Last Update : 15-June-2011, Wednesday
 

અજય દેવગણ અને કંગના રાણાવત વચ્ચેની મૈત્રી હવે દુશ્મનીમાં ફેરવાઈ

હવે અભિનેતા આ અભિનેત્રી સામે જોવા પણ તૈયાર નથી

મુંબઇ, તા. ૧૪
એક સમયે અજય દેવગણ 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ'ની તેની સહ કલાકાર અને 'અંગત મિત્ર' કંગના રાણાવતને પ્રમોટ કરવા માટે કોઈ પણ કસર બાકી રાખતો નહોતો. પરંતુ હવે અચાનક જ તેણે પીછેહઠ કરી છે. તેમની સાથેની ફિલ્મ 'તેઝ'ના લંડન ખાતેના શૂટિંગ દરમિયાન અભિનેતા કંગનાની અવગણના કરતો હોવાના સમાચાર મળ્યા છે.
પ્રોફેશનલી સબ સલામત હોય એમ લાગે છે. પરંતુ અંગત રીતે આ બંને એકબીજા સાથે વાત પણ કરતા નથી. કંગના સાથેની તેની આત્મીયતાના સમાચાર મિડિયા સુધી પહોંચ્યા હોવાને કારણે નારાજ થયેલા અજયે કંગનાથી અંતર જાળવવાનું પસંદ કર્યું હતું. રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ'માં કંગનાને લેવા બાબતે અજય અને દિગ્દર્શક વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા પછી કંગના અને અજય વચ્ચેની મૈત્રીની અફવાએ વધુ વેગ પકડયો હતો. ફિલ્મનો દિગ્દર્શક હોવાને કારણે રોહિતને આ ભૂમિકા માટે કરીના કપૂર કે કોઈ નવા ચહેરાની તલાશ હતી. પરંતુ અજય કંગનાને મુખ્ય પાત્રમાં લેવાની હઠ છોડવા તૈયાર નહોતા. 'આ પછી પ્રસરેલી અફવાઓને કારણે અજયે કંગનાથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. તેણે આ નિર્ણય કેમ લીધો એ એક રહસ્ય છે' એમ સૂત્રે જણાવ્યું હતું.
'તેઝ'નું શૂટિંગ પૂરુ કરવા માટે કંગના લંડન ગઈ હતી ત્યારે એક સમયનો તેનો ખાસ મિત્ર અજય તેની સામે પણ જોવા તૈયાર નહોતો. યોગાનુયોગે એ સમયે અજયની પત્ની કાજોલ પણ ત્યાં હતી. સેટ પરના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'કંગના તેઝ'નું શૂટિંગ કરતી હતી ત્યારે અજય તેને ટાળતો હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. બંને વચ્ચે કોઈ સમસ્યા હોવાનું સૌ કોઈ જોઈ શકતા હતા.'
ભવિષ્યમાં અજય અને કંગના બીજી કોઈ ફિલ્મ સાથે સાઇન કરે છે કે નહીં તે જોવું રહ્યું. કંગનાએ તેની એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, 'બે-ત્રણ વરસ સુધી એક પણ ફિલ્મ સાથે નહીં કરવાનું અજય અને હું વિચારીએ છીએ. પ્રોફેશનલી અમે એકબીજાથી બ્રેક લેવાના છે. અને અજયને પણ આમ જ લાગે છે.'
Share |
  More News
ભાજપ અને કોંગ્રેસે આંદોલનો કરવાનાં આયોજનો શરૃ કર્યા
પૂનમની રાત્રે અમાસ સર્જાશેઃ ગ્રહણના ગાળામાં રાશિ બદલાશે
'નકલી પોલીસ' બની લૂંટતી બે ઈરાની ગેંગના ૭ શખ્સો પકડાયા
શેટ્ટી પે કમીશનના લાભો ચૂકવવામાં સરકારના ગલ્લાં-તલ્લાં તિરસ્કાર સમાન
સરકારી સમારંભોમાં વિદ્યાર્થીઓનો ભીડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે
નબળા શોટ સિલેક્શનના કારણે પરાજય સહન કરવો પડયોઃરૈના
ચેપલે ટીમમાં અમારી જરૃર જ ન હોય તેવું વાતાવરણ સર્જ્યુ હતું
મરેએ ભારે સંઘર્ષ બાદ સોંગાને હરાવીને ક્વિન્સ ટાઇટલ જીત્યું
જમૈકા અને બાર્બાડોસની પીચ પર બેટ્સમેનોની કસોટી થશે
  More News
દેશની ૨૧ હાઈ કોર્ટ માટે ફાળવાયેલી જજોની ૮૯૫ જગ્યામાંથી ૨૮૮ ખાલી
જ્નના ૧૨ દિવસની સરેરાશ કરતાં મુંબઈમાં આ વર્ષે સાતગણો વરસાદ
૨૬/૧૧ના મુંબઈ પરના હુમલા માટે આઇ.એસ.આઇ.ની જ આર્થિક લશ્કરી સહાય
પોતાનું સંતાન હોવાનું અમેરિકન ગે કપલનું સ્વપ્ન મુંબઇમાં પૂરું થયું
વીઆઈપી સુરક્ષા માટે તહેનાત કરાતા પોલીસની સંખ્યા ત્રણ વર્ષમાં ૩૪૦ ટકા વધી
એકતા કપૂરની ફિલ્મની સિકવલ સોનાક્ષી સિંહાને ફાળે જાય તેવી શક્યતા
હૃતિક રોશન હવે તેને ત્રેવડી ભૂમિકામાં ચમકાવતી 'ક્રિશ-૨'ના શૂટિંગ માટે તૈયાર
કરિશ્મા કપૂરે પુનરાગમન કરવા વિક્રમ ભટ્ટની ફિલ્મ પસંદ કરી
ઓનલાઇન સર્વેમાં સલમાન અને ઐશ્વર્યાને મળ્યો સૌથી વધારે સર્ચ થતી સેલિબ્રિટીનો ખિતાબ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved