Last Update : 14-June-2011, Tuesday
 
જામવાડી, જેતલસર, બેડલા, હસનપર, ચમનપરના સરપંચ માટે કોઈ દાવેદારી નહીં
નેતા બનવામાં ઉદાસિનતાઃ ગ્રા.પં.ની ૨૭ બેઠકોની ચૂંટણી જ રદ

રાજકોટ - સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લોક પ્રતિનિધિ તરીકેની જવાબદારી સ્વીકારવા માટે અનેક ગામોમાં ઉદાસિનતા જોવા મળી છે. રાજકોટ જિલ્લામાં તાજેતરની પેટા ચૂંટણીમાં સરપંચની પાંચ અને સભ્યપદની ૨૨ બેઠકો માટે કોઈએ ઉમેદવારી જ નહોતી નોંધાવી, તો કુલ ૨૧ બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી. ગામોના સરપંચની પેટા ચુંટણી રવિવારે યોજાઈ જતા ક્યાંક તો મતદાન પણ પાંખું નોંધાયું હતું, જેની ગણતરી મંગળવારે થવાની છે.

કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ, જસદણના ખડવાવડી અને બંધાળી, ધોરાજીના ઝાંઝમેર, કંડોરણાના દૂધીવદર તથા વાંકાનેરના સિંધાવદર ગામના સરપંચપદે હવે કોણ તે આવતીકાલે સ્પષ્ટ બનશે. જ્યારે વાંકાનેરના પાંચ દ્વારકા અને ધોરાજીના સુપેડીમાં સરપંચપદના દાવેદાર બિનહરીફ રહ્યા હતા. ગોંડલના જામવાડી, જેતપુરના જેતલસર (જં.), રાજકોટના બેડલા, વાંકાનેરના હસનપર તથા માળિયાના ચમનપર ગામે સરપંચ બનવા કોઈએ નામ સુધ્ધાં નોંધાવ્યું ન્હોતું.

આ જ રીતે, ગ્રામ પંચાયતના સભ્યોની જે ૪૧ બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ હતી તેમાંથી ધોરાજીના ઉદકિયા, મોટીમારડના વોર્ડ ૧૭, ગોંડલના નવાગામ અને રાણસીકી, જેતપુરના બરડી સમઢીયાળા તથા અમરાપર, કંડોરણાના ચિત્રાવડ, રાજકોટના રામપરા (ચિત્રા), મોટા મવા, કુવાડવા, સરધાર, કોટડાના ભાડવા, ખરેડા, સાંઢવાયા, જસદણના રેવાણિયા, મોરબીના મોટી વાવડી, રવાપર નદી, લાલપર, બગથળા, પાનેલી, વાંકાનેરના હસનપર ગામના સંબંધિત વોર્ડની ૧-૧ બેઠકો માટે ઉમેદવારીપત્રકો જ ન આવતા ચૂંટણી થઈ નથી.

આનું એક કારણ એ પણ નાય છે કે આગામી નવેમ્બર- ડિસેમ્બરમાં જ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આવવાની છે, છ મહિના માટે નેતા બનવા ઘણાંને રસ નથી! નવેમ્બર- ડિસેમ્બરમાં રાજ્યભરની ૧૦ હજારથી વધુ ગ્રા.પં.ની સામાન્ય ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ ચાર વિકલ્પ પર વિચારણા કરી રહ્યું છેઃ (૧) માત્ર ૪૦ હજાર ઈવીએમ ઉપલબ્ધ હોઈ બીજા લાખે'ક ઈવીએમ કેન્દ્ર ચૂંટમી પંચ પાસેથી લોન પર લેવા (૨) સરપંચ પદની બેઠકોની ચૂંટણીમાં જ મશીનથી મતદાન યોજવું (૩) એકથી વધુ તબક્કામાં ચૂંટણી કરવી અથવા (૪) તમામ સ્થળે બેલેટપેપરથી મતદાન કરાવવું. આ વિશે દરેક જિલ્લાઓમાંથી વિગતો મગાવાઈ છે.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved