Last Update : 14-June-2011, Tuesday
 
ખેતી બેંકમાં નોમીની મૂકવા સામેની રિટ હાઇકોર્ટે ફગાવી
 
અમદાવાદ,સોમવાર
ખેતી બંકમાં નોમીની મૂકવાના રાજય સરકારના નિર્ણયને પડકારતી ખેતી બેંક તરફથી કરાયેલી રિટ અરજી આજે ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. આ કેસમાં હાઇકોર્ટે અગાઉ ચુકાદો અનામત રાખ્યો હતો. જે આજે ખુલ્લી અદાલતમાં જાહેર કરી જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટે બેંકની અરજી નામંજૂર કરતાં નોમીની મૂકવાના રાજય સરકારના નિર્ણયને બહાલી આપી હતી.
ખેતી બેંકની રિટ અરજી નામંજૂર ઃ નોમીની મૂકવાનો સરકારનો નિર્ણય બહાલ રખાયો
ખેતી બેંકની જાન્યુઆરી-૨૦૧૧માં યોજાયેલી ચૂંટણી વખતે રાજય સરકારે તેના બે નોમીની અરુણાબહેન ચૌધરી અને ચેતન રામાણીને મૂકયા હતા. જો કે, ખેતી બેંક તરફથી સરકારના આ નિર્ણય સામે હાઇકોર્ટમાં રિટ કરી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સહકારી કાયદાની જોગવાઇ મુજબ, રાજય સરકાર પાસે જે તે બેંકનું શેર કેપીટલનો હિસ્સો હોવો જરુરી છે અને જો શેર કેપીટલ ના હોય તેવા કિસ્સામાં સરકારને બેંકમાં તેના નોમીની મૂકવાનો કોઇ અધિકાર બનતો નથી. તેમછતાં જો સરકાર તેનો નોમીની મૂકવા માંગતી જ હોય તો વધુમાં વધુ એક જ નોમીની મૂકી શકે. ઉપરાંત ગુજરાત કો.ઓ.સોસાયટી એકટ-૧૯૬૧ની કલમ-૮૦(૩) મુજબ, ખેતી બેંક એ સેન્ટ્રલ કો.ઓ.બેંકની વ્યાખ્યામાં આવે છે અને તે કારણથી પણ સરકાર એકથી વધુ નોમીની બેંકમાં મૂકી શકે નહી.
જો કે, રાજય સરકાર તરફથી ખેતી બેંકની રિટ અરજીનો વિરોધ કરતાં એડીશનલ એડવોકેટ જનરલ તુષાર મહેતા અને મુખ્ય સરકારી વકીલ પ્રકાશ કે.જાનીએ જણાવ્યું હતું કે, સરકારે બેંકના કહેવા પ્રમાણે તેણે નાબાર્ડ પાસેથી લીધેલી લોનની સામે ગેરેંટી આપી છે અને જયારે સરકાર આ પ્રકારની ગેરેંટી આપતી હોય ત્યારે સહકારી કાયદાની કલમ-૮૦(૩) નહી પરંતુ કલમ-૮૦(૧) લાગુ પડે. જે મુજબ, સરકાર તેના ત્રણ પ્રતિનિધિઓને બેંકમાં મૂકી શકે. બેંક તરફથી સહકારી કાયદાની જોગવાઇઓનું ખોટું અર્થઘટન કરાયું છે. વળી, ખેતી બેંક એ સેન્ટ્રલ કો.ઓ.બેંકની વ્યાખ્યામાં સમાવિષ્ટ થતી નથી. સેન્ટ્રલ કો.ઓ.બેંકની વ્યાખ્યામાં સમાવિષ્ટ થવા બેંક ડિપોઝીટ ફી લેવાનો અધિકાર ધરાવતી હોવી જોઇએ. ઉપરાંત લીધેલી ડિપોઝીટ અન્ય સહકારી સોસાયટીઓને ધિરાણ કરતી હોવી જોઇએ પરંતુ આ પ્રકારની જોગવાઇ બાયલોઝમાં નિર્દિષ્ટ નથી તે કારણથી પણ ખેતી બેંકને સેન્ટ્રલ કો.ઓ.બંકની વ્યાખ્યા લાગુ પડતી નથી. આ સંજોગોમાં અરજદાર બેંક તરફથી કરાયેલી રિટ અરજી ટકી શકે તેમ જ નથી. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટે ખેતી બેંકની રિટ કાઢી નાંખી હતી.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved