Last Update : 15-June-2011, Wednesday
 

મનમોહનસંિહે ક્યારેય સ્પષ્ટ અભિપ્રાય નથી આપ્યો બાબા રામદેવના કિસ્સામાં ચિદમ્બરમ્‌ એક્ટીવ હતા

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

બુટ બતાવનાર સુનિલકુમાર પર તુટી પડનારા, ચિદમ્બરમની ઘટના વખતે ચૂપ રહ્યા હતા

વડાપ્રધાન સ્વભાવથી જ એગ્રેસીવ નથી. તેઓ માઈલ્ડ સ્વભાવના છે અને હંમેશા મતભેદોથી દુર રહે છે. જોકે તેમનો સ્વભાવ તેમના માટે લાભદાયી પુરવાર થયો છે. આ સ્વભાવના કારણે તો તે જોતજોતામાં ભારતના સેક્રેટરીના હોદ્દા સુધી પહોંચી ગયા હતા.
તેમણે કોઈ પણ મુદ્દે કડક વલણ નથી અપનાવ્યું કે કોઈ મુદ્દે ચોક્કસ ઓપીનીયન નથી આપ્યો. નાણા મંત્રાલયમાં એટલે જ વર્ષો બાદ નરસંિહ રાવ નાણા પ્રધાન હતા તે કાળમાં તેમણે લાયસન્સ અને કંન્ટ્રોલ જેવી પ્રથામાં મોટા ફેરફાર કર્યા બાદ સીનિયર બ્યુરો કેટમાં તેમને નામના મળી હતી.
આ માણસને મળેલી તક કહો કે બ્યુરોકેટીક મદદ કહો પરંતુ તેઓ વારંવાર ખુલ્લા પણ પડી ગયા હતા. જોકે પોલીટીકલ બૉસ બદલવાની તક તેઓ ઝડપી લેતા હતા. ૧૯૯૧માં ચંદ્રશેખરની સરકારે જ્યારે તેનું પ્રથમ બજેટ રજૂ કર્યું ત્યારે મનમોહનસંિહને તેમણે કહ્યું હતું કે, બેંક ઓફ ઇંગ્લેન્ડમાં સોનું રાખવાની સલાહ તમે આપી હતી તે ભૂલી નથી ગયાને !! આ સાંભળી મનમોહનસંિહ ભોંઠા પડી ગયા હતા.
માત્ર નસીબના જોરે જ્યારે તેઓ નાણા પ્રધાન બન્યાં તેના કેટલાક સમય પહેલાં સાઉથ કોન્ફરન્સમાં તેમણે આર્થિક મુક્તિની બાબત અંગે વિરોધ પણ કર્યો હતો. પરંતુ જ્યારે તેઓ પ્રધાન બન્યા ત્યારે આર્થિક ઉદારીકરણને અમલી બનાવ્યું હતું. આમ રાતોરાત તે આર્થિક પરિવર્તન માટેના ફાધર તરીકે ઉપસી આવ્યા હતાં.
અહીં મુદ્દો એ છે કે મનમોહનસંિહ ક્યારેય કોઈ રજૂઆત મક્કમ બનીને નહોતા કરતા, તેઓ ચાલુ પ્રવાહ સાથે જ જોડાયેલા રહેતા હતા.
જોકે ભારત-અમેરિકા અણુ કરાર સોદા વખતે તેમણે ડાબેરીપક્ષોના વિરોધ છતાં સોદાને વળગી રહ્યા હતાં.
બાબા રામદેવના કેસમાં એક બે નહીં પણ ચાર પ્રધાનો શા માટે ઍરપોર્ટ પર લાલ જાજમ બીછાવવા ગયા તે અંગે પણ કોઈ ખુલાસો તે કરી શક્યા નહોતા. બીજી તરફ દિગ્વિજયસંિહના ઉચ્ચારોથી પ્રણવ મુકરજી અકળાયા હતા.
ખરેખર તો એવું હતું કે પ્રધાન મંડળની કમિટીના એક ભાગ તરીકે મનમોહનસંિહ પણ હતા. બાબા ટૂંકા ઉપવાસ કરીને આંદોલન પડતું મૂકે તેમ સમજાવી શકાય એમ હતું.
પોતાના પક્ષના સભ્યોને સંયમમાં રહેવાનું કહેવાની હંિમત મનમોહનસંિહમાં નહોતી કે મતભેદવાળી પોલીસી પણ તે દુર રાખી શક્યા નહોતા. અહીં એ પણ નોંધનીય છે કે કોંગ્રેસમાં જે લોકો પ્રધાન નથી એ લોકો પણ નહેરૂ-ગાંધી ફેમીલી સામે બાબા રામદેવ કે અન્ના હઝારે ઉભા રહે એવું નહોતા ઇચ્છતા.
દર વખત થાય છે એમ રામલીલા મેદાન ખાતે બાળકો, મહિલાઓ અને પુરૂષો પર પોલીસના બળ પ્રયોગ માટે ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમ્‌ પોતે સીધા જવાબદાર છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ દરમ્યાન મુસ્લિમ વૉટ લેવા આ પગલું ભરાયું હતું. જોકે આવા પગલાંથી સંસદની અંદર અને બહાર ઉહાપોહ થાય તે સ્વાભાવિક છે. આમ સરકાર તેના ત્રીજા વર્ષમાં પ્રવેશ વખતે પણ સંસદને ખોટકાયેલી જોશે.
બુટ બતાવવો એ
ગુનો નથી
કોંગ્રેસના હેડકવાર્ટરમાં અનેક લોકોની હાજરીમાં કોંગ્રેસના પ્રવક્તા જનાર્દન દ્વિવેદી બુટ બતાવનાર સુનિલકુમારે કોઈ કાયદાનો ભંગ નથી કર્યો.
હા, તેનું વર્તન અસ્વીકાર્ય હતું. બાબા રામદેવ પર લેવાયેલા પોલીસ પગલાના વિરોધમાં તે પોતાનો ગુસ્સો આ રીતે બતાવી શકે નહીં આ સિવાયના ઘણાં અસરકારક પગલાં તે લઈ શકત.
જોકે બુટ બતાવવા સામે કાયદામાં કોઈ એવું પ્રોવીઝન નથી કે તેની ધરપકડ થઈ શકે. તો પછી આ કેસમાં શા માટે તે જેલમાં છે ?? તેને સખત ચેતવણી આપીને જવા દેવાયો હોત તો ન્યાય થાત પરંતુ રાજાને વફાદાર એવી પોલીસ તેને કેટલાક દિવસ જેલમાં રાખશે. કેમકે આ બુટ અંતે તો સત્તાધારી પક્ષના જરનલ સેક્રેટરીને બતાવાયો હતો ને !!
અલકાયદાના સુપ્રિમો ઓસામાને ઓસામાજી કહેનાર દિગ્વિજયસંિહે તો આ બુટ બતાવનારની ધોલાઈ કરવા કહ્યું હતું.
આમ તો બુટ બતાવનાર સુનિલ કુમારને કોંગ્રેસ ઓફિસમાં બેઠેલાઓએ બરાબરનો ફટકાર્યો હતો.
અહીં પત્રકારોની ટીકા કરવી જરૂરી છે. તેઓ કોંગ્રેસ પરત્વેની વફાદારી બતાવવા આ ઘટનાને વારંવાર બતાવતા હતા.
પોતાની જાતને પત્રકાર કહેવડાનારાઓ પણ સુનિલકુમારને મારવા જોડાયા હતા. જોકે આમ ના થવું જોઈએ. આનો વિરોધભાસ જોઈએ તો ૨૦૦૯માં પી.ચિદમ્બરમ્‌ સામે શીખ પત્રકારે બુટ ફેંક્યો ત્યારે કોઈએ તેને માર્યો નહોતો.
આ વખતે આ પત્રકારને એટલા માટે જવા દેવાયો હતો કે કોંગ્રેસને શીખ વોટોની જરૂર હતી. અહીં સુનિલકુમારને એટલા માટે મરાયો કે માઈનોરીટી વૉટને ખુશ કરી શકાય. અહીં સુનિલકુમારને મારનાર પત્રકારો પણ પેલા શીખ પત્રકાર પર હાથ ઉપાડી શક્યા નહોતા તે પણ સમજવા જેવું છે.
... અને છેલ્લે....
પ્રેસ કલબમાં થતી વાતચીત અનુસાર
પ્ર ઃ શા માટે દિગ્વિજયસંિહ બાબા રામદેવની પાછળ પડી ગયા છે ??
જ ઃ કેમકે તે માત્ર બાબા રાહુલ સિવાય બીજા બાબાને સ્વીકારવા તૈયાર નથી...

 

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved