Last Update : 15-June-2011, Wednesday
 

માફી આપવામાં કેટલો સમય લાગે ? બાર વરસ કે વઘુ...

કોઇ વ્યક્તિ ચૌદ વરસ જેલમાં રહે એટલે આજીવન કેદની સજા ભોગવી લીધી એમ મનાય.

ગયા પખવાડિયે પંજાબના આતંકવાદી ભુલ્લરને મોતની સજાને બદલે માફી આપવાની રાષ્ટ્રપતિએ ના પાડી ત્યારે ફરી ઘણાને યાદ આવ્યું કે સંસદ ભવન પરના આતંકવાદી હુમલાના સૂત્રધાર અફઝલ ગુરુને સુપ્રીમ કોર્ટે ફરમાવેલી મોતની સજા સામે રાષ્ટ્રપતિને થયેલી માફીની અરજીનો નિકાલ આજે દસ વરસ પછી પણ થયો નથી. કેટલાક વિરોધપક્ષી નેતાઓએ અફઝલને ફાંસી આપવાની માગણી કરી એ સાથે કશ્મીરમાં વિરોધનો વંટોળ સર્જાયો. ખબરદાર, અફઝલને માફી આપવાના ઘેરા પ્રત્યાઘાત જમ્મુ કશ્મીરમાં પડી શકે છે એવો હુંકાર ત્યાંના વિભાજનવાદી જૂથોએ કર્યો. પરંતુ મધપૂડો છંછેડાઇ ચૂક્યો છે.
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે જેની માફીની અરજી નકારી એવા એક આસામી નાગરિકને ફાંસી અપાય એ પહેલાં એનાં સ્વજનોએ ગુવાહાટી હાઇકોર્ટમાં ધા નાખી કે આ ફાંસી અટકાવો. માફીની અરજીનો નિકાલ લાવવામાં બાર બાર વરસ વીત્યાં છે અને એ બાર બાર વરસ અમારા સ્વજને એકાંતકોટડીમાં કેટલીય વાર મોતનો અનુભવ કરી લીધો છે. ગુવાહાટી હાઇકોર્ટે એ ફાંસીની સજા સામે સ્ટે ઑર્ડર આપીને કેન્દ્ર સરકારને પડકારી છે કે માફીની અરજીનો નિકાલ લાવવામાં આટલો બધો વિલંબ શા માટે ? આમ ફરી ન્યાયતંત્ર અને કેન્દ્ર સરકાર સંઘર્ષના માર્ગે પહોંચી ગયા છે. કેન્દ્ર સરકાર પાસે કપિલ સિબલ જેવા કેટલાય હોંશિયાર વકીલો છે. આખું કાયદો અને ન્યાય મંત્ર્યાલય છે. પરંતુ માત્ર અને માત્ર લધુમતીની વોટ બેંકને અકબંધ રાખવા માટે એ કોર્ટની અવગણના કરે છે. એના બે દાખલા અફઝલ ગુરુ અને જીવતો પકડાયેલો પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ છે. અફઝલ ગુરુ તો જાણે સમજ્યા કે સાંયોગિક પુરાવાને આધારે અપરાધી ઠર્યો છે. પરંતુ કસાબે તો આખી દુનિયા સામે નિર્દોષોને હણી કાઢ્‌યા છે. દુનિયા આખીએ ટીવી ચેનલો પર આ યુવાનને આતંકવાદી કૃત્ય કરતાં જોયો છે અને છતાં આ દેશના બાયલા નેતાઓ એની સામે અદાલતી તપાસનું નાટક કરી રહ્યા છે.
આસામના મહેન્દ્ર દાસ છેલ્લાં બાર વરસથી તિહાર જેલમાં છે. દેવીન્દર પાલ સંિહ ભુલ્લર પણ આ જ જેલમાં હતા. ભુલ્લરની માફી અરજી રાષ્ટ્રપિત સમક્ષ વરસોથી પડેલી હતી. આખરે કંટાળીને એનાં સ્વજનોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી કે ભૈ, હવે આ અરજીનું શું ? એટલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્‌યું કે ભુલ્લરની અરજીનું શું થયું ? કુંભકર્ણની નિદ્રામાંથી સફાળા જાગેલાં રાષ્ટ્રપતિએ ભુલ્લરની સાથે મહેન્દ્ર દાસની માફીની અરજી પણ ફગાવી દીધી. પરંતુ એ દરમિયાન દાસની માતા કુસુમબાલા દાસે ગુવાહાટી હાઇકોર્ટમાં જસ્ટિસ બી કે શર્મા અને જસ્ટિસ બી પી કાતકેય સમક્ષ અરજી કરી કે મારા દીકરાની માફીની અરજીનો નિકાલ લાવતાં કેન્દ્રને બાર વરસ કેમ લાગ્યાં એનો જવાબ માગો અને ત્યાં સુધી ફાંસીની સજા અટકાવી દો. હાઇકોર્ટે તરત કેન્દ્ર સરકાર, આસામની રાજ્ય સરકાર અને તિહાર જેલના સુપરિન્ટેન્ડન્ટને નોટિસ મોકલીને જવાબ માગ્યો કે બોલો, માફીની અરજી બાર વરસ સુધી કેમ અટકાવી રાખી ?
ઉપરછલ્લી નજરે અહીં એવું લાગશે કે ન્યાયતંત્ર સરકારના કામમાં માથું મારે છે. હકીકત ઊલટી છે. અફઝલ ગુરુનો દાખલો આપણી સામે છે. ગુરુ સામે સૌથી નીચલી એટલે કે તળિયાની નાનકડી અદાલતથી માંડીને ઠેઠ સુપ્રીમ કોર્ટ અર્થાત્‌ સર્વોચ્ચ અદાલત સુધી કેસ ચાલ્યો અને એમાં ગુરુ અપરાધી સાબિત થયો. પાકિસ્તાન કે ચીનમાં આવું બન્યું હોત તો સર્વોચ્ચ અદાલતના ચુકાદાના બીજા દિવસે ગુરુ ફાંસીના માંચડે ચડી ગયો હોત. પરંતુ આ તો કોંગ્રેસની આગેવાની હેઠળની કહેવાતી સેક્યુલર સરકાર ! એની સેક્યુલારિટી કેવી ? તો કે’ ગમે ત્યારે સોનિયા ગાંધી કે મનમોહન સંિહ શિરડીના સાંઇબાબાનાં દર્શને જઇ શકે, અજમેરના ગરીબનવાઝને ચદ્દર ચડાવી શકે, લધુમતી નેતાઓ દ્વારા યોજાતી ઇફતારની પાર્ટીમાં જઇ શકે, હજ કરવા માટે સબસિડી આપી શકે, પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતમાં ગુનેગાર સાબિત થયેલા આતંકવાદી સૂત્રધારને ફાંસીની સજા ન આપી શકે ! સગવડિયા ધર્મ જેવી આ સગવડિયા ( મતલક્ષી) સેક્યુલારિટી છે. ગુવાહાટી હાઇકોર્ટે ૧૭મી જૂને એટલે કે પરમદિવસે જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટ પાસે લાખ્ખો કેસ પેન્ડંિગ પડ્યા છે એટલે જુલાઇની તારીખ પડી છે.
મહેન્દ્ર દાસની માતાએ કરેલી દલીલ સચોટ છે, સો ટકા સાચી છે. જે માતાના દીકરાને મોતની સજા જાહેર થાય એ માતા પર શી વીતતી હોય? દીકરાને ઉગારવા રાષ્ટ્રપતિ સમક્ષ માફીની અરજી કરી હોય પરંતુ એ અરજી વરસો લગી અટવાઇ પડે તો ત્યાં સુધી માતાના દિલ પર શી વીતે ? માત્ર દિલની વાત જવા દો. આરોગ્ય પર શી વીતે એ માતા કે કાળકોટડીમાં બેઠેલો પેલો દીકરો ગળે કોળિયો ધાન શી રીતે ઊતારે ? બંને પક્ષે શી વીતતી હશે એ સીધાસાદા શબ્દોમાં સમજાવી ન શકાય એવી વાત છે. બીજી બાજુ રાષ્ટ્રપતિએ અરજી નકારી કાઢી એટલે દાસ હાલ જે જેલમાં છે એ જોર્હટના જેલ સત્તાવાળાઓેએ દાસને ફાંસી આપવાની તૈયારી શરૂ કરી. ભારતના કાયદા મુજબ કોઇ વ્યક્તિ ચૌદ વરસ જેલમાં રહે એટલે આજીવન કેદની સજા ભોગવી લીધી એમ મનાય. મહેન્દ્ર દાસ બાર વરસથી જેલમાં છે એટલે એણે લગભગ ૮૦થી ૮૫ ટકા આજીવન કેદ ભોગવી લીધી છે. તો પછી એને ફાંસી શા માટે ? કેન્દ્ર સરકારે જવાબ આપવો જોઇએ.

Share |
  More News
ભાજપ અને કોંગ્રેસે આંદોલનો કરવાનાં આયોજનો શરૃ કર્યા
પૂનમની રાત્રે અમાસ સર્જાશેઃ ગ્રહણના ગાળામાં રાશિ બદલાશે
'નકલી પોલીસ' બની લૂંટતી બે ઈરાની ગેંગના ૭ શખ્સો પકડાયા
શેટ્ટી પે કમીશનના લાભો ચૂકવવામાં સરકારના ગલ્લાં-તલ્લાં તિરસ્કાર સમાન
સરકારી સમારંભોમાં વિદ્યાર્થીઓનો ભીડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે
નબળા શોટ સિલેક્શનના કારણે પરાજય સહન કરવો પડયોઃરૈના
ચેપલે ટીમમાં અમારી જરૃર જ ન હોય તેવું વાતાવરણ સર્જ્યુ હતું
મરેએ ભારે સંઘર્ષ બાદ સોંગાને હરાવીને ક્વિન્સ ટાઇટલ જીત્યું
જમૈકા અને બાર્બાડોસની પીચ પર બેટ્સમેનોની કસોટી થશે
  More News
દેશની ૨૧ હાઈ કોર્ટ માટે ફાળવાયેલી જજોની ૮૯૫ જગ્યામાંથી ૨૮૮ ખાલી
જ્નના ૧૨ દિવસની સરેરાશ કરતાં મુંબઈમાં આ વર્ષે સાતગણો વરસાદ
૨૬/૧૧ના મુંબઈ પરના હુમલા માટે આઇ.એસ.આઇ.ની જ આર્થિક લશ્કરી સહાય
પોતાનું સંતાન હોવાનું અમેરિકન ગે કપલનું સ્વપ્ન મુંબઇમાં પૂરું થયું
વીઆઈપી સુરક્ષા માટે તહેનાત કરાતા પોલીસની સંખ્યા ત્રણ વર્ષમાં ૩૪૦ ટકા વધી
એકતા કપૂરની ફિલ્મની સિકવલ સોનાક્ષી સિંહાને ફાળે જાય તેવી શક્યતા
હૃતિક રોશન હવે તેને ત્રેવડી ભૂમિકામાં ચમકાવતી 'ક્રિશ-૨'ના શૂટિંગ માટે તૈયાર
કરિશ્મા કપૂરે પુનરાગમન કરવા વિક્રમ ભટ્ટની ફિલ્મ પસંદ કરી
ઓનલાઇન સર્વેમાં સલમાન અને ઐશ્વર્યાને મળ્યો સૌથી વધારે સર્ચ થતી સેલિબ્રિટીનો ખિતાબ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

c
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved