Last Update : 14-June-2011, Tuesday
 
રક્તદાન પ્રવૃતિ દ્વારા વર્ષે રાજકોટમાં એકત્ર થતું ૭૦ હજાર બોટલ રક્ત
 

રાજકોટ - ૧૪મી જુનને વિશ્વ આખામાં રક્તદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રક્તદાન જાગૃતિ વિશે વિવિધ કાર્યક્રમો થશે. છેલ્લા વર્ષોમાં રક્તદાન અંગે જાગૃતિ આવી છે. કોલેજ કેમ્પસથી સમૂહ લગ્નોમાં પણ રક્તદાન કેમ્પના આયોજનો થવા લાગ્યા છે. દર્દીને નવજીવન બક્ષતા રક્તનું રક્તનું મૂલ્ય વધુને વધુ સમજાવા લાગ્યું છે ત્યારે રક્તદાતા દિને રાજકોટની વાર્ષિક રક્તદાન પ્રવૃતિ વિશે જાણવા મળ્યું કે વર્ષે શહેરમાં ૭૦ હજાર રક્ત યુનિટ (બ્લડ પાઉચ)ની ખપ પડે છે જેમાંથી ૭૦ ટકા લોહી વિવિધ બ્લડ ડોનેશન કેમ્પ મારફતે મળે છે. એટલે કે મહિને આશરે ૬ હજાર બ્લડ પાઉચ શહેરના દવાખાનાઓમાં દર્દીઓને ચડાવાય છે અથવા બીજી રીતે કહેવું હોય તો રાજકોટમાં પ્રતિદિન ૨૦૦ બોટલ રક્તની જરૃરીયાત રહે છે.

શહેરની પાંચ બ્લડબેંકો દ્વારા વિભિન્ન દવાખાનાઓને બ્લડ પુરુ પાડવામાં આવે છે. અમુક બેંકો લોહીના બદલામાં રિપ્લેસ લોહી મેળવે છે તો અમુક દર્દીઓની જરૃરીયાત મુજબ સાચવણી ખર્ચ લઈને રક્ત પુરું પાડે છે. રાજકોટમાં સૌથી વધુ બ્લડ પુરું પાડનારી વોલેન્ટરી બ્લડ બેંકમાંથી મળતી વિગત મુજબ આ બ્લડ બેંક વર્ષે ૩૮ હજાર રક્ત યુનિટ શહેરની વિવિધ હોસ્પિટલોને આપે છે. જે પૈકી મોટાભાગનું રક્ત બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા મેળવાય છે. રક્ત ઘટકો પ્રમાણે સાચવણીનો ખર્ચ થતો હોય છે. પણ બ્લડ પાઉચનો અંદાજિત ૫૦૦ રૃા. જેવો ચાર્જ લઈને દર્દીને રક્તની જરૃરીયાત પુરી કરવામાં આવે છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાલતી બ્લડ બેંક સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને વિનામૂલ્યે રક્ત આપે છે. આ બ્લડ બેંકમાંથી મળતી માહિતી મુજબ ગત વર્ષે ૬૦ જેટલા રક્તદાન કેમ્પ કરીને ૯,૩૦૦ રક્ત યુનિટ એકત્ર કર્યા હતા. સિવિલમાં સૌરાષ્ટ્રભરમાંથી સારવાર લેવા આવતા દર્દીઓને હજુ પણ વધુ બ્લડની જરૃરીયાત રહે છે. ફિલ્ડ માર્શલ બ્લડ બેંકમાંથી આ અંગે જાણવા મળ્યું કે વાર્ષિક ૨૦૦ કેમ્પ મારફતે પંદર હજાર બોટલ રક્ત એકઠું કરવામાં આવે છે. દર્દીઓ પાસેથી પરિક્ષણ ખર્ચ પેટે આશરે રૃા. ૬૦૦નો ચાર્જ મેળવીને રક્ત બોટલ અપાય છે. ઉપરાંત આ બ્લડ બેંક દ્વારા થેલેસેમીયા પીડિત ૧૦૦ બાળકોને વિનામુલ્યે વર્ષ દરમિયાન લોહી આપવામાં આવે છે.

નાથાણી બ્લડ બેંકનો આ માટે સંપર્ક સાધતા જાણવા મળ્યું કે મહિને ૪૫૦ જેટલી રક્ત બોટલ અને વર્ષે સાડા પાંચ હજાર રક્ત પાઉચ રાજકોટની વિવિધ હોસ્પિટલોને આ બ્લડ બેંક દ્વારા મળે છે. રક્ત જાળવણી ખર્ચના ૬૦૦થી ૭૦૦ રૃપિયા લઈને દર્દીઓને બ્લડપાઉચ આપવામાં આવે છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને અને થેલેસેમિયા પીડિતોને અડધી કિંમતથી રાહતદરે લોહી મેળવી શકે છે.

૬૦ જેટલા કેમ્પ કરીને વર્ષે ૩૧૦૦ બોટલ રક્ત એકત્ર કરતી રેડક્રોસ બ્લડ બેંક રક્ત પરિક્ષણ ખર્ચના વિવિધ ઘટકો મુજબ દર્દીઓ પાસેથી રૃા. ૬૦૦થી ૮૦૦નો ચાર્જ લઈને રક્ત આપે છે. આ બ્લડ બેંક દર્દીઓ પાસેથી રિપ્લેસમેન્ટ રક્ત મેળવતી નથી. જો કે અમુક ઘટકો અમુક દિવસો સુધી જ સક્રિય રહેતા હોવાથી ૧૫ ટકા જેટલું રક્ત થોડાંક સમય પછી વાપરવા યોગ્ય રહેતું નથી.

પાંચેય બ્લડ બેંકો મળીને ૭૦,૯૦૦ બોટલ રક્ત ભેગુ કરે છે. એટલે કે રાજકોટમાં સારવાર લેતા સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને વર્ષે સીતેર હજાર જેટલી રક્ત બોટલની જરૃરીયાત પડે છે. જેમાંથી ૭૦ ટકા લોહી બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આવે છે. મતલબ કે છેલ્લા થોડાંક વર્ષોથી રક્તદાન કરવા અંગે દાતાઓમાં જાગૃતિ આવી છે.

 

 
Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved