Last Update : 14-June-2011, Tuesday
 
મુખ્યમંત્રીની જીનપુલની મુલાકાત ગોઠવાતા વન તંત્ર અવઢવમાં
રામપરામાં મોદીના રસાલાથી સિંહ પરિવારના એકાંતમાં પડશે ખલેલ

રાજકોટ - આગામી રવિવારે વાંકાનેરના રાજવી પરિવારને ત્યાં કાર્યક્રમમાં આવનારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૬ કિ.મી. દૂર જંગલના અંતરિયાળ વિસ્તારમાં એશિયાટિક લાયનના સંવર્ધન માટે વિકસાવાયેલા જીન પુલની મુલાકાતે પણ જવાનું કહેવડાવતા ત્યાં આગવી વાઇલ્ડનેસ જાળવી રાખવાને જ લવાયેલા સિંહ-સિંહણ તથા તેમને અવતરેલા બચ્ચાંના એકાંતમાં ખલેલ પહોંચવાની ભીતિ જાગી છે.

રામપરા જીન પુલ કમ બ્રીડિંગ સેન્ટરનો ઉદ્દેશ ગિરના સિંહોની ૨૦થી ૨૨ પ્રજાતિઓમાંથી એક-એક યુગલને સાચવીને તેમની ઓલાદના સંવર્ધન કરવાનો છે, જેથી ભવિષ્યમાં સાસણ અભયારણ્ય ખાતે આમાંની કોઇ પ્રજાતિમાં કશો રોગ ફેલાય તો નષ્ટ ન થઇ જાય અને તે જીન સચવાયેલ રહે. હાલના તબક્કે સક્કરબાગ ઝુમાંથી ગત ડિસેમ્બરમાં ૮ સિંહ-સિંહણને અહીં લાવીને જાન્યુઆરીમાં એક મેટિંગ કરાવાતા ફેઇલ ગયા બાદ બીજા મેટિંગથી ત્રણ બચ્ચા એપ્રિલમાં અવતર્યા છે. અહીં કોઇ માણસોને આવવા દેવાતા નથી, જેથી સિંહ પરિવારને ખલેલ ન પહોંચે.

પરંતુ મુખ્યમંત્રીની અહીંની મુલાકાત વખતે અધિકારીઓ- પદાધિકારીઓના સંખ્યાબંધ વાહનોનો કાફલો ધસી આવે તો વાયુ અને ધ્વનિ પ્રદૂષણ થવાના ખતરા ઉપરાંત એક સાથે અનેક માણસોના કોલાહલથી સિંહોને ખલેલ પડી શકે. મુખ્યમંત્રી સિંહ પરિવારને જોઇ શકે તે માટે આ રાની જાનવરના સ્વૈરવિહાર પર પણ ચોક્કસ સમય પૂરતી કદાચ રોકથામ લાવવી પડે.

અધિકારીઓ કહે છે કે 'અંદર બે-ચાર વ્યકિતને જ જવા દઇશું, પણ બચ્ચાંઓ માટે વિચારવું પડે.' નોંધનીય છે કે ત્રણ સિંહ બાળનું માત્ર સીસીટીવી કેમેરાથી જ મોનિટરિંગ કરાય છે, સિંહણ પાસે પણ કોઇને જવાની પરવાનગી નથી. મુખ્યમંત્રી કદાચ ઇચ્છા વ્યકત કરે તો છૂટછાટ રાખીને એક ડોકટર, એક વન કર્મચારી તથા મુખ્યમંત્રીને જવા દેવાશે તેમ આંતરિક સુત્રો કહે છે. વન તંત્ર જો કે એવો પણ દાવો કરી રહ્યું છે કે કાફલાથી કશી ખલેલ નહીં પડે, તેમ છતાં મર્યાદિત લોકો જ આવે તે સહિતના મહત્તમ પગલાં વિચારશું. આજે આ માટે કલેકટરે પણ વન તંત્ર સાથે પરામર્શ કર્યો હતો.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved