Last Update : 15-June-2011, Wednesday
 
ટોચની અફસરશાહીમાં આવનજાવન
 
નવી દિલ્હી, તા.૧૪
દેશના ટોચના અફસર- કેબિનેટ સેક્રેટરીના હોદ્દે ઉત્તર પ્રદેશ કેડરના ૧૯૭૪ની બેચના અફસર અજિતકુમાર સેઠની વરણી થઇ છે. તેમણે ત્રણ મુદત જેટલા લાંબા કાળ સુધી આ હોદ્દે સેવા આપનાર કે.એમ.ચંદ્રશેખરનું સ્થાન લીધું. ૫૯ વર્ષના સેઠ અગાઉ કેબીનેટ સેક્રેટરીએટમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી હતા. નવા હોદ્દે તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.
હવે ગૃહ વિભાગ અને નાણાં વિભાગ તરફ સૌનું ધ્યાન કેન્દ્રીત થયું છે. ત્યાં એકસાથે ઘણા અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે. તેમાં આ મહિનાના અંત સુધીમાં નિવૃત્ત થઇ રહેલા ગૃહસચિવ જી.કે. પિલ્લઇનો પણ સમાવેશ થાય છે. આ સિવાય રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના વડાની જગ્યાઓ પણ ખાલી થઇ રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૃહસચિવના પદના ઉમેદવારોમાં સિંધુશ્રી ખુલ્લર (સ્પોર્ટ્સ સેક્રેટરી), અલકા સિરોહી (ડીઓપીટી સેક્રેટરી) અને રાજકુમાર સિંઘ (ડીફેન્સ પ્રોડક્શન સેક્રેટરી)ની ગણતરી થાય છે. એક તબક્કે એવી પણ અટકળ હતી કે પિલ્લઇ ચીફ વિજિલન્સ કમિશનરનો હોદ્દો સંભાળશે. સર્વોચ્ચ અદાલતે એ હોદ્દે થોમસની નિમણૂંક રદ કર્યા પછી એ જગ્યા હજુ ખાલી છે.
ઘણા અફસરો સીવીસીનો હોદ્દો મેળવવા ઇચ્છુક છે, પરંતુ એ હોદ્દાનું ભવિષ્ય જ અત્યારે લટકતું છે. લોકપાલ સમિતિમાં નાગરિક પ્રતિનિધિઓ સીવીસીને લોકપાલના અધિકારક્ષેત્રમાંલાવવા ઇચ્છે છે. એટલે જ કદાચ સરકાર સીવીસીની નિમણૂંકમાં ઉતાવળ કરી રહી નથી.
ગુજરાત કેડરના આઇએએસ અશોક ચાવલા નાણાંસચિવ તરીકે આ વર્ષની ૩૧ જાન્યુઆરીના રોજ નિવૃત્ત થયા. તેમનું કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)ના અધ્યક્ષ તરીકે નામ બોલાઇ રહ્યું છે. એ હોદ્દો સંભાળતા ધનેન્દ્રકુમાર થોડા દિવસ પહેલાં જ નિવૃત્ત થયા.
નિવૃત્તી પછી ચાવલા કુદરતી સંસાધનોની ફાળવણી અંગેની સચિવોની હાઇ પાવર્ડ કમિટીમાં સભ્ય હતા. સીસીઆઇની ભૂમિકા અસરકાર સ્પર્ધા દ્વારા સામાન્ય ગ્રાહકને બજારના ફાયદા મળે અને આમઆદમીને વધુમાં વધુ પ્રમાણમાં સેવાઓ અને માલસામાન મળે એ જોવાનો છે. આ સંસ્થાના અધ્યક્ષ તરીકે ચાવલાને પૂરાં પાંચ વર્ષ મળશે.
દરમિયાન, આઇએએસ દંપતી સિંધુશ્રી ખુલ્લર અને રાહુલ ખુલ્લરને અગત્યના હોદ્દા મળવાની સંભાવના અંગે પણ પાટનગરમાં ચર્ચા ચાલી રહી છે. સિંધુશ્રી માટે ગૃહસચિવપદની અને તેમના પતિ રાહુલ માટે નાણાંસચિવ તરીકેના હોદ્દાની અટકળો ચાલી રહી છે.
- ઇન્દર સાહની
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved