક તરફ નદીનું વહેતું પાણી હશે અને તેની બીજી તરફ કિલ્લાની વર્ષો જૂની ઐતિહાસિક દિવાલ દેખાશે. ઐતિહાસિક બાંધકામને જરૃર હોય ત્યાં રિપેરીંગ કરીને જેમનું તેમ રાખવાનો નિર્ણય લીધો હોવાથી તેનું નામ હેરિટેજપાર્ક રાખવામાં આવ્યું છે. ઉપરાંત લોન, વૃક્ષો, ફુવારા વગેરે ઊભા કરવામાં આવશે. જ્યાં લોકો શાંતિથી નદીની ઠંડકમાં બેસી શકશે.
બીજી તરફ હેરિટેજપાર્કથી ભદ્રના કિલ્લા સુધીનો વૉકબ્રિજ બનાવવા આવશે. આ આખાય વિસ્તારને સંપૂર્ણપણે વાહનની અવરજવર વગરનો વ્હેકલફ્રી બનાવવામાં આવશે. ભદ્ર સામેના ચોકમાં હાલના રોડના સ્થાને સુંદર પથ્થરો લગાવવામાં આવશે. વચ્ચે ફુવારો તેમજ લેન્ડસ્કેપીંગ બનાવવામાં આવશે. હાલ જે પાથરણાં બજાર છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપીને દૂર કરવામાં આવશે, તેના સ્થાને હેન્ડીક્રાફટને લગતું નાનકડું અદ્યતન પાથરણાં બજાર ઊભું કરાશે.
ઉપરાંત આ વિસ્તારને વાહનફ્રી બનાવવાનો હોવાથી લોકો પોતાના વાહનને ક્યાં પાર્ક કરીને આ વિસ્તારમાં દાખલ થાય તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, એક અન્ય યોજના અન્વયે લાલદરવાજા ટર્મિનસનું સંપૂર્ણપણે પુનઃનિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી થશે. લાલદરવાજાનું હાલનું જે ટર્મિનલ છે તેની વિશાળ જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ વધુ વ્યવસ્થિત રીતે થાય તે માટે આયોજન હાથ ધરાયું છે અને તેની ડિઝાઇન પણ નવેસરથી તૈયાર કરવામાં આવી રહી છે. આમ રિવરફ્રન્ટથી ભદ્રચોક સુધીનો સમગ્ર વિસ્તાર, ઐતિહાસિક ઈમારતોને જેમની તેમ રાખીને નવા ક્લેવર ધરશે. આ માટે રૃા. ૩૨,૮૨,૦૦,૫૭૦ ટેન્ડર સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ આવ્યું છે અને પ્રોજેક્ટની સમય મર્યાદા ૧૨ મહિનાની નક્કી કરાઇ છે.

 

Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved