Last Update : 16-June-2011, Thursday
 
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
 
વિશાલ ભારદ્વાજ અને રામ મિરચંદાની ઉપરાંત ટોચની એક ચેનલ હકો માટે યુધ્ધે ચઢી છે
મુંબઈ,તા.૧૫
વર્તમાન સમયમાં બોલીવૂડ સ્ટોક માર્કેટ બની ગયું હોય એમ લાગે છે. શેરની જગ્યાએ અહીં સારી વાર્તા અને સ્ક્રિનપ્લેનો સોદો થાય છે. મુંબઈની માફિયા રાણીઓ વિશે હુસૈન ઝૈદીએ લખેલી એક નવલકથાના હકો મેળવવા માટે વિશાલ ભારદ્વાજ અને રામ મિરચંદાની બોલી લગાવી રહ્યા છે. આ ઉપરાંત ટોચની એક ચેનલની હુસૈનના આ પુસ્તક પર ત્રીસીમાં રાચતી અભિનેત્રીઓ સાથે એક સિરિઝ બનાવવાની યોજના છે. આ દરેક અભિનેત્રી દરેક એપિસોડમાં કોઈ એક માફિયા ક્વિનનું પાત્ર ભજવશે.
આ અભિનેત્રીઓમાં મનીષા કોઈરાલા, રવીના ટંડન, જુહી ચાવલા અને મહિમા ચૌધરીનાં નામ ચર્ચાય છે. બાકીની અભિનેત્રીઓની શોધ જારી છે.
આ સમાચારને સમર્થન આપતાં હુસૈનઝૈદીએ કહ્યું હતું કે, ''હા, આ ચેનલે મારી સાથે ચર્ચા કરી હતી. તેમને એક એપિસોડની એક સિરિઝ બનાવવી છે. મેં એ માટે તેમને લીલી ઝંડી દેખાડી દીધી છે.''
આ સાથે ફિલ્મ અને ટીવી માધ્યમ વચ્ચેનું હુસૈનની નવલકથાના હકો મેળવવાનું યુધ્ધ વધુ તીવ્ર બન્યું છે. ચેનલને નવલકથાની બધી જ (તેર) માફિયા રાણીઓ પર સિરિયલ બનાવવી છે. અને આમાંની એક વાર્તાનું હુસૈને વિશાલને વચન આપ્યું છે અને હવે બાજુ પર રાખવાની છે.
ઈરોઝ ઈન્ટરનેશનલ હુસૈનની નવલકથાના એક પ્રકરણ પર ફિલ્મ બનાવવા માગે છે જેનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા સંભાળશે. આ સમાચારને સમર્થન આપતાં ઈરોઝના રામ મિરચંદાનીએ કહ્યું હતું કે, હા, અમારી ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયાને સોંપાયું છે. અમારી તેની સાથે ચર્ચા ચાલે છે. અમે 'માફિયા કિવન્સ ઓફ મુંબઈ'ની એક વાર્તા પસંદ કરી છે અને તે અપૂર્વ દિગ્દર્શિત કરે એવી અમારી ઈચ્છા છે. આ પુસ્તકમાં વિશાલને રસ છે એ અમને ખબર છે પરંતુ અમને બીજા જ પ્રકરણમાં રસ છે.
ઝૈદીએ જણાવ્યા પ્રમાણે, ''મારી નવલકથાની મહિલા ગેન્ગસ્ટરો લોકોનું ધ્યાન ખેંચી શકે છે એ વાતની મને ખુશી છે. સિનેમા અને ટેલિવિઝન મિડિયા બંનેને સંતોષ થાય એ વાતનો અમે ખ્યાલ રાખીશું.''
Share |
  More News
હુસૈન ઝૈદીની નવલકથાની મહિલા ગેન્ગસ્ટરોમાં ફિલ્મ-ટીવી સર્જકોને રસ પડયો
હિટ ફિલ્મ 'ભૂત'ની સિકવલ પોતે જ બનાવશે એવો રામગોપાલ વર્માનો હુંકાર
યશ રાજની ફિલ્મને પ્રાધાન્ય આપી સલમાને સાજિદની ફિલ્મ રખડાવી
હેમા માલિની પોતાની ફિલ્મનું મ્યુઝિક સલમાન પાસે લૉન્ચ કરાવશે
પ્રોસ્થેટિક મેકઅપથી થતી તકલીફ નિવારવા સંજય દત્તે માથાના વાળ કપાવ્યા
એશિયન યુનિવર્સિટીઓની રેન્કિંગમાં પણ ભારતની યુનિવર્સિટીઓ પાછળ
મુખ્ય પ્રધાને પત્રકારો રક્ષણ આપતા કાયદાનો મુસદ્દો કેન્દ્રમાં વિચારણા માટે રજૂ કર્યો
સીબીઆઇ દ્વારા તપાસની માગણી સાથે પત્રકારોના ઉપવાસ અને હાઇકોર્ટમાં ધા
દુભાષિયો પહોંચ્યો નહિ અને સોમાલી અધિકારી ચાંચિયાઓને મળી ચાલ્યાં ગયા
  More News
ભારતને આજે આખરી વન ડેમાં ફાસ્ટ બોલરો માટેની પીચ પર વિન્ડિઝનો પડકાર
વિમ્બલ્ડનમાં મેન્સમાં નડાલ અને વિમેન્સમાં વોઝનીઆકી ટોપ સીડ
આફ્રિદીને ઈંગ્લિશ કાઉન્ટીમાં રમવા માટે એનઓસી અપાશે
યુડીઆરએસનો ઇન્કાર ભારતને જ ભારે પડી શકે તેમ છે ઃ સ્વોન
ઈંગ્લેન્ડના યાર્ડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
ISIની મેલી મૂરાદ અંગે હેડલીનો વધુ એક ઘટસ્ફોટ
કાબુલ પાસે તાલિબાને કરેલા હુમલાઓમાં સાતના મૃત્યુ
લાદેનની માહિતી આપનારાઓની પાકિસ્તાને ધરપકડ કરતાં ચકચાર
ચીનમાં ભારે વરસાદથી સાત વ્યક્તિઓનાં મોત નિપજ્યા
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નેટવર્કંિગ વેબ પર Log- in માનસિક સંતુલન Log- out
શાળાઓની મનમાનીઃ યુનિફોર્મ તો ફલાણી દુકાનેથી ખરીદવો પડશે
હું જ મારું છું રૂદન ને હું જ મુજ રણહાક છું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved