Last Update : 14-June-2011, Tuesday
 
દિયોદરમાં આઝાદીના ૬૪ વર્ષ બાદ કોલેજ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઈ
ગરીબ પરિવારના હોશીયાર બાળકો ધો.૧૨ બાદ ભણવાનું છોડી દેતાહતા

દિયોદર - આઝાદીના ૬૪ વર્ષ વીતવા છતાં વિકાસનામોટા મોટા ગાણાં ગવાય છે છતાંય દિયોદરમાં નબળી નેતાગીરીને લીધે કોલેજના શિક્ષણની સુવિધા ઉભી થઈ શકી ન હોતી. જેથી આ ઉચ્ચ શિક્ષણ માટે આટલા વર્ષોથી વિદ્યાર્થીઓને થરા જવુ પડતુ હતુ . પરંતુ દિયોદરમાં કેટલાક શિક્ષણ પ્રેમી તરફથી કોલેજના શિક્ષણ માટે પ્રયાસો કરતાં આખરે ૬૪ વર્ષ બાદ કોલેજની મંજુરી મળતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. તેમજ રોજીંદુ થરાનું અપડાઉન પણ બચી જવા પામ્યું છે.

દિયોદરમાં આઝાદીના ૬૪ વર્ષ સુધી કોલેજના ઉચ્ચ શિક્ષણની સુવિધા ન હોઈ તાલુકાના વિદ્યાર્થીઓને આટલા વર્ષો સુધી થરા જવુ પડતુ હતુ. જેથી ત્યાં આ શિક્ષણ મેળવવા સમય અને નાણાનો વ્યય થતો હોઈ સુખી સંપન્ન પરિવારના બાળકો આ શિક્ષણ મેળવી શકતા હતા. પરંતુ ગરીબ પરિવારના હોશીયાર બાળકો એચ.એસ.સી. પાસ કરી બેકાર બની જતા હતા ત્યારે પંથકના હજારો ગરીબ પરિવારના બાળકો એચ.એસ.સી.માં સારી ટકાવારી એ ઉતીર્ણ થયા હોવા છતાંય રોજગારી માટે ભટકી રહ્યા છે.

અન્ય ખેતી કામમાં પરોવાઈ જવા પામ્યા છે. ત્યારે આવતીકાલના ભાવી સમાન બાળકોના આ કોલેજના ઉચ્ચ શિક્ષણની સુવિધા અપાવવા માટે હજુ સુધઈ નેતાગીરીએ પણ સક્રિયતા દાખવી ન હોતી. ત્યારે દિયોદર તાલુકા કેળવણી મંડળના મે.ટ્રસ્ટી તેમજ શિક્ષણ પ્રેમી પ્રવિણસિંહ વાઘેલાએ દિયોદરને કોલેજના ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ આપવા માટે કેટલાક સમયથી કમરકસતા તેઓના આ પ્રયાસોને સફળતા મળતા આ નવીન સત્રથી વી.કે.વાઘેલા હાઈસ્કૂલમાં ૨૬૦ વિદ્યાર્થીઓના ક્લાસોની મંજુરી મળતા પંથકના વિદ્યાર્થી આલમમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. તેમજ થરા સુધીનું રોજીંદુ અપડાઉન પણ બચી જવાપામ્યુ છે. જેને પંથકના વિકાસની ગુલબાંગો મારનાર નેતાગીરીએ આટલા વર્ષો સુધી ઉચ્ચ શિક્ષણ માટે સક્રિયતા ન દાખવતા આ નબળી નેતાગીરી સામે પ્રજાજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved