Last Update : 14-June-2011, Tuesday
 
કુદરતી રીતે વિહાર કરતાં ફલેમિંગો પક્ષીના તંત્રની બેદરકારીને કારણે મૃત્યુ
 
 

ભાવનગર - ભાવનગર નજીકના વિસ્તારમાં કુદરતી રીતે વિહાર કરતાં ફલેમીંગો પક્ષી તંત્રની બેદરકારીના કારણે મરણ પામતા હોવાની રજૂઆત રાજ્યના રાજ્યપાલ સમક્ષ કરાઈ છે.

શહેરના એડવોકેટ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે, પર્યાવરણની જાળવણીમાં પક્ષીઓ બહુ મહત્વનું સ્થાન ભજવે છે. ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ફલેમીંગો પક્ષીઓનો વસવાટ છે. કમનસીબે ભાવનગરમાં કુંભારવાડાથી નારી રોડ ઉપર આવેલ આઈ.પી.સી.એલ. ફેકટરીની પાસે ગુજરાત વિદ્યુત બોર્ડના ૬૬ કે.વી. કેબલના વાયરોના કારણે રોજ મોટી સંખ્યામાં આ નિર્દોષ પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ વન વિભાગ, રેવન્યુ વિભાગ વગેરેની અને તંત્રની બેદરકારીને કારણે નાળાઓમાં ઝેરી અને પ્રદુષીત પાણી ભરાતુ રહે છે, તે સાફ કરવાની તેમની બેદરકારીના કારણે આવુ પાણી પીવાના કારણે પણ પક્ષીઓ મોતને ભેટે છે.

પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કાું.લી. તથા વન વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ એકબીજા ઉપર જવાબદારી ઢોળવા પ્રયત્નો કરે છે. પર્યાવરણ માટે અને કુદરતી વાતાવરણ જાળવી રાખવા માટે જરૃરી એવી કાર્યવાહી કરવામાં સરકારી તંત્રને અને અધિકારીઓને કોઈ રસ ન હોય, અગર તેઓ ગંભીર ન હોય તેવું જણાઈ રહ્યું છે.

કોઈ વ્યક્તિ અગર તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ પક્ષીઓ મોતને ભેટે તે ઘણું જ દુઃખદ અને માનવ સમાજને લાંછન લાગનારી બાબત છે, તેવું અમારું માનવું છે.
આથી આ બારામાં સત્વરે રાજ્ય અને જીલ્લાના સંબંધકર્તા સતાવાળાઓને ઉપચારક પગલાઓ લેવા અને નિર્દોષ પક્ષીઓ તેમના કસુર વગર મોતને ભેટે છે, તે પરિસ્થિતિ ઉગારવા યોગ્ય કાર્યવાહી કરવા સત્વરે આદેશ આપવા રજૂઆત કરાઈ છે.

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved