Last Update : 15-June-2011, Wednesday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૫-૬-૨૦૧૧ બુધવાર
જેઠ સુદ પૂનમ - વ્રતની પૂનમ - વટસાવિત્રી વ્રત સમાપ્ત
ખગ્રાસ ચંદ્રગ્રહણ - ભારતમાં દેખાશે
સૂર્ય મિથુનમાં - પુણ્યકાળ સાંજના ૪ ક. ૨૮ મિ.થી


દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૩ મિ., (સૂ) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧ ક. ૦૫ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્વિક (ન.ય.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ જ્યેષ્ઠા રાત્રે ૧ ક. ૦૫ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિપૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મિથુનમાં ૧૬-૨૮થી. મંગળ - વૃષભ, બુધ - મિથુન, ગુરૃ - મેષ, શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્વિક, કેતુ - મિથુન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - વૃશ્વિક રાત્રે ૧ ક. ૦૫ મિ. સુધી પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૭, શાકે ઃ ૧૯૩૩, જૈનવીર સંવત ઃ ૨૫૩૭
વિક્રમ સંવત્સર ઃ શુભકૃત, શક સંવત્સર ઃ ખર, ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ, જેઠ સુદ પૂનમ ને બુધવાર. વટસાવિત્રી વ્રતની પૂનમ, અક્ષર પૂર્ણિમા, વિંછુંડો રાત્રે ૧ ક. ૫૦ મિ.થી મિથુનમાં સૂર્ય, સાંજના ૪ ક. ૨૮ મિ.થી. આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. ભારતમાં દેખાશે. શંખ વડે કેશરમિશ્રિત જળથી જ્યેષ્ઠા અભિષેક ભગવાનને કરવો.
ગ્રહણ સ્પર્શ રાત્રે ૧૧ ક. ૫૩ મિ., મધ્ય રાત્રે ૧ ક. ૪૨ મિ. મોક્ષ રાત્રે ૩ ક. ૩૨ મિ. ગ્રહણ ધન રાશિને મૂળ નક્ષત્રમાં થાય છે. બપોરના ૨ ક. ૫૩ મિ. પાળવાનું રહે. મેષ, સિંહ, વૃશ્વિક, ધન રાશિને કષ્ટપીડા જણાય ? કપાસ, કંદમૂળ, તિલ, બધા અનાજના ભાવ વધે ?
મુસલમાની હિજરીસન ૧૪૩૨ રજ્જબ માસનો બારમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ બહમન માસનો પ્રથમ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપને શારિરીર- માનસિક અસ્વસ્થતા પૂનમના દિવસે અનુભવાય. નોકરી-ધંધાના કામમાં, વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
વૃષભ ઃ આજે પૂનમના દિવસે આપના વિચારોની એકાગ્રતા-શાંતિ જળવાય નહીં. નોકરી-ધંધાના કામમાં ચિંતા-ખર્ચ જણાય.
મિથુન ઃ પૂનમનો આજનો દિવસ ખર્ચનો રહે. આકસ્મિક ખર્ચ થાય પરંતુ નોકરી-ધંધાના નિર્ણયમાં નુકસાન થાય નહીં તેનું ધ્યાન રાખવું.
કર્ક ઃ આજે પૂનમના દિવસે મિથુન સંક્રાંતિનો પ્રારંભ થાય છે. તેથી નોકરી-ધંધાના-બેંકના નાણાંકીય પ્રશ્નમાં સંભાળવું પડે.
સિંહ ઃ આજે આપ હરો ફરો પરંતુ પૂનમનો દિવસ હૃદય-મનની વ્યગ્રતાનો રહે. નોકરી-ધંધાના જુના-નવા સંબંધોમાં શાંતિથી કામકાજ કરવું.
કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં ચિંતા-રૃકાવટ-માનસિક તણાવ, અસ્વસ્થતા. આજે પૂનમના દિવસે જણાય. વડીલવર્ગે આરોગ્ય સાચવવું.
તુલા ઃ પૂનમનો આજનો દિવસ શારિરીક-માનસિક અસ્વસ્થતાનો રહે. હરો-ફરો કામકાજ કરો પરંતુ કંઈ ગમે નહીં. ધાર્યું કામ થાય નહીં.
વૃશ્વિક ઃ આજે પૂનમના દિવસે મિથુન સંક્રાંતિનો પ્રારંભ થાય છે તેથી માનસિક તણાવ-ચિંતા નોકરી-ધંધાના ઘર, પરિવારના પ્રશ્ને રહે.
ધન ઃ આજે આપે ધીરજ-શાંતિ રાખી, શાંતિથી દિવસ પસાર કરી લેવો. યાત્રાપ્રવાસમાં, બહાર જતા-આવતા સાવધાની રાખવી.
મકર ઃ પૂનમનો આજનો દિવસ વાણીની મીઠાસ અને વ્યવહારની નમ્રતા રાખવી. નોકરી, ધંધામાં, ઘર પરિવારના કામમાં સરળતા રહે.
કુંભ ઃ આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો. નોકરી-ધંધામાં, ઉચાટ-ઉદ્વેગ જણાય. સગાસંબંધી-મિત્રવર્ગ-ભાઈભાંડુથી શાંતિ જણાય નહીં.
મીન ઃ પૂનમનો આજનો દિવસ યાત્રાપ્રવાસ, મુલાકાતમાં, ચર્ચા વિચારણા, નિર્ણયમાં સંભાળવો. નોકરી-ધંધામાં ઉચાટ રહે.

[Top]
 

સુપ્રભાતમ્

હે કોકિલ ! તારી વાણીમાં જે મદુરતા છે તે કૃત્રિમ છે એમ હું માનું છું, કારણ જેણે (કાગડાએ) તારૃં પાલન પોષણ કર્યું તેનેજ, તને પાંખ આવતાં જ તે છોડી દીધા !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

બુદ્ધિ, યાદશક્તિ અને મનોબળ વધારે તેવા ઔષધો
સામાન્ય બુદ્દિની તો આજે કોઈ કિંમત નથી. પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ જ આજે જીવનમાં આગળ આવી શકે એવી સ્થિતિ છે. અભ્યાસમાં, વ્યવસાયમાં એમ બધે જ બુદ્ધિમત્તા જરૃરી બની ગઈ છે. આથી આવી સ્થિતિમાં યાદશક્તિ વધે, બૌદ્ધિક પ્રતિભા પેદા થાય અને મનોબળનો વિકાસ થાય એવા ઔષધો અંગે આયુર્વેદમાં જે વિશાળ જ્ઞાાન ભર્યું છે તેમાંથી થોડાકનો અહીં ઉલ્લેખ કરું છું. ગયા અંકમાં બ્રાહ્મી અને શંખપુષ્પી વિશે આપણે સંક્ષેપમાં વાત કરી હવે કેટલાક બીજા ઔષધો વિશે વિચાર કરીશું.
બુદ્ધિની જડતાને તોડી નાખતી જ્યોતિષ્મતી (માલકાંકણી)
સ્મૃતિ અને બુદ્ધિ વધારનારું એક ત્રીજું ઔષધ છે જ્યોતિષ્મતી. ગુજરાતીમાં આને માલકાંકણી કહે છે. જ્યોતિષ્મતી ગુણમાં ગરમ અને તીક્ષ્ણ છે. તે મગજમાં ભરાયેલા કફ-વાત વગેરે દોષોને બહાર કાઢી નાખે છે. ઘણીવાર માથામાં કફ ભરાઈ જવાથી જડતા આવી જાય છે. વાંચેલું યાદ રહેતું નથી. માથું ભારે રહે છે અને વ્યક્તિ નિરુત્સાહી બની જાય છે. આવા સંજોગોમાં માલકાંકણીનો ઉપયોગ કરવાથી બુદ્ધિ તથા સ્મરણશક્તિ વધે છે અને પાચન પણ સુધરે છે. કફ અને વાયુથી થતા રોગો પણ દૂર થાય છે.
યાદશક્તિ વધારવા માટે માલ કાંકણીના ક્રમશઃ એકેક બીજ વધારતા જઈને છેક પચાસ દિવસ સુધી ગળી શકાય છે. પચાસથી ઘટતા જઈને ફરી એક પર આવી જવું. આ પ્રયોગ વખતે ગાયનું દૂધ અને ઘી ખાસ લેવું. મરચા, લસણ, ડુંગળી વગેરે તીખા-ખાટાં પદાર્થો બંધ કરવા. જેમને વાઈ આવતી હોય તેવા લોકો પણ આ પ્રયોગ કરી શકે.
માલકાંકણીનું (જ્યોતિષ્મતીનું) ચોખ્ખું તેલ મળે તો તેના પાંચથી સાત ટીપાં પતાસામાં અથવા દૂધ સાથે લેવા. તેના સેવન વખતે પરસેવો તથા મૂત્રપ્રવૃત્તિ વધશે., આ પ્રયોગ દરમ્યાન પણ ગાયના ઘી દૂધનું સેવન અનિવાર્ય છે. પોતાની પિત્ત પ્રકૃતિ હોય તેવી વ્યક્તિઓએ આ પ્રયોગ નિષ્ણાતની સલાહ વિના ન કરવો. મંદબુદ્ધિવાળા વિદ્યાર્થીઓએ તો આ ઔષધનો પ્રયોગ ખાસ કરવા જેવો છે. માલકાંકણીનું તેલ ખાલી કેપસૂલમાં ભરીને પણ ગળી શકાય.
તૈયાર ઔષધો ઃ
માનસિક દુર્બળતા અને સ્મૃતિ તથા બુદ્ધિની મંદતા પર અસર કરનારા ઔષધો આમ તો અનેક છે પણ અહીં આપણે એમાંથી મુખ્ય બેત્રણ ઔષધો વિશે જ વાત કરીશું.
* બુદ્ધિ, યાદશક્તિ, મનની પ્રસન્નતા અને ઉત્સાહને વધારે તેવું ઔષધ સારસ્વતારિષ્ટ
સારસ્વતારિષ્ટ એ સૌને ગમે અને સરળતાથી લઈ શકાય તેવું ઔષધ છે. 'સારસ્વત' એટલે વિદ્વાન અથવા વિદ્યાને લગતું. આ લગભગ ચોવીસ ઔષધોના સંયોજનથી તૈયાર થતું ઔષધ છે. આમાં કેટલાક એવા દ્રવ્યો આવે છે જેનાથી શરીર તેમજ મન બન્નેને સંતુલિત બળ અને પોષણ મળે. આમાં આવતા બ્રાહ્મી અને વજ જેવા દ્રવ્યો બુદ્ધિ તથા મેધા (સમજશક્તિ)ને વધારનારા છે. અશ્વગંધા, શતાવરી અને વિદારીકંદ જેવા દ્રવ્યો શક્તિ, સ્ફૂર્તિ તથા તાજગીને વધારી પરિપોષણ ક્રમને વ્યવસ્થિત કરે છે. આમાં સોનાના વરખ પણ નાખવાનું
વિધાન છે પરંતુ કેટલી ફાર્મસી ખરેખર નાખતી હશે એ એક સમસ્યા છે. પણ જો સાચેસાચ નાખવામાં આવે તો એ હૃદયને બળ આપે છે અને શક્તિના પોષણને સ્ત્રોતને પુનર્જિવિત કરે છે. આ સિવાય આદુ, પીપર, વરિયાળી, લવિંગ અને તજ જેવા દ્રવ્યો રુચિ તથા પાચનને સુધારી શરીરને પોષણ આપે છે. હરડે પેટ સાફ લાવે છે. વાયુનો ભરાવો થવા દેતી નથી અને રસાયન હોવાથી સમગ્ર શરીરના વ્યવસ્થાતંત્રને પ્રાકૃત સ્થિતિમાં મૂકવાની કોશિશ કરે છે. ગળો અને વાવડિંગ પણ રસાયન દ્રવ્ય છે. આમ કુલ ત્રેવીસ જેટલા ઔષધોના સંયોજનથી તૈયાર થતું સારસ્વતારિષ્ટ ડિપ્રેશનગ્રસ્ત વ્યક્તિને પણ અનુકૂળ આવે છે. તેનાથી સુપ્ત પડેલી શક્તિઓ જાગે છે અન્ શરીર તથા મનમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે.
બુદ્ધિ તથા સ્મૃતિ વધારવા ઈચ્છતા લોકોએ ચાર ચમચી સારસ્વતારિષ્ટમાં એટલું જ પાણી મેળવીને પી જવું. તેના નિયમિત સેવનથી બુદ્ધિ, સ્મરણશક્તિ એ ધૃત (ધીરજ) વધે છે. આ સિવાય બળ, આરોગ્ય, શક્ર (વીર્ય), અવાજની મધુરતા એ મનની પ્રસન્નતાને વધારે છે. આ ઔષધ મનની નિર્બળતા, વાઈ, માનસિક થાક, નિરુત્સાહ અને બુદ્ધિની મંદતાને પણ દૂર કરે છે.

Top]
 

આજ ની જોક

લલ્લુએ છગન શાકવાળાની દુકાને જઇને પૂછયું, ‘‘કોબી જ છે? કોબી?’’
‘‘હા, છે ને!’’ છગન શાકવાળાએ જવાબ આપ્યો, ‘‘આ તારી સામેના ટોપલામાં ઢગલો પડી છે.’’
લલ્લુ એક એક કોબી ઉપર પોતાના માથે પહેરેલી કેપ મૂકી મૂકીને કાઢતો મૂકતો હતો. આ જોઇને છગને પૂછ્‌યું, ‘‘શું કરે છે અલ્યા? કોબીજ લેવી છે કે નહીં?’’
‘‘લેવી છે ને!’’ લલ્લુએ કહ્યું, ‘‘પણ મમ્મીએ કહ્યું છે કે મારા માથાની કેપની સાઇઝની કોબી લાવજે.!’’

[Top]
 

આજ ની રેસીપી

ગાજરનો મુરબ્બો

સામગ્રી ઃ ગાજરના કટકા ૨ કિલો, ખાંડ ૧૫૦૦ ગ્રામ, સાઈટ્રીક એસિડ ૨૦ ગ્રામ, એલચીનો ભૂકો ૧૦ ગ્રામ

રીત ઃ ગાજરની વચ્ચેનો સફેદ ભાગ કાઢીને કટકા કરો. કટકામાં સ્ટીલના કાંટા વડે કાણાં પાડો. એક તપેલીમાં ગરમ પાણી કરી તેમાં ગાજરના કટકા નાખી દેવા. સાધારણ બફાઈ જાય એટલે ઉતારી લેવા પછી કટકા કાઢી લઈ એ પાણીમાં ખાંડ અને સાઈટ્રીક એસિડ નાખો. ખાંડનું પાણી બળી જાય એટલે કટકા મિક્સ કરી બરણીમાં ભરી લો. છેલ્લે એમાં એલચીનો ભૂકો ઉમેરો.

[Top]
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved