Last Update : 15-June-2011, Wednesday
 

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે

- વાતાવરણમાં સરેરાશ તાપમાન કરતા એકદમ થતો તીવ્ર વધારો જીવોનું જીવન દોહ્યલું કરી દે છે

ઓસ્ટ્રેલિયામાં જાન્યુઆરી ૨૦૦૨માં ગરમીના કારણે એક જ દિવસમાં એક જ વસાહતની ૨૦૦૦ વડવાગોળો ઝાડ પરથી ટપોટપ પડી મૃત્યુને ભેટી હતી
પશુ પંખીઓને પણ ઝપટમાં લેતા હીટ-શોક ઃ HEAT SHOCK

 

ગરમીના મોજાં પર મોજા આવતા હોઈ લોકો ત્રાહિમામ પુકારી ઉઠે છે તે તો સર્વવિદિત છે. પરંતુ અબોલ પશુ પંખીઓની શું હાલત થતી હશે તે તો ભાગ્યે જ કોઇ વિચારે છે. આપણે જોઈ ગયા છીએ કે ૨૩મી સદીમાં પૃથ્વી પર આજે જેટલો વસવા લાયક વિસ્તાર છે તેનો અડધો વિસ્તાર અનિવાસ્ય (વસવા લાયક નહીં એવો) થઇ જશે. આજના કેટલાક શહેરો ભૂતિયા શહેરો થઇ જશે. કેટલાય શહેરોમાં માત્ર વાતાનુકિલત ઘરો અને ઇમારતોમાં પૂરાઈને લોકો વસતા હશે કે કામ કરતા હશે. વાતાનુકુલિત વાહનોમાં અવર જવર કરતાં હશે. દૂધાળા પશુઓના વાડા કે પાલતુ પશુઓના રહેણાંક પણ વાતાનુકુલિત હશે. પરંતુ તે સિવાયના લોકો, પશુ અને પંખીઓએ ત્યાંનો વસવાટ છોડી દેવો પડશે. જો નહીં છોડી દે તો મોતને ઘાટ ઉતરી જશે. આ તો ૨૩મી સદીની વાત થઈ. પરંતુ એકવીસમી સદીમાં પણ બિચારા પશુ પંખીઓની જે સ્થિતિ થાય છે તે પણ કંપારી ઉપજાવે તેવી છે.
વડવાગોળથી આપણે પરિચિત છે. રાત્રે જ તે ઉડે છે અને દિવસે ઝાડ પર કે અંધારી ઉંચી ઇમારતોમાં છત પરથી તે લટકતી જોવા મળે છે. વડવાગોળો અનેક જાતની છે. તેમાંની એક જાત ફલાઇંગ ફોકસ અર્થાત્ ઉડતી લોમડી કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં ઉત્તર ન્યૂ સાઉથ વેલ્સમાં તેની અનેક વસાહતો આવેલી છે.

 

મોટે ભાગે વડવાગોળો બિહામણી લાગે છે. હોરર ફિલ્મમાં પણ આ માનસિકતાનો ઉપયોગ થાય છે. હોરર ઓફ ડ્રેકુલા આવી એક જાણીતી ફિલ્મ છે. પરંતુ અહીં જે ફલાઇંગ ફોકસ જાતની વડવાગોળોની વાત કરવી છે તેમાં તેના પર તૂટેલ ભયની વાત છે. જસ્ટીન વેલબર્ગેન નામના સંશોધક યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં પી.એ.ડી. કરી રહ્યા છે. તેઓ આ ફલાઇંગ ફોકસ એટલે કે ઉડતી લોમડી નામની ફળ ખાનારી વડવાગોળની સામાજીક વર્તણુક પર સંશોધન કરી રહ્યા હતા. વડવાગોળ ઉડે છે પરંતુ તે જીવ સૃષ્ટિના વર્ગીકરણમાં પક્ષી નથી તે પેપલ્સ ના વર્ગનું પ્રાણી છે. તેને ગુજરાતીમાં આંચળવાળા પ્રાણીઓનો વર્ગ કહે છે. માનવી પણ તે વર્ગમાં આવે છે.
ઉપરોકત સંશોધક જસ્ટીન વેલબર્ગને એક ભયાનક દ્રશ્ય જોયું. તેમાં તેણે સેંકડો વડવાગોળોને ટપોટપ મોતને ઘાટ ઉતરતી જોઈ. આ જાન્યુઆરી ૨૦૦૨ની ઘટનાની વાત છે. તે ઓસ્ટ્રેલિયામાં ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલ ફલાઇંગ ફોકસની વસાહતનો અભાયસ કરી રહ્યા હતા. અત્રે યાદ રહે કે ઓસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી તેને માટે તે ઉનાળાની ઋતુ હતી. તાપમાન હજુ વધીને ૪૩ અંશ સેલ્સિયસની ટોચે પહોંચ્યું હતું. તેણે જોયું કે વડવાગોળો તે વખતે બહુ વિચિત્ર રીતે વર્તવા માંડી જાણે કે પાગલપન તેના પર સવાર થયું હોય. સામાન્ય રીતે વડવાગોળો ઝાડની ટોચ પરની ડાળીઓ પરથી ઊંધે માથે લટકતી હોય છે અને ઝોકાં ખાતી હોય છે. ઘણી વખત ઝાડની ટોચ કીકીયારી જેવા ઘોંઘાટ કરી અંદરો અંદર ઝગડા અને કજીયા કરતી હોય છે. પરંતુ તે દિવસે તેમની વર્તણુક ભિન્ન પ્રકારની હતી. તે બધી જ તણાવ અને તંગદીલી અનુભવતી હતી. તેઓ આવેશમાં હોય તેમ લાગતું હતું. પોતાની પાંખો વીંઝતી હતી. પોતાના કાંડાને ચાટતી જોવા મળી હતી. આમ વિવિધ રીતે ઠંડક મેળવવા પ્રયત્ન કરી રહી હતી. તે પછી તેઓ ઝાડ પરથી એકાએક નીચે પડવા લાગી જાણે કે ફૂલોનાં દૂતનો વરસાદ પડી રહ્યો હોય. તે પૈકી તે જમીન પર પટકાવા લાગી. કેટલીક મૃત્યુ પામવાથી પટકાઇ હતી. તો કેટલીક પટકાવાથી મૃત્યુ પામી હતી. કેટલીક વળી ઝાડ પર જ મૃત્યુ પામી હતી. આ દ્રશ્ય ઘણું જ ભયાવહ હતું.

 

જાન્યુઆરી ૨૦૦૨ની જે બપોરે વેબ બર્ગેન જે વસાહતનો અભ્યાસ કરી રહ્યા હતા તે એક જ દિવસમાં ૨૦૦૦ વડવાગોળ મૃત્યુ પામી. નજીકની વડવાગોળની વસાહતોમાં બીજી હજારો મૃત્યુ પામી. ૧૯૯૪ થી માંડીને ૨૦૦૨ સુધીમાં ગરમીના મોજાને કારણે ઓસ્ટ્રેલિયામાં ૩૦૦૦૦ ફલાઇંગ ફોકસ જાતની વડવાગોળો મોતને ઘાટ ઉતરી. તેમાં પણ ખાસ કરીને નવજાત વડવાગોળો અને વડવાગોળોની પુખ્ત માદાઓની સંખ્યા વધારે હતી. વેલબર્ગને પોતાના આ અનુભવને એપિરૃની કહ્યો છે. એપિરૃની શબ્દ મેનીઈને થયેલ ખ્રિસ્ત દર્શન માટે વપરાય છે. વેલબર્ગન એમ માનતા હતા કે વડવાગોળો ગરમી સહી શકે છે. પરંતુ તે પોતે ખોટા હતા તેવો તેમને અનુભવ થયો. વેલબર્ગેેેન જે ઘટનાના સાથી બન્યા તે વધુ અને વધુ ભયંકર થતા જતા જગતની આગાહી છે. તે એવા ભાવિની આગાહી છે જેમાં દુર્લભ જોવા મળતી એવી હવામાનની ઘટનાઓ જેવી કે ગરમીના મોજાં, પૂર હોનારતો, દુષ્કાળો અને વાવાઝોડા સામાન્ય બનશે. આ આત્યંતિક ઘટનાઓની વન્યજીવન અને પારિસ્તિતિક તંત્ર (ઇકો સિસ્ટમ) પર ગંભીર અસરો પહોંચશે તેના લીધે જીવોની કેટલીક જાતિઓ લુપ્ત થવાને આરે પહોંચી જશે.
આબોહવા બદલાવ આવી રહ્યો છે તેની નિશ્ચિતતા કોઇ હોય તો તે એ છે કે હવામાન વધારે ગરમ થઇ રહ્યું છે. આ રીતે હવામાન વધારે ગરમ થઇ રહેલ છે ત્યારે આબોહવાના મોડેલ સૂચવે છે કે એક જમાનામાં ભાગ્યે જ આવતું ગરમીનું મોજું હવે વારંવાર આવવા લાગેલ છે. કદિ ન સાંભળેલ તેવી તાપમાનો અને આબોગવાની અંતિમ સ્થિતિઓ ઘાત થતા રહેનાર છે.

 

કોમ્પ્યુટર અનુરૃપણનો ઉપયોગ કરી ભાવિ આબોહવાના અંતીમો દર્શાવતું મોડેલ કેટલાક તજજ્ઞાોએ તૈયાર કરેલ છે. તેમણે શોધી કાઢયું છે કે ગરમીના મોજાં વધારે વારંવાર આવવાની સંભાવના છે. તેના કારણો આંકડાશાસ્ત્રની મદદથી સહેલાઇથી સમજાવી શકાય તેમ છે.
વૈશ્વિક તાપમાન અને સમયનો આલેખ દોરવામાં આવે તો તે આલેખનો આકાર મંદિરના ઘંટ જેવો આવશે. મોટાભાગના સમયે આ વિતરણ સામાન્ય હોય છે. પરંતુ થોડાક વિતરણ અસાધારણ રીતે ગરમ અથવા ઠંડા હોય છે. આબોહવાનું તંત્ર વધારે ગરમ થવાનો અર્થ એ થાય છે કે ઘંટાકાર વિતરણનો ઉપરનો છેડો વધારે સપાટ થાય છે. તે અતિશય ગરમીની ઘટના બનવાની વધારે તકો સર્જે છે.

 

અંતિમ તાપમાનો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પારિસ્થિતિકી તંત્રને (ઇકો સિસ્ટમને) વધુ અસર કરે છે. આમ સમગ્ર પૃથ્વીને અસર કરે છે. પરંતુ જીવવિજ્ઞાાનીઓની મોટી ચિંતા એટલા માટે વધતી જાય છે કે પૃથ્વીના ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોને થનારી અસર ત્યાંની જીવ સૃષ્ટિને હાનિ કરે તેમ છે. વિષુવ રેખાની ઉત્તરે અને દક્ષિણે સાડા ત્રેવિશ અંશ અક્ષાંસો વચ્ચે એટલે કે કર્કવૃત્ત અને મકરવૃત વચ્ચેનો વિસ્તાર ઉષ્ણ કટિબંધીત વિસ્તાર કહેવાય છે. આ વિસ્તાર એવી જીવોની જાતિઓથી ભરપૂર છે કે જેમણે લગભગ અચળ તાપમાન સાથે અનુકૂલન સાધેલ છે. હવે ત્યાં તાપમાનો અંતિમ પર પહોંચવા લાગે તો આ જીવ સૃષ્ટિ તો તબાહ થઇ જાય. આ ચિંતા જીવ વિજ્ઞાાનીઓને ખાઈ રહી છે. આ જીવોની જાતિઓમાં એ સૌથી પ્રહાર્ય લાગે છે. તે ઘણી મોટી સંખ્યામાં પક્ષીઓ, આંચળવાળા વર્ગના પ્રાણીઓ (મેમપ્સ) ગરોળીની જાતના પ્રાણીઓ, અને દેડકાઓ છે. આ એવા જીવો છે જે ઠંડા, વાદળછાયા, પર્વતોની ટોચના જંગલો માટે નિર્માયા છે.
હવે જયારે ગરમી વધતી જાય છે ત્યારે આ પર્વતો પર વસતી જાતિઓને કયાંય જવાનું ઠેકાણુ નથી તજજ્ઞાોના મતે જો દુનિયાના સરેરાશ તાપમાનમાં ૨ થી ૩ અંશ સેલ્સિયસનો વધારો થાય તો મોટા ભાગના આ જીવોની જાતિઓ નાશ પામશે. વાતાવરણમાં થતાં તાપમાનના વધારા કરતા ગરમીના મોજા જીવોની જાતિઓના હ્રાસ માટે વધુ જવાબદાર છે. ઓસ્ટ્રેલિયામાં ઉત્તર કવીન્સ લેન્ડમાં એક નાનકડું પૂંછડીવાળા સફેદ વાંદરા જેવું પ્રાણી થાય છે. તેને વ્હાઇટ લેમુરોઇડ રીંગ ટેઇલ પોસમ કહે છે. આ પ્રાણીની વસ્તીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ પ્રાણીને છંડા વરસાદી જંગલોમાં લગભગ ૧૧૦૦ મીટર ઉંચા વસવાટો અનુકુળ હોય છે. આ સુંદર પોતાના બચ્ચાને કાંગારૃની જેમ કોથળીમાં રાખતું પ્રાણી જેને ગુજરાતીમાં શિશુધાનીસ્તનની પ્રાણી કહે છે. તે લગભગ છેલ્લા ચાર વર્ષથી દેખાતું નથી. ૨૦૦૫માં જે તીવ્ર ગરમીનું મોજું આવ્યું તે પછી આમ થયું હોય તેમ લાગે છે. તેના અગાઉના ભૌગોલિક વિસ્તારના દરેક ખૂણા, તરાડો, બાકોરાં વગેરે તેના શકય આશ્રયો તજજ્ઞાોની ટીમે તપાસતાં ચાર જીવંત પ્રાણીઓ મળી આવ્યા છે. પરંતુ એવું લાગે છે કે હવે એક ગરમીનું મોજું આવશે તો આ સુંદર, નાનકડા સફેદ વ્હાઇટ પોસમ નામનું પ્રાણી લુપ્ત થઇ જશે.

 

ઉષ્ણ કટીબંધીય વિસ્તારમાં અન્યત્ર પણ જીવોની જાતિઓ પર જોખમ ચે. ૨૦૧૦ની શરૃઆતમાં તજજ્ઞાોની એક ટીમે મેકિસકોમાં સંશોધન કરતાં જાહેર કર્યું કે ગરમીના કારણે આ વિસ્તારમાં વસતી ગરોળીની જાતિ ત્યાંથી હિજરત કરી રહી છે. એક પ્રકારની ગરોળીની આશરે ૧૨ ટકા સ્થાનિક વસ્તી ૧૯૭૫ પછી લુપ્ત થઇ ગઈ છે.
ગરમ, વરાળયુક્ત નીચાણ પ્રદેશોમા અનેક પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓ આજે તેમની મહત્તમ ઉષ્મા સહન કરાવની જે સીમા છે તે સીમા પર જીવી રહી છે. જો તાપમાનમાં ઓચીંતો તીવ્ર વધારો થાય જેને આપણે તીક્ષ્ણાગ્ર વધારો કહીયે તેવો વધારો થાય એમેઝોન અને કોંગો નદીના વિશાળ તટ પ્રદેશમાં ખાસ કરીને વિધ્વંશ કારી નીવડશે. આ વિસ્તારો નજીકમાં નજીકના પર્વતો હજારો કિલોમીટર દૂર હોવાથી આ પર્વતાળ જાતિઓને ગરમીના તણાવથી બચવા નાસી જવા માટે કોઇ સ્થળ નહીં મળે. આમ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણી વધારે ગરમીની અસરો પ્રાણીઓ પર થયા તેમ છે તે અંગે વધુ જાણવું રસપ્રદ થશે.

 
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved