Last Update : 15-June-2011, Wednesday
 
કયુઆઈપી થકી એકત્ર કરાયેલ ભંડોળનું મુલ્ય ૫.૩ ટકા ઘટતા, -૧૯ ટકા વળતર

 

અમદાવાદ, મંગળવાર
વિતેલા ૨૦૧૦ ના વર્ષમાં કવોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (કયુઆઈપી) થકી રૃ. ૨૨૫ અબજ એકત્ર કરનાર ૫૦ કંપનીમાંથી ૩૩ કંપનીઓના શેર હાલ તેમના ઇશ્યુ ભાવથી નીચા ભાવે ટ્રેડિંગ થતું હોવાના કારણે એકત્ર કરાયેલ ભંડોળનું મુલ્ય ૫.૩ ટકા ઘટીને રૃ. ૨૧૩ અબજ થવા પામ્યું છે.
કયુઆઈપી થકી ભંડોળ ઉભુ કરનારી ૫૦માંથી ૩૩ કંપનીના શેરમાં ઇશ્યુ ભાવથી નીચા ભાવે થતું ટ્રેડિંગ
રેટિંગ એજન્સી ક્રિસીલ દ્વારા હાથ ધરાયેલ એક અભ્યાસના તારણ મુજબ જુનના પ્રથમ સપ્તાહના બજાર ભાવ અને ઓફર ભાવ વચ્ચેના તફાવતની કરાયેલી ગણતરી મુજબ એકત્ર કરાયેલ ભંડોળનું મુલ્ય ૫.૩ ટકા ઘટી જતા આ રોકાણ પરનું કુલ વળતર નેગેટીવ બની રહ્યું છે એટલે કે માઇનસ ૧૯ ટકા છે. જો કે આ સમયગાળા દરમિયાન નિફટીમાં બે ટકાનો વધારો જોવા મળ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ૨૦૧૦માં લિસ્ટેડ કંપનીઓમાં મોટા પાયે કયુઆઈપીનો ક્રેઝ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન વિવિધ કંપનીઓએ ભંડોળ એકત્ર કરવા આ માર્ગનો સૌથી વધુ ઉપયોગ કરતા રૃ. ૨૨૫ અબજનું જંગી ભંડોળ એકત્ર થયું હતું.
આ સમય દરમિયાન ખાસ કરીને ફાઇનાન્શીયલ સર્વિસી, િઆટી, ઓટોમોબાઈલ, રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રકશન ક્ષેત્રની ૨૦ જેટલી કંપનીઓ થકી એકત્ર થયેલા કુલ ભંડોળના ૫૬ ટકા જેટલું એટલે ક રૃ. ૧૨૫ અબજ અથવા રૃ. ૧૨૫૦૦ કરોડ એકત્ર કર્યા હતા.
રોકાણકારોએ પણ પ્રેફરન્શીયલ શેરોની જગ્યાએ કયુઆઈપી વધુ પસંદ કર્યા હતા. તેનુ મુખ્ય કારણ એ કે કયુઆઈપી મારફત ફાળવવામાં આવતા શેર માટે લોક ઇન પિરિયડ હોતો નથી. તેથી તે વેચવામાં સરળતા રહે છે. વિતેલ ૨૦૧૦ના સપ્ટેમ્બર ઓકટોમ્બર માસથી બજારમાં એક ધારા નિરસતા-નરમાઈ પ્રવર્તતી હોવાથી શેરમાંથી બહાર નીકળવાનો મય ન મળતા રોકાણકારોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

 

એપ્રિલ-મે દરમિયાન કોમેક્સીસના ટર્નઓવરમાં ૬૩.૭૦ ટકાનો વધારો
અમદાવાદ, મંગળવાર
૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષના પ્રથમ બે માસ દરમિયાન બુલીયન સોદામાં વધારો થતા કોમોડિટી ફ્યુચર્સ માર્કેટના ટર્નઓવરમાં ૬૩.૭૦ ટકાનો વધારો થતા તે રૃા. ૨૫,૯૭,૯૨૬ કરોડ પર પહોંચ્યું હતું.
ફોરવર્ડ માર્કેટ કમીશન (એફએમસી) જાહેર કરેલા ડેટા મુજબ વિતેલા બે માસ દરમિયાન બુલીયનમાં કામકાજનું પ્રમાણ વધતા કોમોડિટી ફ્યુચર્સ માર્કેટના ટર્નઓવરમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. ગત વર્ષે સમાન સમય દરમિયાન ટર્નઓવરનો આ આંકડો રૃા. ૧૫,૮૭,૦૨૩ કરોડ પર હતો. દેશમાં હાલ કુલ ૨૩ એક્સચેન્જ કાર્યરત છે.
એપ્રિલ-મે દરમિયાન બુલીયનનું ટર્નઓવર બમણાથી પણ વધુ વધીને રૃા. ૧૬,૧૫,૧૩૮ કરોડ પર પહોંચ્યું હતું. જે ગત વર્ષે આ સમય દરમિયાન રૃા. ૬,૯૯,૮૩૩ કરોડ હતું.
બુલીયનની જેમજ એગ્રી કોમોટિડીનું ટર્નઓવર ૩૮ ટકા ઉછળીને રૃા. ૨૪૦૩૩૯ કરોડ (૧૭૩૯૩૮ કરોડ) થયું હતું. જ્યારે ક્રુડ ઓઈલનો બિઝનેસ ૨૩.૪૪ ટકા વધીને રૃા, ૩,૪૩,૯૩૦ કરોડ (૨૭૮૬૧૦ કરોડ) થયો હતો. જોકે, આ સમયમાં મેટલ ક્ષેત્રે કોપરનું ટર્નઓવર ૮.૩૧ ટકા ઘટીને રૃા. ૩૯૮૫૧૮ કરોડ (૪૩૪૬૩૩ કરોડ) થયું હતું.

 

Share |
  More News
ભાજપ અને કોંગ્રેસે આંદોલનો કરવાનાં આયોજનો શરૃ કર્યા
પૂનમની રાત્રે અમાસ સર્જાશેઃ ગ્રહણના ગાળામાં રાશિ બદલાશે
'નકલી પોલીસ' બની લૂંટતી બે ઈરાની ગેંગના ૭ શખ્સો પકડાયા
શેટ્ટી પે કમીશનના લાભો ચૂકવવામાં સરકારના ગલ્લાં-તલ્લાં તિરસ્કાર સમાન
સરકારી સમારંભોમાં વિદ્યાર્થીઓનો ભીડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે
નબળા શોટ સિલેક્શનના કારણે પરાજય સહન કરવો પડયોઃરૈના
ચેપલે ટીમમાં અમારી જરૃર જ ન હોય તેવું વાતાવરણ સર્જ્યુ હતું
મરેએ ભારે સંઘર્ષ બાદ સોંગાને હરાવીને ક્વિન્સ ટાઇટલ જીત્યું
જમૈકા અને બાર્બાડોસની પીચ પર બેટ્સમેનોની કસોટી થશે
  More News
દેશની ૨૧ હાઈ કોર્ટ માટે ફાળવાયેલી જજોની ૮૯૫ જગ્યામાંથી ૨૮૮ ખાલી
જ્નના ૧૨ દિવસની સરેરાશ કરતાં મુંબઈમાં આ વર્ષે સાતગણો વરસાદ
૨૬/૧૧ના મુંબઈ પરના હુમલા માટે આઇ.એસ.આઇ.ની જ આર્થિક લશ્કરી સહાય
પોતાનું સંતાન હોવાનું અમેરિકન ગે કપલનું સ્વપ્ન મુંબઇમાં પૂરું થયું
વીઆઈપી સુરક્ષા માટે તહેનાત કરાતા પોલીસની સંખ્યા ત્રણ વર્ષમાં ૩૪૦ ટકા વધી
એકતા કપૂરની ફિલ્મની સિકવલ સોનાક્ષી સિંહાને ફાળે જાય તેવી શક્યતા
હૃતિક રોશન હવે તેને ત્રેવડી ભૂમિકામાં ચમકાવતી 'ક્રિશ-૨'ના શૂટિંગ માટે તૈયાર
કરિશ્મા કપૂરે પુનરાગમન કરવા વિક્રમ ભટ્ટની ફિલ્મ પસંદ કરી
ઓનલાઇન સર્વેમાં સલમાન અને ઐશ્વર્યાને મળ્યો સૌથી વધારે સર્ચ થતી સેલિબ્રિટીનો ખિતાબ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

સંગીતની સરગમમાં રિયાલિટીનો સૂર
રથયાત્રા પૂર્વે ધમધમી રહ્યા છે અમદાવાદના અખાડાઓ
કરિયરના બજારમાં વિજ્ઞાન ગગડ્યું
ભાવિના હંિચકે ઉમ્મિદનો હિલોળો...
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved