Last Update : 14-June-2011, Tuesday
 
નવા ઇન્ચાર્જ કુલપતિએ સમયનું ચક્ર ઉંધું ફેરવ્યું
 

વડોદરા - એમ.એસ.યુનિવર્સીટીની ફેકલ્ટી એન્ડ કોમ્યુનીટી સાયન્સના ડીને કાર્યકારી વાઈસ ચાન્સેલરનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલુ કામ તત્કાલીન વાઈસ ચાન્સેલર પ્રા.રમેશ ગોયલે કરેલી નિમણૂંકોને ફરીથી બહાલ કરવાનુ કર્યુ હતુ.જેના પગલે લો ફેકલ્ટી અને પોલીટેકનીક ખાતે જુના જોગીઓએ ફરી વખત આજે ચાર્જ સંભાળી લીધો હતો.

તત્કાલીન વાઈસ ચાન્સેલર પ્રા.ગોયલે લો ફેકલ્ટીના ડીન તરીકે રાજીવ પરીખ અને પોલીટેકનીકના ડીન તરીકે દિલીપ પટેલની વરણી કરી હતી.એ બાદ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે નિમાયેલા પ્રા.નીતિન વ્યાસે લો ફેકલ્ટીના ડીન તરીકે અર્ચના ગડેકર અને પોલીટેકનીકના પ્રીન્સીપાલ તરીકે ડી.એન.પંચાલની વરણી કરી હતી.

જોકે ઉપરાછાપરી બદલીઓ કરનારા પ્રા.વ્યાસની ચાન્સેલરે અભૂતપૂર્વ નિર્ણય લઈને કરેલી હકાલપટ્ટી કરી હતી અને તેમણે લીધેલા તમામ નિર્ણયો રદ કર્યા હતા.તેની સાથે સાથે કાર્યકારી વાઈસ ચાન્સેલર તરીકેનો ચાર્જ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયન્સના ડીન પ્રા.ઉમા જોષીને સોંપ્યો હતો.

રવિવારની સાંજે રાજમહેલ ખાતે પહોંચીને ચાર્જ લેનારા પ્રા.ઉમા જોષીએ આજે સૌથી પહેલુ કામ પોલીટેકનીકના પ્રીન્સીપાલ તરીકે દીલીપ પટેલ અને લો ફેકલ્ટીના ડીન તરીકે રાજીવ પરીખની નિમણૂંકના ઓર્ડર કરવાનુ કર્યુ હતુ.આ બંને પ્રાધ્યાપકોએ ડીન તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો.આમ બે સપ્તાહમાં જ બંને ફેકલ્ટીમાં ડીનની ફેરબદલ થઈ ગઈ હતી.જોકે પાદરા કોલેજના પ્રીન્સીપાલની નિમણૂંકમાં કોઈ ફેરફાર કરાયો ન હતો.જ્યારે યુનિવર્સીટીના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર અને ડેપ્યુટરી રજીસ્ટ્રારની બદલીઓના નિર્ણયો પણ રદ કરાયા હોવાથી આ અધિકારીઓએ રાબેતા મુજબ જ ચાર્જ સંભાળ્યો હતો.નવા વાઈસ ચાન્સેલર પ્રા.યોગેશ સીંઘે હજી જ્યારે યુનિવર્સીટીના વીસી તરીકેનો ચાર્જ નથી લીધો ત્યારે હવે યુનિવર્સીટીનુ વહીવટીતંત્ર શોધમાં લાગી ગયુ છે કે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રા.વ્યાસના સમયગાળામાં બારોબાર અન્ય ઓર્ડરો કરવામાં આવ્યા હતા કે કેમ?.

આ માટે રજીસ્ટ્રાર દ્વારા યુનિવર્સીટીના તમામ વિભાગોને પત્ર લખીને આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લેવાયો હોય તો તે અંગે જાણ કરવા માટે આદેશ અપાયો છે. બીજી તરફ નવા વાઈસ ચાન્સેલર પ્રા.યોગેશ સીંઘ ક્યારે ચાર્જ લેશે તે મુદ્દો હજી પણ અટકળોનો જ વિષય રહ્યો છે.પ્રા.સીંઘ આ સપ્તાહના અંતમાં અથવા તો આગામી સપ્તાહે ચાર્જ લેશે તેવી સંભાવના છે.

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved