Last Update : 14-June-2011, Tuesday
 
કરમસદ-છોટાઉદેપુર રૃટની બસોની અનિયમિતતાથી મુસાફરોમાં રોષ
 

આણંદ - આણંદ એસ.ટી. ડેપો સંચાલિત કરમસદ-છોટા ઉદેપુર રૃટની એસ.ટી. બસ છેલ્લા ઘણાં વખતથી તેના નિર્ધારિત સમય કરતાં ઘણી જ અનિયમિત દોડતી હોવાના કારણે મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા હોવાની ઉગ્ર ફરિયાદો ઉઠી છે. એસ.ટી. બસની અનિયમિતતા અંગે ડેપોના સત્તાધીશોને અનેક વખત લેખિત-મૌખિક રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય જ રહેવા પામ્યું છે. આણંદ એસ.ટી. ડેપોમાંથી ઉપડતા આ રૃટને સમયસર દોડાવવામાં આવે તેવી મુસાફરોની માંગણી છે.

વધુમાં જાગૃત મુસાફરોના જણાવ્યા મુજબ નડિયાદ ડીવીઝનના આણંદ એસ.ટી. ડેપો દ્વારા સંચાલિત કરમસદ-છોટાઉદેપુર રૃટની બસ આણંદ ડેપોમાંથી સવારે ૭ઃ૩૦ કલાકે ઉપડે છે. આ રૃટને સારા પ્રમાણમાં ટ્રાફિક અર્થાત મુસાફરો મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી કરમસદ-છોટા ઉદેપુર બસને પેટલાદ સુધી લંબાવવામાં આવે છે. આણંદ ડેપોમાંથી આ બસ સવારે ૬ઃ૦૦ કલાકે પેટલાદ તરફ જાય છે. પેટલાદથી પરત આવેલી આ બસ તેના નિર્ધારીત કરેલા સમય પ્રમાણે આણંદ ડેપોમાંથી ઉપડતી નથી. સવારે ૭ઃ૩૦ કલાકે આણંદ ડેપોમાંથી ઉપડીને છોટા ઉદેપુર તરફ જતી આ બસમાં આશરે ૩૦થી ૩૫ જેટલા મુસાફરો વડોદરા તરફ નિયમિત અપડાઉન કરતા હોય છે.

જો કે બસની અનિયમિતતાના કારણે આ તમામ મુસાફરોને ન છુટકે ચિખોદરા ચોકડીથી ખાનગી વાહન મારફતે વડોદરા પહોંચતા હોય છે. આમ એસ.ટી. તંત્રના તઘલખી નિર્ણયના કારણે એસ.ટી.ને મુસાફરો ગુમાવવાનો વારો આવ્યો છે. કરમસદ-છોટા ઉદેપુર રૃટને સવાર અને સાંજના સમયે પેટલાદ સુધી લંબાવવામાં આવ્યો છે. કહેવાય છે કે સારી આવક અર્થાત ટ્રાફિક મળતો ન હોવા છતાં ડેપોના અધિકારી અને ડ્રાઈવર-કંડક્ટરની સાંઠગાંઠને લઈ ડેપોના ડ્રાઈવર-કંડક્ટરને વધુ ઓવરટાઈમ મળે તે હેતુસર કરમસદ-છોટા ઉદેપુર બસને પેટલાદ સુધી લંબાવવામાં આવી છે.

જો કે આણંદથી પેટલાદની એક્સપ્રેસ બસ હોવાથી આ રૃટને ટ્રાફિક મળતો નથી. પ્રતિદિન ૧૦થી ૧૨ લીટર ડિઝલ વધુ પ્રમાણમાં બળી જતુ હોવા છતાં તંત્ર દ્વારા આ રૃટને સમયસર દોડાવવામાં આવે છે. જ્યારે સારો ટ્રાફિક ધરાવતી કરમસદ છોટા ઉદેપુર રૃટની બસ ઘણાં વખતથી આણંદ ડેપોમાંથી સમયસર ઉપડતી નથી. પરિણામે મુસાફરોને જબરદસ્ત હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

એક સમયે મુસાફરો માટે આર્શીવાદ સમાન બનેલ કરમસદ-છોટા ઉદેપુર રૃટ આજે તંત્રના તઘલખી નિર્ણયના કારણે અભિશાપરૃપ બની રહ્યો છે. એક મુસાફરે રોષપૂર્વક જણાવ્યું હતું કે પેટલાદ રૃટ પર આવક ન હોવા છતાં આણંદ એસ.ટી.ડેપો દ્વારા સવાર અને સાંજના સમયે આ રૃટને કેમ દોડાવવામાં આવી રહ્યો છે ? આ રૃટને બંધ કરવામાં આવે તો ખોટના ખાડામાં ગરકાવ થતાં એસ.ટી. તંત્રની આવકમાં વધારો થઈ શકે તેમ છે.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved