Last Update : 14-June-2011, Tuesday
 

આઇસલેન્ડના જ્વાળામુખીની રાખ ચદ્રગ્રહણને વધુ અંધકારમય બનાવશે

 

અમદાવાદ, સોમવાર
૧૫મી જૂનનું ચંદ્ર ગ્રહણ છેલ્લાં સો વર્ષનું સૌથી વધુ અંધકાર ધરાવતું ચંદ્રગ્રહણ બની રહેશે કારણકે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રના કેન્દ્રો એક જ લાઇનમાં આવી જશે. આ અગાઉ આનાથી ઓછું પરંતુ સૌથી અંધકારમય ચંદ્ર ગ્રહણ ૬ ઓગસ્ટ ૧૯૭૧ના રોજ જોવા મળ્યું હતું. હવે પછી આ પ્રકારનું અંધકારમય ચંદ્રગ્રહણ છેક ૬ જૂન ૨૦૫૮ના રોજ જોવા મળશે.
૧૫ જૂનનું ચંદ્રગ્રહણ સો વર્ષનું સૌથી અંધકારમય ચંદ્રગ્રહણ, હવે પછીનું આવું ગ્રહણ છેક ૨૦૫૮માં
આ વખતના ગ્રહણને અંધકારમય બનાવવામાં તાજેતરમાં આઇસલેન્ડમાં અત્યંત સક્રિય જ્વાળામુખી ગ્રીમસ્વોટને કારણે વાતાવરણમાં પ્રસરેલી રાખ પણ મોટો ભાગ ભજવવાની છે. રાત્રે ૧૦ઃ૫૩ કલાકે ચંદ્ર પૃથ્વીના પડછાયા નીચે આવી જશે તે પછી જેમની આંખો અંધકારથી ટેવાયેલી નથી તેમને ૩૦-૪૦ મિનીટ સુધી કશું જ દેખાશે નહીં. એ પછી ચંદ્ર ક્રમશઃ થોડો વર્તુળાકાર ભાગમાં જોઇ શકાશે. રા૬ે ૧૧ઃ૫૩ કલાકે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીની છાયા નીચે આવી જશે. આ દ્રશ્ય નરી આંખોથી બરાબર જોઇ શકાશે તેમ ગુજરાત સાયસન્સ સિટીના વરિષ્ઠ વૈજ્ઞાાનિક શ્રી નરોત્તમ સાહૂનું કહેવું છે.
ગુજરાત સાયન્સ સિટીએ ગ્રહણને સમજવા ૧૫ જૂને એક દિવસની વર્કશોપ રાખી છે જેમાં જાણીતા નિષ્ણાતોના વાર્તાલાપો યોજાશે. આ ઉપરાંત ચંદ્રગ્રહણ સલામત રીતે જોવા માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. તો આઇમેક્સ થ્રીડી મૂવી વોકીંગ ઓન ધ મુનનો ખાસ શો રાખવામાં આવ્યો છે.
સાયન્સ સિટી અનુસાર ગ્રહણ વિદ્યાર્થીઓને સ્કૂલમાં શીખવાડવામાં આવતા ગણિત અને વિજ્ઞાાનના મૂળભૂત સિદ્ધાન્તોને કુદરતી ઘટના દ્વારા સમજવાની તક પૂરી પાડે છે. ઘણા વૈજ્ઞાાનિકો અને ખગોળશાસ્ત્રીઓ સંપૂર્ણ ગ્રહણ જોઇને વિજ્ઞાાનનો અભ્યાસ કરવા પ્રેરાય છે.

 

નાગરિકોની ફરિયાદોનો અંત લાવવા
આર.સી. બુક અને લાઇસન્સ ઝડપથી આપવા નવી પદ્ધતિ

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, સોમવાર
ગુજરાતમાં વાહનોની રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ બુક તથા લાયસન્સ ઇસ્યુ કરવામાં ઝડપ લાવવા માટે સમગ્ર કાર્યવાહીનું મોનિટરિંગ કરવા માટે તેમજ કામકાજમાં વધુ પારદર્શિતા લાવવા માટે રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં નવી પદ્ધતિ દાખલ કરવા જઈ રહી છે જેને કારણે આર.સી. બુક અને લાયસન્સની કાર્યવાહી ક્યાં અટકી છ તે લોકેશનનો ગ્રાહક તથા તંત્રને તુર્ત જ ખ્યાલ આવતાં તેનું નિરાકરણ થઈ શકશે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પાયલોટ ધોરણે અમલવારી
રાજ્યમાં ગ્રાહકોને વાહનોના લાયસન્સ ત્રણ દિવસમાં ઇસ્યુ કરવાની તથા આર.સી. બુક વધુમાં વધુ ૧૫ દિવસમાં આપવાની નીતિ છે, પણ તંત્રમાં ઢીલાશ તથા સ્ટાફ ઓછો હોવાના લીધે લાયસન્સ ૮- ૧૦ દિવસમાં અને આર.સી. બુક ઓછામાં ઓછા ૩ મહિના બાદ ઇસ્યૂ થાય છે. લોકોને થતી આ હાલાકી દૂર કરવા તંત્રએ નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરની મદદથી નવું સોફ્ટવેર તૈયાર કર્યું છે જેને લીધે ચોક્કસ નંબરનું લાયસન્સ તથા આર.સી. બુકનું લોકેશન તંત્ર તો જાણી શકશે જ, સાથોસાથ ગ્રાહક- અરજદાર પણ તે કાર્યવાહીથી વાકેફ થશે.
પાયલોટ ધોરણે આ કાર્યવાહી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતેથી એક મહિનામાં શરુ થશે અને ત્યારબાદ આખા રાજ્યમાં આ પદ્ધતિ અમલી બનશે.
અમદાવાદમાં રોજના એક હજાર જેટલા લાયસન્સ તથા ૭૦૦ જેટલી આર.સી. બુક ઇસ્યુ થાય છે. વડોદરા અને સુરત ખાતે અમદાવાદથી અડધું તથા રાજકોટ ખાતે ૭૦ ટકા જેટલું કામકાજ થાય છે. અત્યારે ડિલીવરી પદ્ધતિમાં ઘણો સમય જાય છે અને તે અંગે નાગરિકોની ફરિયાદો તંત્રને મળી રહી છે, તેથી કાર્યવાહીમાં જરૃર સુધાર લાવવા નવી પદ્ધતિ અમલમાં મુકાઈ રહી છે.

 

Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved