Last Update : 15-June-2011, Wednesday
 
પૂનમની રાત્રે અમાસ સર્જાશેઃ ગ્રહણના ગાળામાં રાશિ બદલાશે
આજે સો વર્ષનું સૌથી અંધકારમય ચંદ્રગ્રહણ
જપ-તપ-દાન સંકલ્પ માટે ૩.૪૦ કલાકનો સમય ઃ પૃથ્વીની પૂર્ણ છાયામાં આવતા ચંદ્ર લાલાશ પડતા રંગનો થશે

અમદાવાદ, મંગળવાર
બુધવારે રાત્રે થનારા સો વર્ષના સૌથી અંધારીયા ચંદ્ર ગ્રહણની એક ખાસિયત એ છે કે તે પૂનમની રાત્રે અમાસનો નજારો ઉભું કરવાનું છે. તો બીજી ખાસિયત એ પણ છે કે આ વખતે ચાલુ ચંદ્રગ્રહણે ચંદ્ર રાશિ બદલવાનું છે. વૃશ્ચિક-ધનરાશિમાં, જ્યેષ્ઠાનક્ષત્રના ચોથા ચરણ-મૂલનક્ષત્રના પહેલા ચરણમાં - અભૂક્ત મૂલમાં આ ગ્રહણ થશે. ૧૬મીએ પરોઢિયે ૦૧.૦૫ કલાકે ધન રાશિ અને મૂલ નજ્ઞાત્રમાં આવે છે.
ભારતમાં આ વખતે પૂર્ણ ગ્રહણ હોવાથી ગ્રહણનો સ્પર્શ અને મોક્ષ બંને દેખાશે. પશ્ચિમથી પૂર્વ જતો ચંદ્ર પૃથ્વીની છાયામાં પ્રવેશે ત્યારે પૃથ્વીનો પડછાયો અને ચંદ્રનું બિંબ એ બેઉ એકબીજાને સ્પર્ષે તેને ગ્રહણનો આરંભ એટલેકે ગ્રહણ સ્પર્શ કહેવાય છે. સંપૂર્ણ ચંદ્રબિંબ પૃથ્વીના બિંબમાં સમાઇ જાય તો તેને ખગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાય છે. બેઉ બિંબોના વૃત્તોના છૂટા પડવાનો અંતિમ તબક્કો મોક્ષ કહવાય છે.
ચંદ્રોદય થયેલો હોય તેવા પ્રદેશોમાં પૂર્ણ ખગ્રાસ ગ્રહણ જોઇ શકાશે એટલેકે સ્પર્શથી મોક્ષ સુધી સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. ચંદ્રગ્રહણ વખતે ચંદ્રોદય થયેલા દેશોમાં દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા, માડાગાસ્કર, મીડલઇસ્ટ, મધ્ય એશિયા, ભારત, શ્રીલંકા, પૂર્વ ચીન, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપોર, પશ્ચિમી ઇન્ડોનેશિયા, એન્ટાર્ટિકા અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
ગ્રહણનો મધ્યભાગ ભારતીય સમયાનુસાર ૧.૪૨ કલાકે થશે જે વખતે ચંદ્ર ૨૩-૧૨ દક્ષિણ અક્ષાંશ અને ૫૬-૩૬ પૂર્વ રેખાંશની મધ્યે હશે. જ્યારે ચંદ્ર સંપૂર્ણ પૃથ્વીની છાયામાં આવશે ત્યારે લાલાશ રંગનો થશે.
નડિયાદના પરંતપકુમાર વ્યાસ અનુસાર ગ્રહણનો વેધ ૧૫મીએ ૧૨ઃ૩૮ વાગ્યેથી શરૃ થશે જ્યારથી વેધના નિયમો પાળવાની શરૃઆત કરવી. જો કે વૃદ્ધ, રોગી, બાળક કે અશક્તો સૂર્યાસ્ત(૭.૨૦)થી વેધ પાળી શકશે. ૧૫મીએ રાત્રે ૧૧.૫૨ વાગ્યે ચંદ્રગ્રહણનો સ્પર્શ છે. ૧૬મીએ સવારે ૦૧.૪૨ વાગ્યે પુણ્યકાળનું મધ્ય રહેશે કે જ્યારે દાનનો સંકલ્પ કરવો. સવારે ૩.૩૩ વાગ્યે ચંદ્રગ્રહણનો પુણ્યકાળ પૂરો થશે.આમ ગ્રહણ દરમિયાન ઉપાસના કરનારાઓને ૩ કલાક અને ૪૦ મિનીટનો પુણ્યકાળ મળશે. ગ્રહણ સમયે ઉપાસના કરાનારાઓ ગ્રહણનો વેધ શરૃ થાય ત્યાંથી ગ્રહણ શરૃ થાય ત્યાં સુધી માત્ર દૂધ અને ફળાહાર લે છે અને અન્ન લેતા નથી. ગ્રહણ કાળ દરમિયાન કશું પણ ખાવાનું કે પીવાનું હોતું નથી. મંત્ર-પાઠ-હોમ ચાલુ રાખવામાં આવે છે. પૂજાના સ્થાને કે દેવને અડકવામાં આવતું નથી. ગ્રહણમાં દીવો થઇ શકે છે. પાણીની ટાંકીમાં, માટલામાં દર્ભ-ડાભ પધરાવવામાં આવે છે. ગ્રહણ અગાઉ અને ગ્રહણના પુણ્યકાળ પછી સ્નાન પણ કરવામાં આવે છે. બ્રાહ્મણો સ્નાન બાદ યજ્ઞાોપવિત પણ બદલે છે.

 

૧૫-૧૬.૦૬.૨૦૧૧નો ચંદ્રગ્રહણનો ઘટનાક્રમ

ઘટના

ભારતીય સ્ટાન્ડર્ડ સમય

વિષુવવૃત્ત પર રેખાંશ

વિષુવવૃત્ત પર રેખાંશ

સમય (યુનિવર્સલ

 

 

(પૃથ્વીના પશ્ચિમ છેડે)

(પૃથ્વીના પૂર્વ છેડે)

ટાઇમ- જી.એમ.ટી.)

માંદ્ય સ્પર્શ

૧૫મીએ રાત્રે ૧૦ઃ૫૪

૭ં

૧૭૨ં

૧૭ઃ૨૪

સ્પર્શ

૧૫મીએ રાત્રે ૧૧ઃ૫૨

૬ં

૧૭૩ં

૧૮ઃ૨૨

સંમિલન

૧૬મીએ પરોઢિયે ૦૦ઃ૫૨

૨૧ં

૧૫૯ં

૧૯ઃ૨૨

ઉન્મિલન

૧૬મીએ પરોઢિયે ૦૨ઃ૩૩

૪૫ં

૧૩૫ં

૨૧ઃ૦૩

મોક્ષ

૧૬મીએ પરોઢિયે ૦૩ઃ૩૩

૫૯ં

૧૨૦ં

૨૨ઃ૦૩

માંદ્ય મોક્ષ

૧૬મીએ પરોઢિયે ૦૪ઃ૩૦

૭૩ં

૧૦૬ં

૨૩ઃ૦૦

 

Share |
  More News
ભાજપ અને કોંગ્રેસે આંદોલનો કરવાનાં આયોજનો શરૃ કર્યા
પૂનમની રાત્રે અમાસ સર્જાશેઃ ગ્રહણના ગાળામાં રાશિ બદલાશે
'નકલી પોલીસ' બની લૂંટતી બે ઈરાની ગેંગના ૭ શખ્સો પકડાયા
શેટ્ટી પે કમીશનના લાભો ચૂકવવામાં સરકારના ગલ્લાં-તલ્લાં તિરસ્કાર સમાન
સરકારી સમારંભોમાં વિદ્યાર્થીઓનો ભીડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે
નબળા શોટ સિલેક્શનના કારણે પરાજય સહન કરવો પડયોઃરૈના
ચેપલે ટીમમાં અમારી જરૃર જ ન હોય તેવું વાતાવરણ સર્જ્યુ હતું
મરેએ ભારે સંઘર્ષ બાદ સોંગાને હરાવીને ક્વિન્સ ટાઇટલ જીત્યું
જમૈકા અને બાર્બાડોસની પીચ પર બેટ્સમેનોની કસોટી થશે
  More News
દેશની ૨૧ હાઈ કોર્ટ માટે ફાળવાયેલી જજોની ૮૯૫ જગ્યામાંથી ૨૮૮ ખાલી
જ્નના ૧૨ દિવસની સરેરાશ કરતાં મુંબઈમાં આ વર્ષે સાતગણો વરસાદ
૨૬/૧૧ના મુંબઈ પરના હુમલા માટે આઇ.એસ.આઇ.ની જ આર્થિક લશ્કરી સહાય
પોતાનું સંતાન હોવાનું અમેરિકન ગે કપલનું સ્વપ્ન મુંબઇમાં પૂરું થયું
વીઆઈપી સુરક્ષા માટે તહેનાત કરાતા પોલીસની સંખ્યા ત્રણ વર્ષમાં ૩૪૦ ટકા વધી
એકતા કપૂરની ફિલ્મની સિકવલ સોનાક્ષી સિંહાને ફાળે જાય તેવી શક્યતા
હૃતિક રોશન હવે તેને ત્રેવડી ભૂમિકામાં ચમકાવતી 'ક્રિશ-૨'ના શૂટિંગ માટે તૈયાર
કરિશ્મા કપૂરે પુનરાગમન કરવા વિક્રમ ભટ્ટની ફિલ્મ પસંદ કરી
ઓનલાઇન સર્વેમાં સલમાન અને ઐશ્વર્યાને મળ્યો સૌથી વધારે સર્ચ થતી સેલિબ્રિટીનો ખિતાબ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved