Last Update : 14-June-2011, Tuesday
 
ઝૂંપડામાં નામ ટ્રાન્સફર કરાવવા લાંચ લેતો બાજવાનો તલાટી ઝડપાયો
 

વડોદરા - બાજવામા આવેલી નહેરૃનગર ઝુપડપટ્ટીમા વેચાણ થયેલા એક ઝુંપડાનુ નામ ટ્રાન્સફર કરવા માટે ટ્રકોની સાફસફાઇ કરતા ગરીબ શ્રમજીવી પાસેથી બાજવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ડી.એમ.રાવળ રૃા.૨૫૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા આખા ગામ તેમજ પંથકમા ચર્ચાનો વિષય બન્યો છે. તલાટીએ અગાઉ ગરીબ પાસેથી એક હજાર રૃપિયા પણ પડાવ્યા હતા.

લાંચ રૃશ્વત વિરોધી ખાતાના જણાવ્યા મુજબ રણોલી રેલવે સ્ટેશન પાસે એલ એન્ડ ટી ગોડાઉન સામે રહેતા મહારાજસીંગ શ્રીકનૈયા જાટ સિમેન્ટની ટ્રકો સાફ કરવાની મજૂરી કરે છે. તેમણે તા. ૧૧ ઓગષ્ટ ૨૦૦૯મા બાજવા નહેરૃનગર ઝુપડપટ્ટીમા રહેતી સગુણાબેન મોહનભાઇ વણઝારા પાસેથી રૃા. ૨૦ હજારમા એક ઝુંપડુ ખરીદ્યુ હતુ. આ સોદા અંગે જેતે સમયે રૃા.૧૦૦ના સ્ટેમ્પપેપર ઉપર નોટરી પણ કરાવ્યુ હતું. તેમજ બંન્ને વચ્ચે વેચાણખત પણ થયુ હતુ.

દરમિયાન એક માસ પહેલા મહારાજસીંગ વેચાણખત લઇને બાજવા ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી દોલતસંગ મંગળભાઇ રાવળ (રહે.વૈકુંઠ-૨ ન્યુ વીઆઇપી રોડ) પાસે ગયા હતા અને ઝુંપડાનુ નામ ટ્રાન્સફર કરાવવા કહ્યુ હતુ પરંતુ તલાટીએ ધરવેરો ભરી દો પછી નામ ટ્રાન્સફર કરાવવા કહ્યુ હતુ. ત્યારબાદ મહારાજસીંગ શનીવારે રજાના દિવસે ગ્રામ પંચાયતની ઓફિસે ગયા હતા અને તલાટીને મળ્યા હતા ત્યારે તલાટીએ નામ ટ્રાન્સફર કરવા માટે પાંચ હજાર રૃપિયાની માંગણી કરી હતી. જો કે રકઝકના અંતે સાડા ત્રણ હજાર આપવા તેમ નક્કી કરી જે તે સમયે તલાટીએ ગરીબ શ્રમજીવી પાસેથી એક હજાર રૃપિયા પડાવી લીધા હતા. અને બાકીની રકમ સોમવારે આપવી તેમ નક્કી થયુ હતુ.

તલાટીના હાથમા રકમ આવતા મહારાજસીંગ પાસેથી વેચાણખત, લાઇટબીલ, વેરાપાવતી, સહિતના દસ્તાવેજો લીધા હતા. ત્યારબાદ બીજા દિવસે રવિવારે મહારાજસીંગ નર્મદાભુવન ખાતેની એસીબી કચેરીએ આવી લાંચની ફરીયાદ આપી હતી. દરમિયાન પી.આઇ.કલ્પેશ સોલંકીએ આજે બપોરે લાંચનુ છટકુ ગોઠવ્યુ હતુ. બપોરે બાર વાગ્યાની આસપાસ મહારાજસીંગ બાજવા ગ્રામપંચાયતની ઓફિસે ગયા હતા અને તલાટી દોલતસંગ મંગળભાઇ રાવળને લાંચની બાકી રકમ અઢી હજાર આપ્યા હતા આ સાથે સુચીત ઇશારો થતા એસીબી સ્ટાફે ત્રાટકીને તલાટીને લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી પાડયો હતો. બાજવા ગામમા વાત ફેલાઇ જતા મોટી સંખ્યામા લોકો ગ્રામ પંચાયત ઓફિસે ભેગા થઇ ગયા હતા.

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved