Last Update : 15-June-2011, Wednesday
 

આજે ચંદ્રગ્રહણ

ખગોળીય પ્રક્રિયામાં કોમનમેનને ત્યારેજ રસ પડે છે કે જ્યારે તેને ઘટનાથી ડરાવવામાં આવે. ગ્રહણોના કેસમાં સાયન્ટીફીક સમજ આપવાના બદલે ધાર્મિક સમજનું પ્રભુત્વ વધારી દેવામાં આવ્યું છે. જેના કારણે ગ્રહ સાથે ડરનો માહોલ ઓટોમેટીક ઉભો થઈ ગયો છે. અત્યાર સુધીમાં અર્થાત્‌ પૃથ્વીની ઉત્પત્તિ થયા પછી હજારો-લાખો ગ્રહણો પસાર થઈ ચૂક્યા છે. ખગોળીય સાયન્સ સાથે સંકળાયેલી ઘટનાને વર્ષોથી ધાર્મિક અસરોવાળી બનાવીને તેનું મહત્વ વધારી દેવામાં આવ્યું છે. નવી પેઢીને થોડી જાગૃતિવાળી વાતો આપવાની જરૂર છે. આ પેઢીને હવે ધાર્મિક ડર નથી પરંતુ તેમનામાં રહેલી જિજ્ઞાસાને સંતોષવાની જરૂર છે. ધાર્મિક ગ્રંથોના થોથાં ઉથલાવવાના બદલે ઈન્ટરનેટ પર ગ્રહણની અસરો જોવા સર્ફીંગ કરવું જરૂરી છે. ગ્રહણ અંગેની માહિતી ઈન્ટરનેટ પર ઢગલાબંધ છે. ગુગલ પર ન્ેહચિ ીબનૈૅજી લખવાથી પાંચ કરોડ રીઝલ્ટ મળશે. ૧૫ જુને પૂનમનો ચંદ્ર ટ્યુબલાઈટ જેવો પ્રકાશ ફેંકતો હશે પણ રાત્રે ૧૨.૫૩ થી ૩.૩૨ સુધી કાળોધબ્બ નજારો જોવા મળશે જેને જોવો જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં ગ્રહણોની અસર ઠાંસી-ઠાંસીને ભરી છે. ગ્રહણ પછી સ્નાન કરવાનો રીવાજ હતો. હવે પાણીની તંગી છે. રાત્રે ગ્રહણ આવશે અને જશે તેની કોઈને ખબર પણ નહીં પડે. જે જીવો કુદરત સાથે સંકળાયેલા છે, જેમકે પશુ-પક્ષી કે જે કુદરતના દિવસ-રાતના નિયમો અને પ્રાકૃતિક નિયમો સાથે રહે છે તે ગ્રહણની અસર હેઠળ રહે છે. પંખો અને એ.સી.વાળી આપણી જીવનશૈલીમાં સૂવાનો સમય ટીવી સીરિયલના કારણે રાત્રે ૧૨નો થઈ ગયો છે. સવાર જરૂરિયાત પ્રમાણે પડતી થઈ છે. ત્રિકાળ સંઘ્યાનો મર્મ જળવાતો નથી. આ સંજોગોમાં ગ્રહણ સામે બાથ ભીડવાની વાતને આગળ વધારવાની જરૂર છે. ગ્રહણ વિશેની વૈજ્ઞાનિક સમજને કોઈપણ રીતે ધાર્મિક સમજથી ઉપરવટ લઈ જવાની જરૂર છે. ગ્રહણ સાથે સમુદ્રની ઑટ-ભરતીને સંબંધ છે. માછીમારોને ચેતવણી અપાય છે પરંતુ આ બઘું જ ખગોળી સાયન્સ સાથે સંકળાયેલું છે નહીં કે ધાર્મિક વિધીઓ સાથે. આજે જ્યારે માણસ ચંદ્ર ખૂંદતો થઈ ગયો છે અને ત્યાં જમીનના પ્લોટ પાડવાની ક્ષમતા ધરાવતો થયો છે ત્યારે તે સાયન્સને માથે મૂકીને નાચવાનું મન થાય છે. જો માણસ ધાર્મિક વિધીઓને વળગી રહ્યો હોત તો ચંદ્રને સમજી શક્યો ના હોત. આજે જ્યારે ગુગલ અર્થ તમારા કોમ્પ્યુટર પર તમે કહો તે શહેરની જગ્યા બતાવી શકતું હોય ત્યારે આ ટેકનોલોજીને માન આપીને સમજવાની જરૂર છે નહીં કે તેનાથી ડરીને ઘરમાં ભરાઈ ૃ જવાની!! આ મહિનામાં ત્રણ ગ્રહણ છે તે પૈકી આજનું ગ્રહણ આપણે ત્યાં દેખાવાનું છે. ગ્રહણ પુરું થયા પછી ઘરમાંનું જમવાનું બહાર ફેંકવાના બદલે નજીકના કોઈ ભૂખ્યાને આપવું વઘુ સમજદારીભર્યું કહી શકાશે. ભગવાનની પૂજા કે જાપ તો ૩૬૫ દિવસ માટે આવકાર્ય છે. જે મનની સ્થિરતા માટે હોય છે. ગ્રહણ વિશેની સમજ કુટુંબના વડાઓએ તેમના સંતાનોને આપવાની જરૂર છે. કોમ્પ્યુટર અને મોબાઈલ યુગમાં ગ્રહણની ધાર્મિક અસરો અને ગ્રહણ પાળવાની વાતો મગજમાં બેસે તેમ નથી. નવી પેઢીને રીલીજીયસ સાયન્સ ભણાવવાની જરૂર છે. ધર્મની દરેક વાતો પાછળ પાખંડ નહીં પણ વિજ્ઞાન છુપાયેલું છે. પરંતુ ‘ડર’ બતાવીને ધંધો કરનારાઓએ ગ્રહણને વેપાર બનાવી દીઘું છે. ગ્રહણ એ અવકાશમાં બનતી ખગોળીય ઘટના છે. તેની અસર લાખ્ખો માઈલ દૂર પૃથ્વી પર થાય તેવી વાતમાં વિશ્વાસ રાખ્યા વગર દુરબીનથી જોઈ તેને સમજવા પ્રયાસ કરજો.

 

પાકિસ્તાનને ગ્રહણ
પાકિસ્તાનની દશા બેઠી છે. ઍવરેજ રોજ એક વિસ્ફોટ થાય છે જેમાં ૧૫-૨૦ લોકો ફૂંકાઈ જાય છે. પાકિસ્તાનને ત્રાસવાદનું ગ્રહણ લાગ્યું છે. ત્રાસવાદના આ ગ્રહણની તીવ્ર અસર હેઠળ તે પસાર થઈ રહ્યું છે. અલ કાયદાવાળા કહે છે કે અમે અમારા નેતા ઓસામા બીન લાદેનના મોતનો બદલો લઈ રહ્યા છીએ. આશ્ચર્ય એ વાતનું છે કે મરનારા બધા તેમના બંઘુઓ છે. પોતાના દેશના લોકો જ ફૂંકાઈ જાય તેમાં કયા બદલાની કથા સમાયેલી છે એ જ ખબર નથી પડતી. અમેરિકાના સૈન્યે ઓસામાને ખતમ કર્યો તેની સજા પાકિસ્તાનના નાગરિકોને અપાય છે તે અહેવાલો સાચા હોય તો તે ઘૃણાને પાત્ર છે. અલ કાયદાના આવા હંિસાચારના ધંધા ચાલુ રહેશે તો એક દિવસ પાકિસ્તાનના લોકો જ તેમને જાકારો આપશે. ધર્મના નામે પાકિસ્તાનના લોકોનું શોષણ થઈ રહ્યું છે પરંતુ જીંદગીથી આગળ બીજું કશું જ નથી. નિર્દોષ બાળકોને ટાર્ગેટ બનાવીને અલ કાયદાના ત્રાસવાદીઓ શું સિઘ્ધ કરવા માગે છે એજ ખબર નથી પડતી. પાકિસ્તાનમાં અમેરિકાનો વિરોધ થાય તે સમજાય તેવી વાત છે પરંતુ અમેરિકાના વિરોધમાં નહીં જોડાનારને પતાવી દેવામાં આવે એ નીતિ લાંબાગાળે આંતરવિગ્રહ તરફ દોરી જશે. પાકિસ્તાનની પ્રગતિ અટકી ચૂકી છે. અધોગતિનો ટ્રેક પકડી ચૂકેલો આ દેસ ખૂનામરકીમાં જ અટવાયેલો રહેવાનો છે. સમય અને વૈશ્વિક સત્તાઓ બધાજ પાકિસ્તાનની વિરૂઘ્ધમાં ચાલે છે.

Share |
  More News
ભાજપ અને કોંગ્રેસે આંદોલનો કરવાનાં આયોજનો શરૃ કર્યા
પૂનમની રાત્રે અમાસ સર્જાશેઃ ગ્રહણના ગાળામાં રાશિ બદલાશે
'નકલી પોલીસ' બની લૂંટતી બે ઈરાની ગેંગના ૭ શખ્સો પકડાયા
શેટ્ટી પે કમીશનના લાભો ચૂકવવામાં સરકારના ગલ્લાં-તલ્લાં તિરસ્કાર સમાન
સરકારી સમારંભોમાં વિદ્યાર્થીઓનો ભીડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે
નબળા શોટ સિલેક્શનના કારણે પરાજય સહન કરવો પડયોઃરૈના
ચેપલે ટીમમાં અમારી જરૃર જ ન હોય તેવું વાતાવરણ સર્જ્યુ હતું
મરેએ ભારે સંઘર્ષ બાદ સોંગાને હરાવીને ક્વિન્સ ટાઇટલ જીત્યું
જમૈકા અને બાર્બાડોસની પીચ પર બેટ્સમેનોની કસોટી થશે
  More News
દેશની ૨૧ હાઈ કોર્ટ માટે ફાળવાયેલી જજોની ૮૯૫ જગ્યામાંથી ૨૮૮ ખાલી
જ્નના ૧૨ દિવસની સરેરાશ કરતાં મુંબઈમાં આ વર્ષે સાતગણો વરસાદ
૨૬/૧૧ના મુંબઈ પરના હુમલા માટે આઇ.એસ.આઇ.ની જ આર્થિક લશ્કરી સહાય
પોતાનું સંતાન હોવાનું અમેરિકન ગે કપલનું સ્વપ્ન મુંબઇમાં પૂરું થયું
વીઆઈપી સુરક્ષા માટે તહેનાત કરાતા પોલીસની સંખ્યા ત્રણ વર્ષમાં ૩૪૦ ટકા વધી
એકતા કપૂરની ફિલ્મની સિકવલ સોનાક્ષી સિંહાને ફાળે જાય તેવી શક્યતા
હૃતિક રોશન હવે તેને ત્રેવડી ભૂમિકામાં ચમકાવતી 'ક્રિશ-૨'ના શૂટિંગ માટે તૈયાર
કરિશ્મા કપૂરે પુનરાગમન કરવા વિક્રમ ભટ્ટની ફિલ્મ પસંદ કરી
ઓનલાઇન સર્વેમાં સલમાન અને ઐશ્વર્યાને મળ્યો સૌથી વધારે સર્ચ થતી સેલિબ્રિટીનો ખિતાબ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved