Last Update : 14-June-2011, Tuesday
 
સુરતના કોર્પોરેટરોને ઈન્ટરનેટ સાથે લેપટોપ આપવા વિચારણા
અમદાવાદ મહાનગપાલિકાએ કોર્પોરેટરોને લેપટોપ અપાયા બાદ સુરતના કોર્પોરેટરો પણ હાઈટેક બનશે
પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા ઈ ગવર્નન્સ હેઠળ ઈ-મેલથી ફરિયાદનો નિકાલ કરવાની પધ્ધતિ અમલમાં મુકી છે. પાલિકા દ્વારા હાઈટેક પધ્ધતિથી કામગીરી શરૃ કરતાં હવે પાલિકાના કોર્પોરેટરોને પણ હાઈટેક બનાવવા માટે માગણી થઈ રહી છે. સુરત પાલિકાના કોર્પોરેટરોને પાલિકાના ખર્ચે ઈન્ટરનેટ જોડાણ સાથે લેપટોપ આપવા માટે વિચારણા થઈ રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના ૬૪ વોર્ડના ૧૯૨ કોર્પેરટોરને પાલિકા દ્વારા લેપટોપ આવવા તથા ઈન્ટરનેટ જોડાણ આપવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે. અમદાવાદ પાલિકામાં ૧૦-૩-૨૦૧૧ના રોજ મળેલી સ્થાયી સમિતિમાં ૧૯૨ કોર્પોરેટરોને લેપટોપ સાથે રિલાયન્સના ઈન્ટરનેટ જોડાણ આપવાનો ઠરાવ મંજુર કરવામા આવ્યો હતો. સુરત પાલિકા દ્વારા આ ઠરાવને ધ્યાને રાખીને તમામ કોર્પોરેટરોને લેપટોપ તથા ઈન્ટરનેટ જોડાણ આપવા માટે માગણી કરી છે.
સુરતના મેયર રાજેન્દ્ર દેસાઈએ એક સપ્તાહ પહેલાં એક નોંધ મુકીને સુરતના તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવા માટે ભલામણ કરી છે. તેઓએ નોંધમાં જણાવ્યું છે કે, સુરત પાલિકાના સભ્યોએ મહાનગરપાલિકા સાથે પોતાની રોજબરોજની કામગીરી માટે તથા લોકોની ફરિયાદ નિકાલના કામો કરવાના હોવા ઉપરાંત તેનો રેકર્ડ પણ રાખવાનો હોય છે. આ ઉપરાંત સ્વર્ણિમ સિદ્ધિ ૨૦૧૦ અન્યવે સુરત પાલિકાએ ઈ-ગવર્નન્સ હેઠળ નાગરિકોની ફરિયાદના ત્વરિત નિકાલની યોજના અમલમાં મુકી છે.
આ તમામ પ્રકારની માહિતીથી સુરતના કોર્પોરેટરો માહિતગાર થાય તે જરૃરી છે. તે માટે સુરત મહાનગરપાલિકા તરફથી દરેક કોર્પોરેટરોને એક લેપટોપ આપવું. આ ઉપરાંત પાલિકા દ્વારા મોબાઈલ ફોન માટેની નિયત થયેલી રકમની મર્યાદામાં રહીને પાલિકા દ્વારા આપવામાં આવેલા ફોન પર ઈન્ટરનેટની સુવિધા આપવી જોઈએ. આ સાથે સાથે તેઓએ અમદાવાદ પાલિકામાં કોર્પોરેટરોને લેપટોપ આવવા માટે સ્થાયી સમિતિએ કરેલા નિર્ણયની નકલ પણ મુકી છે.
જો મેયર દ્વારા મુકવામાં આવેલી નોંધનો અમલ પાલિકા દ્વારા કરવામાં આવે તો સુરતના તમામ કોર્પોરેટરો લેપટોપ અને ઈન્ટરનેટ જોડાણ મેળવીને હાઈટેક થઈ જશે.
Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved