Last Update : 16-June-2011, Thursday
 

હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર

 

આ ફિલ્મ માટે નિતીન મનમોહન અને વિક્રમ ભટ્ટના જોડાણ વિરુધ બળાપો કાઢ્યો
મુંબઇ તા.૧૫
૨૦૦૩ની હિટ ફિલ્મ 'ભૂત'ના અધિકારો રામ ગોપાલ વર્મા પાસેથી ખરીદ્યા પછી નિતીન મનમોહન વિક્રમ ભટ્ટ સાથે એ ફિલ્મની સિક્વલ બનાવવાના હોવાની વાત સૌ જાણે છે. તાજેતરમાં રિલિઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ 'હૉન્ટેડ'ને મળેલી સફળતા પછી આ નિર્ણય લેવાયો હોવાની શક્યતા છે. 'રામુને આનો કોઇ વાંધો હોય એમ મને લાગતું નથી તેની પાસે ઘણું કામ છે. 'એમ વિક્રમે કહ્યું હોવા છતાં રામુ આ સમાચારથી નાખુશ છે.
રામુએ ટિવટ્ કર્યા પ્રમાણે, 'આ નવી હોરર ફિલ્મ બદલ હું ઘણો ઉત્સાહિત છું. ભૂ...શિર્ષક પર બનનારી મારી આ ફિલ્મ 'ભૂત-બે' હશે.'
પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યા પછી રામુએ આ ફિલ્મનું શિર્ષક 'ભૂ...' રાખવાનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, 'બાળપણમાં કોઇને ગભરાવતી વખતે મોમાં 'ભૂ...' શબ્દ જ આવે છે. આમ કહી રામ ગોપાલ વર્માએ તરત જ ટ્વિટ કર્યું હતું કે, 'બાળપણમાં આપણે 'ભૂ...' શબ્દ બોલીએ છીએ પરંતુ પુખ્ત વયના દર્શકો માટેની હોરર ફિલ્મમાં આ શબ્દ વપરાય છે ત્યારે તેનો અર્થ સમૂળગો બદલાઇ જાય છે.'
' 'રાત', 'ભૂત' અને 'ફૂંક' પછી ની મારી આ ફિલ્મ 'ભૂ...' આ બધાથી ચઢિયાતી હશે.
તેમની સાથેની ફિલ્મ પછી રામુ અને ફિલ્મના નિર્માતા નિતીન વચ્ચે મતભેદ થયો હતો. સૂત્રે જણાવ્યા પ્રમાણે, રામુને લાગે છે કે 'ભૂત-બે' બીજા દિગ્દર્શક સાથે બનાવીને નિતીન તેની સામે બદલો વાળવા માગે છે. આથી તેણે પોતે જ 'ભૂત'ની સિક્વલ બનાવવાનું નક્કી કર્યું હતું.
રામુએ કબુલ કર્યા પ્રમાણે, 'ભૂ...' 'ભૂત-બે'ની તેની પોતાની કલ્પના છે. 'જોઇએ આ ફિલ્મ બનાવતાં મને કોણ રોકે છે. આપણા દુશ્મનોને ડરાવવા માટે આપણે 'ભૂ...' શબ્દ વાપરીએ છીએ. અને મારી ફિલ્મ પર છાનામાના ફિલ્મ બનાવી રહેલા મારા દુશ્મનો સામે પણ મારે આમ જ કરવું છે. એમ તેણે કહ્યું હતું.
નિતીન મનમોહનની ફિલ્મમાં મૂળ ફિલ્મના કલાકારો અજય દેવગણ અને ઉર્મિલા માતોંડકર હશે જે માટે રામુ આ કલાકારો વિના ફિલ્મને આગળ લઇ જવા માગે છે જો કે હમણા રામ ગોપાલ વર્મા તેની ફિલ્મના કલાકારો વિશે મગનું નામ મરી પાડવા તૈયાર નથી પરંતુ સૂત્રે જણાવ્યા પ્રમાણે રામુની વર્તમાન ફેવરીટ અભિનેત્રી માહિગિલ ઉર્મિલાનું સ્થાન લે એવી શક્યતા છે. આ ઉપરાંત એકતા કપૂરની ફિલ્મ 'રાગિની એમએમએસ'નો મુખ્ય કલાકાર રાજકુમાર યાદવ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે એમ સંભળાય છે.
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved