Last Update : 16-June-2011, Thursday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૬-૬-૨૦૧૧ ગુરૂવાર
જેઠ વદ એકમ
વટ સાવિત્રી વ્રતનાં પારણાં
યજ્ઞનારાયણ ઈષ્ટીયાગ

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૩ મિ., (સૂ) ૬ ક. ૪૬ મિ., (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મુળ રાત્રે ૧૨ ક. ૨૪ મિ. સુધી પછી પૂર્વાષાઢા. આજે રાત્રે ૧૨ ક. ૨૪ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે મુળ શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મિથુન, મંગળ - વૃષભ, બુધ - મિથુન, ગુરૂ - મેષ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - મિથુન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૭, શાકે ઃ ૧૯૩૩, જૈનવીર સંવત ઃ ૨૫૩૭
વિક્રમ સંવત્સર ઃ શુભકૃત, શક સંવત્સર ઃ ખર, ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ, જેઠ વદ એકમને ગુરૂવાર. ગુરૂ ગોવંિદસંિહ જયંતી. યજ્ઞનારાયણ ઈષ્ટીયાગ, મુસલમાની હજરતઅલીનો જન્મ દિવસ. વટસાવિત્રી વ્રતનાં પારણાં જ્યેષ્ઠાભિષેક (સ્નાનયાત્રા)
મુસલમાની હિજરીસન ૧૪૩૨ રજ્જબ માસનો તેરમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ બહમન માસનો બીજો રોજ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે સ્વસ્થતાપૂર્વક આપની નોકરી-ધંધાનું કામકાજ કરી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. નવી કામગીરીમાં પ્રગતિ જણાય.
વૃષભ ઃ આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. નોકરી-ધંધાના-કુટુંબ-પરિવારના કામમાં ચંિતા, મુશ્કેલી અનુભવો.
મિથુન ઃ આપની ચંિતા-વ્યથામાં હળવાશ અનુભવો. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ધંધો થાય. આવક થાય, કામ ઉકેલાય.
કર્ક ઃ પ્રતિસ્પર્ધીના કારણે નોકરી-ધંધામાં રૂકાવટ, મુશ્કેલી જણાય. પોતાના જ માણસો તમારી વિરૂદ્ધમાં ઉશ્કેરવા પ્રયત્ન કરે.
સંિહ ઃ પુત્રપૌત્રાદિકના કામની ચંિતા-દોડધામમાં રાહત થતી જણાય. નોકરી-ધંધાના રોજીંદા કામ ઉપરાંત વધારાનું કામ-જવાબદારી રહે.
કન્યા ઃ સગાસંબંધી-મિત્રવર્ગના- નોકરી-ધંધાના કામ અંગે ચંિતા રહે. મકાન-જમીન-વાહનથી ખર્ચ-ચંિતા રહે. વાહન પાર્ક કરવામાં સંભાળવું પડે.
તુલા ઃ આપના રોજીંદા કામ સિવાય અન્ય કામ અંગે આપને બહાર જવાનું થાય. કોઈને મળવાનું થાય, નોકરીધંધાનું કામ થાય.
વૃશ્વિક ઃ માનસિક પરિતાપ હળવો થવાથી આપના નોકરી-ધંધાના, ઘર-પરિવારના રોજીંદા કામમાં હળવાશ રાહત અનુભવતા જાવ.
ધન ઃ રોજીંદા કામમાં રૂકાવટ-મુશ્કેલી-ચંિતા-ખર્ચ ઓછો થાય. નોકરી-ધંધાના, પત્ની-સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. આનંદ રહે.
મકર ઃ આપને પુત્ર પૌત્રાદિકના કામમાં વ્યસ્તતા રહે, ખર્ચ થાય. નોકરી-ધંધાના સરકારી, ખાતાકીય, નાણાંકીય કામમાં ગાફેલ રહેવું નહીં.
કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં ચંિતા-મુશ્કેલી-રૂકાવટ હળવી થવાથી સ્વસ્થતાપૂર્વક પોતાનું તેમજ અન્યનું કામકાજ કરી શકો.
મીન ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. કામ ઉકેલાય. પરંતુ જીદ્દ-મુમુત-અહમ-ઘમંડના ચકરાવામાં તમે ફસાઈ જાવ.

[Top]
 

સુપ્રભાતમ્

જ્યાં સત્ય હોય ત્યાં ધર્મ હોય છે, જ્યાં ધર્મ હોય છે ત્યાં ધન હોય છે. જ્યાં રૂપ હોય ત્યાં શીલ હોય છે અને જ્યાં હાથીઓ હોય ત્યાં જય હોય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

ડાન્સીંગ (નૃત્ય કરવું)ને કસરત કહેવાય ?
કસરત કોને કહેવાય તે જાણી લો. જ્યારે તમે તમારા હાથ અને પગને સતત આગળ પાછળ કે બાજુમાં કરી અને ડાન્સની કોઈ પણ મુદ્રામાં 'સ્ટેજ' જે ૪૦ ફીટ બાય ૨૦ ફીટ હોય તેવા આખા સ્ટેજમાં ફરી વળો જ્યારે કમરેથી પણ વળવાનું હોય અને આવો 'ડાન્સ' સતત કરવાથી હાથ અને પગના કમરના સાંધા અને સ્નાયુને કસરત મળે. તેમને લોહી મારફત શક્તિ પહોંચાડવા અને પ્રાણવાયુ પહોંચાડવા હૃદયને વધારે ધબકવું પડે અને ફેફસાને વધારે ફૂલવું પડે. આવી ક્રિયા અટક્યા વગર ૩૦થી ૪૦ મિનિટ રોજ કરવાથી તમારા હૃદય- ફેફસા અને રક્તવાહિની (કસરતને લીધે) કાર્યક્ષમતા વધે આ રીતે ચાલવું દોડવું જોગીંગ તરવું સાયકલ ચલાવવી દાદર ચઢવા ઉતરવાની માફક 'ડાન્સીંગ'ને કસરત કહેવાય મોટી ઉંમરે પતિ- પત્ની ચાલવા માટે સાથે જઈ શકાતું ન હોય અને છતાં કસરત કરવી હોય તો 'ડાન્સીંગ' એક સારો વિકલ્પ છે. મોટી ઉંમરે થોડું અડવું કે વિચિત્ર લાગે પણ હાથમાં હાથ પરોવી પોતાના બેડરૃમમાં એકાંતમાં શરુમાં પાંચ મિનિટ અને વધારીને ૩૦થી ૪૦ મિનિટ જેવો આવડે તેવો ડાન્સ કરો. આ વખતે એ યાદ રાખશો કે તમે ભારતનાટયમ કે 'સામ્બા' ડાન્સ નથી કરતી તમારે ફક્ત તમારા પાર્ટનર સાથે કે એકલા થોડા આગળ પાછળ શરીર થોડું આગળ પાછળ વાળી હાથ અને પગ જેટલા થાય તેટલા ઉંચા નીચા કરી ડાન્સ કરવાનો છે એક વાર શરુ કરો જુઓ કે કેવી મઝા આવે છે.
ડાન્સને કસરત તરીકે કરતા પહેલા શું ધ્યાન રાખશો
૧. જમ્યા પછી તરત ડાન્સની કસરત કરશો નહી.
૨. ૪૦ વર્ષ ઉપરના અને જેને સાંધાની તકલીફ હોય તેવા લોકોએ ડોક્ટરની સલાહ પછી ડાન્સીંગ શરુ કરવું જોઈએ.
૩. ગમતા ગીત કે તાલની સીડી શરુ કરીને એના તાલે ડાન્સ કરશો.
નિયમિત દિવસમાં ૪૦ મિનિટ એકલા કે ગુ્રપમાં ડાન્સ કરવાથી ફાયદા
૧. નિયમિત ડાન્સીંગ ૪૦ મિનિટ કરવાથી હૃદયની ક્ષમતા વધે છે.
૨. ફક્ત ત્રણ માસના નિયમિત ડાન્સિંગથી સ્નાયુ સુદ્રઢ થાય છે.
૩. શરીરની ચરબી ઓછી થવાથી વજન ઓછું થાય છે.
૪. બીજી બધી કસરતોમાં કોઈને કોઈ સાધન જોઈએ. આ કસરતમાં કોઈ ખાસ સાધન સીડી પ્લેયર સિવાય જરૃરી નથી.
૫. આ કસરતમાં તમને કંટાળો નહીં આવે.
૬. એકવાર ડાન્સમાં એક્ષ્પર્ટ થઈ જાઓ પછી તમને કશુંક મેળવ્યાનો અને કશું કરવાનો આનંદ આવે છે.
૭. ગુ્રપ એક્સરસાઇઝ હોવાથી તમને ઘરના લોકો હોય કે બહારના સાથે સંકોચ નહીં થાય.
૮. એક કલાકના ડાન્સિંગમાં ઝડપી ગતિ હોય તો ૫૦૦ જેટલી અને ધીમી ઝડપ હોય ૨૫૦ જેટલી કેલેરી વપરાય.
૯. આ કસરત માટેનું 'એરોબીક ડાન્સિંગ' છે માટે આમાં કુશળતા (એક્ષ્પર્ટાઇઝ) પણ ધીરે ધીરે આવશે અને તેથી તબિયત તો સારી રહેશે જ પણ સાથે કદાચ ડાન્સના પ્રોગ્રામ આપી શકો તો આર્થિક લાભ થશે.
૧૦. કોઈ પણ એરોબિક કસરતની માફક આ કસરતથી ચેપી રોગો જ દૂર રહેશે અને હાર્ટએટેક, બી.પી., સ્ટ્રોક ડાયાબીટીસ વગેરે થશે નહીં.

Top]
 

આજ ની જોક

બગીચામાં બેઠા બેઠા બે વૃદ્ધ વાતો કરતા હતા. છગન કાકાએ કહ્યું, ‘‘મને પંચોતેર થયા અને શરીર દુખે છે, પગ દુખે છે, કેડ દુખે છે... તને પણ પંચોતેર થયા હશે ને ? તને કંઈ નથી થતું ?’’
‘‘ના.’’ મગન કાકાએ કહ્યું, ‘‘ઉલટાનું હું તો બાળક થતો જાઉં છું.’’
‘‘અરે, હોતું હશે ?’’ છગન કાકાએ કહ્યું.
‘‘હા, હા,’’ મગન કાકાએ કહ્યું, ‘‘જો હું બાળકની જેમ બોખો થઈ ગયો છું.... બધા દાંત પડી ગયા છે, માથે વાળ પણ નથી રહ્યા, ચાલુ છું પણ કૂદક કૂદક જ છું.’’

[Top]
 

આજ ની રેસીપી

આદુનો મુરબ્બો

સામગ્રી ઃ ૧ કિલો આદુ, ૧। કિલો ખાંડ, ૩૦ ગ્રામ સાઈટ્રીક એસિડ, ચૂનાનું પાણી.

રીત ઃ રેસા વિનાનું કૂણું આદુ સ્વચ્છપાણીથી ધોઈ લેવું. આદુના નાના નાના ટુકડા કરી ચૂનાના પાણીમાં એક દિવસ ઝબોળી રાખો. બીજે દિવસે એને સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. કુકરમાં ગરમ પાણી કરી તેમાં સાઈટ્રીક એસિડ અને આદુના ટુકડા નાંખો. ટુકડા મુલાયમ થઈ જાય પછી કુકરમાંથી બહાર કાઢો અને ઠંડા પાણીમાં ઝબોળી દો. સાવ ઠંડા પડે પછી નિતારી થાળીમાં કે ચાસણીમાં રાખો જેથી પાણી નીતરી જાય. આદુના ટુકડાથી સવા ગણી ખાંડ લો. અડધી ખાંડ અને આદુના ટુકડા એક તપેલીમાં પડબંધ ગોઠવી દો. બીજા દિવસે ટુકડાને બહાર કાઢીને બચેલી ખાંડનો અડધો ભાગ તેમાં ઉમેરી દો અને સાઈટ્રીક એસીડના કુલ વજનના દર કિલોગ્રામે દસ ગ્રામ મુજબ લેવા અને ખાંડમાં નાખવા. ખાંડની ચાસણી કરવી. અઢી તારની થાય અને સીરપ જેવું લાગે ત્યારે ઉતારી લેવી. ચાસણી ઠંડી પડે પછી આદુ તેમાં નાખવું. નરમ થઈ જાય તો બીજે દિવસે આદુ કાઢીને ચાસણી ફરીવાર કરવી. ઠંડી ચાસણી થાય પછી જ આદુ નાખવું. તેમાં એલચી-કેસર નાંખવા ને બરણીમાં ભરવું.

[Top]
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved