Last Update : 15-June-2011, Wednesday
 
સરકારી સમારંભોમાં વિદ્યાર્થીઓનો ભીડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે

૨૪૬ દિવસના શૈક્ષણિક કાર્યનો પરિપત્ર હાસ્યાસ્પદ

 
અમદાવાદ, મંગળવાર
ભાજપ સરકાર અનેક મહોત્સવોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને ફરજીયાત હાજર રાખે છે ત્યારે સરકારના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા કરવામાં આવેલા ૨૪૬ દિવસના શૈક્ષણિક કાર્યના પરિપત્રને કોંગ્રેસે હાસ્યાસ્પદ ગણાવ્યો છે.
શિક્ષકોને અનેક પ્રકારની બિનશૈક્ષણિક જવાબદારી સોંપાતા શિક્ષણકાર્ય ૧૦૦ દિવસ થતું નથી ઃ કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું છે કે સરકારી મહોત્સવો અને ઉજવણીમાં ભીડ ભેગી કરવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી છેલ્લા ૧૦ વર્ષમાં વિદ્યાર્થીઓને વર્ષમાં ૧૦૦ દિવસ જેટલું પણ શિક્ષણ મળતું નથી. પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ ગુજરાત, રણોત્સવ, નવરાત્રી મહોત્સવ, કૃષિ મહોત્સવ, ૧૫ ઓગસ્ટ, ૨૬ જાન્યુઆરી, ૧લી મે જેવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને દિવસો સુધી રીહર્સલના નામે કલાકો સુધી સરકાર રોકી રાખે છે. ૧૨૦૦ જેટલા શિક્ષકોને પતંગ મહોત્સવમાં રોકી રાખવામાં આવ્યા હતા. સરકારની આ માનસિકતાના કારણે ગુજરાતની ૩૫ હજાર શાળાના ૩૦ લાખ વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે.
તેમણે જણાવ્યું છે કે ગરીબ વિદ્યાર્થીઓ જે સરકારી શાળાઓમાં ભણે છે તેમને સામાન્ય સુવિધાઓ પણ સરકાર પુરી પાડતી નથી. સરકાર શાળાઓને કોમ્પ્યુટરો અને ટી.વી. આપે છે. પરંતુ ૧૪૦૦ શાળાઓમાં વીજ કનેકશન નથી. ૩૨૮૮ શાળાઓમાં પીવાના પાણીની સગવડ થી. ૩૪૦૦ શાળાઓમાં ટોઇલેટ નથી અને ૫૪૬૬ શાળાઓમાં છોકરીઓ માટે અલાયદુ ટોઇલેટ નથી. વિદ્યાર્થીઓને મફત આપવાના પાઠયપુસ્તકો બારોબાર બજારમાં વેચાણ માટે જતા રહે છે.
તેમણે સરકારી પરિપત્રને ટાંકીને જણાવ્યું છે કે પ્રાથમિક શિક્ષકો બિનશૈક્ષણિક કાર્ય નહીં કરે એવા શિક્ષણ વિભાગના પરિપત્ર છતાં શિક્ષકો પાસે પરિવાર કલ્યાણનું મોટિવેશન, રાજ્યની વસતી ગણતરી, બાળ મજૂરોની ગણતરી, મતદાર યાદીની કામગીરી, રાજ્યના પશુઓની ગણતરી, રાહત કામ અન્વયે ખોદકામની મોજણી, નબળા વર્ગની આર્થિક મોજણી, પોલિયો રસીકરણની કામગીરી, નાની બચતના લક્ષ્યાંકનું મોટીવેશન સહિતની જવાબદારીઓ શિક્ષકોને સોંપવામાં આવે છે. જો શિક્ષકો જ શાળામાં નહીં રહેતા હોય તો ૨૪૬ દિવસનું શિક્ષણ કાર્ય માત્ર પરિપત્રમાં જ રહેશે. સરકારે તેમના જ પરિપત્રનો અમલ થાય તે માટે સરકારી કાર્યક્રમોમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ભીડની માનસિકતા છોડવી પડશે.

 

Share |
  More News
ભાજપ અને કોંગ્રેસે આંદોલનો કરવાનાં આયોજનો શરૃ કર્યા
પૂનમની રાત્રે અમાસ સર્જાશેઃ ગ્રહણના ગાળામાં રાશિ બદલાશે
'નકલી પોલીસ' બની લૂંટતી બે ઈરાની ગેંગના ૭ શખ્સો પકડાયા
શેટ્ટી પે કમીશનના લાભો ચૂકવવામાં સરકારના ગલ્લાં-તલ્લાં તિરસ્કાર સમાન
સરકારી સમારંભોમાં વિદ્યાર્થીઓનો ભીડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે
નબળા શોટ સિલેક્શનના કારણે પરાજય સહન કરવો પડયોઃરૈના
ચેપલે ટીમમાં અમારી જરૃર જ ન હોય તેવું વાતાવરણ સર્જ્યુ હતું
મરેએ ભારે સંઘર્ષ બાદ સોંગાને હરાવીને ક્વિન્સ ટાઇટલ જીત્યું
જમૈકા અને બાર્બાડોસની પીચ પર બેટ્સમેનોની કસોટી થશે
  More News
દેશની ૨૧ હાઈ કોર્ટ માટે ફાળવાયેલી જજોની ૮૯૫ જગ્યામાંથી ૨૮૮ ખાલી
જ્નના ૧૨ દિવસની સરેરાશ કરતાં મુંબઈમાં આ વર્ષે સાતગણો વરસાદ
૨૬/૧૧ના મુંબઈ પરના હુમલા માટે આઇ.એસ.આઇ.ની જ આર્થિક લશ્કરી સહાય
પોતાનું સંતાન હોવાનું અમેરિકન ગે કપલનું સ્વપ્ન મુંબઇમાં પૂરું થયું
વીઆઈપી સુરક્ષા માટે તહેનાત કરાતા પોલીસની સંખ્યા ત્રણ વર્ષમાં ૩૪૦ ટકા વધી
એકતા કપૂરની ફિલ્મની સિકવલ સોનાક્ષી સિંહાને ફાળે જાય તેવી શક્યતા
હૃતિક રોશન હવે તેને ત્રેવડી ભૂમિકામાં ચમકાવતી 'ક્રિશ-૨'ના શૂટિંગ માટે તૈયાર
કરિશ્મા કપૂરે પુનરાગમન કરવા વિક્રમ ભટ્ટની ફિલ્મ પસંદ કરી
ઓનલાઇન સર્વેમાં સલમાન અને ઐશ્વર્યાને મળ્યો સૌથી વધારે સર્ચ થતી સેલિબ્રિટીનો ખિતાબ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved