Last Update : 14-June-2011, Tuesday
 
રંગપુરમાં વારંવાર ખોરવાતી ટેલિફોન સેવાથી ગ્રાહકો પરેશાન
 

આણંદ - ખંભાત તાલુકાના રંગપુર ગામમાં છાશવારે ખોરવાતી ટેલીફોન સેવાથી ટેલીફોન ધારકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ટેલીફોન એક્ષચેન્જની કથળેલી સેવાથી પ્રજામાં તીવ્ર આક્રોશ વ્યાપ્યો છે.

આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ રંગપુર ગામમાં છેલ્લા કેટલાક વખતથી તમામ ટેલીફોનો મુંગાતુર થઈ જતા સંદેશા વ્યવહાર ઠપ્પ થઈ જવા પામે છે. આ ગામમાં છાશવારે ટેલીફોનના ડબલા મુંગાતુર થઈ જતા સ્થાનિક ટેલીફોન ધારકોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. વારંવાર ખોરવાતી ટેલીફોન સેવાના કારણે ટેલીફોન ધારકોને અકસ્માતના પ્રસંગે, મૃત્યુના પ્રસંગે, લગ્નના પ્રસંગે અથવા તો તાત્કાલિક કોઈને મળવુ હોય અથવા કોઈ અગત્યનો સંદેશો આપવો હોય કે પછી પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક કોઈ ગંભીર બાબતની જાણ કરવી હોય જેવા અનેક પ્રસંગોને લઈ ટેલીફોન ધારકોને ઘણી જ તકલીફો વેઠવી પડે છે.

આ ગામમાં વારંવાર ટેલીફોનના ધાંધીયા સર્જાતા સ્થાનિક રહીશોમાં ટેલીફોન એક્ષચેન્જના ખાડે ગયેલા વહીવટ પ્રત્યે તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામના ટેલીફોન ધારકોએ આ અંગે ટેલીફોન એક્ષચેન્જમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હતી.

છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. ગામના વિનોદભાઈ પટેલ નામના એક ટેલીફોન ધારકે વધુમાં જણાવ્યું છે કે મહીનામાં છાશવારે અમારા ટેલીફોનના ડબલા બંધ થઈ જાય છે. આ પ્રશ્ને ટેલીફોન એક્ષચેન્જમાં રજુઆત કરવામાં આવે છે ત્યારે કચેરીના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને થાય છે, રહે છેની નીતિ અપનાવવામાં આવતી હોય છે. ટેલીફોન એક્ષચેન્જ દ્વારા આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગણી છે.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved