Last Update : 14-June-2011, Tuesday
 
પાલિકા કમિશ્નરે માહિતી એકજ ફોર્મેટમાં આપવા કરેલી તાકીદ

અધિકારીઓ દ્વારા જુદી જુદી માહિતી અપાતા
વધારાની અલગ માહિતી આપવામાં આવે તો પણ મૂળ ફોર્મેટમાં માહિતી આપવી પડશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરત મહાનગરપાલિકામા વિવિધ પ્રકારના સંકલન માટે જુદા જુદા વિભાગ પાસેથી માહિતી મંગાવવામા આવે છે. એક જ પ્રકારની માહિતી માગવામાં આવતી હોવા છતાં અધિકારીઓ દ્વારા પોતાને સરળ પડે તેમ અલગ-અલગ માહિતી આપતાં અનેક મુશ્કેલીઓ સર્જાય છે. આ સમસ્યા દુર કરવા માટે પાલિકા કમિશ્નર દ્વારા એક જ ફોર્મેટમાં માહિતી આપવા માટે તાકીદ કરવામાં આવી છે.
સુરત પાલિકાની સામાન્ય સભા, સ્થાયી સમિતિ તથા આંતર ખાતાકીય સંકલન, સરકાર સાથે સંકલન અને અન્ય પ્રશ્નોતરી માટે વિવિધ વિભાગો પાસે માહિતી માગવામાં આવે છે. પાલિકા દ્વારા જુદા જુદા કિસ્સાઓમાં એક જ પ્રકારની માહિતી જુદા જુદા વિભાગો પાસે માગવામાં આવતી હોય છે. આ માહિતી આપવા માટે પાલિકા દ્વારા ચોક્કસ પ્રકારનું ફોર્મેટ બનાવ્યું છે. જુદા જુદા વિભાગો પાસે માગવામાં આવતી માહિતી એક જ ફોર્મેટમાં હોય તો તેનું સંકલન કરીને તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા ફોર્મેટથી માહિતી ઝડપભેર ઉપયોગમાં આવતી હોય છે. તેમ છતાં અનેક વિભાગો દ્વારા માગવામાં આવતી માહિતી પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા ફોર્મેટમાં ન આપવામાં આવતાં અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. કેટલીક વખત પાલિકા દ્વારા માગવામાં આવતી માહિતી જુદા જુદા વિભાગો નક્કી કરેલું મુળ ફોર્મેટ બદલીને પોતાને સરળતા પડે તે માટે અલગ ફોર્મેટમાં માહિતી આપી દેવામાં આવતી હોય છે.
જ્યારે ઘણી વખત પાલિકા દ્વારા પ્રશ્નોતરી માટે જે પ્રકારની માહિતી માગવામાં આવતી હોવા છતાં જુદા જ પ્રકારની માહિતી વિભાગ કે અધિકારી દ્વારા મોકલી આપવામાં આવે છે. આ પ્રકારની માહિતી સામાન્ય સભામાં કે સ્થાયી સમિતિમાં રજુ કરાયેલી પ્રશ્નોતરી માટે રજુ કરવામાં આવે ત્યારે ગુંચવાળો ઉભો થાય છે. સભ્ય દ્વારા માગવામા આવેલા જવાબ કરતાં જુદી જ માહિતી હોવાથી અનેક વખત સભ્યો દ્વારા જવાબ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવે છે.
આવા પ્રકારની સ્થિતિ હાલમાં અનેક વખત ઉભી થતાં પાલિકા કમિશ્નરે એક પરિપત્ર થકી તમામ વિભાગ અને અધિકારીઓને નક્કી કરેલા ફોર્મેટમાં જ માહિતી આપવા માટે આદેશ કર્યો છે. આ પરિપત્રમાં કમિશ્નરે સ્પષ્ટ જણાવ્યું છ ેકે, જો કોઈ કિસ્સામાં ખાતાકીય અધિકારી કે ઝોનલ ઓફિસર વધુ સરળતાથી ઉપયોગી માહિતી પુરી પાડી શકે તવી રીતે અલગથી માહિતી તૈયાર કરે તે ઉચિત રહેશે. પરંતુ કોઈ પણ સંજોગોમાં મૂળ પત્રકની વિગતમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યા વિના માહિતી રજુ કરવા માટે આદેશ આપ્યો છે.
અત્યાર સુધી પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા ફોર્મેટમાં માહિતી આપવાને બદલે અધિકારીઓ પોતાને સરળતા પડે તે રીતે જ માહિતી આપતાં હતા. જેના કારણે પાલિકાએ ચોક્કસ ફોર્મેટમાં માહિતી આપવા માટે આદેશ તો કર્યો છે પરંતુ તેનો અમલ અધિકારીઓ કરે છે કે નહીં તે તો સમય જ બતાવશે.

 
 
 
Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved