Last Update : 14-June-2011, Tuesday
 

સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન

 

મુંબઈ, તા.૧૩
છ મહિના જેટલા સમય પહેલાં કરણ જોહરના શોમાં અનિલ કપૂરે અભિનેત્રી શિલ્પા શેટ્ટીની નાકની અને હોઠની સર્જરી વિશે નકારાત્મક ટિપ્પણી કરતા એને 'બોટોક્સનો સૌથી ખરાબ નમુનો' ગણાવ્યો હતો. અનિલની આ ટિપ્પણી પછી તેના અને શિલ્પાના સંબંધો વણસી ગયા હતા. જોકે તાજેતરમાં અનિલની દીકરી સોેનમે આ બન્ને વચ્ચે સમાધાન કરાવવાની દિશામાં પ્રયાસ કર્યા હતા જેને સફળતા મળી હતી.
છ મહિના પહેલા અનિલ કપૂરે ટીવી પરના કરણ જોહરના શોમાં શિલ્પાએ કરાવેલી સર્જરી વિશે નકારાત્મક ટિપ્પણી કરતા બન્નેના સંબંધો વણસ્યા હતા
કરણ જોહરના શોમાં શિલ્પાની સર્જરી પર ટિપ્પણી કરતા અનિલે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે આના કારણે 'બધાઇ હો બધાઇ'ના શૂટિંગમાં ભારે સમસ્યા ઉભી થઈ હતી. શિલ્પાને આ વાતનું બહુ ખોટું લાગ્યું હતું અને ત્યારથી તે અને તેનો પતિ રાજ કુંદ્રા ઇરાદાપૂર્વક અનિલ અને તેના પરિવારથી અંતર રાખતા હતા. જોકે તાજેતરમાં શિલ્પા અને રાજ જૂહુની એક રેસ્ટોરાંમાં સોનમ સાથે ભારે ઉષ્માથી વાત કરતા જોવા મળ્યા હતા.
આ મુલાકાત વિશે વાત કરતા રેસ્ટોરાંમાં હાજર રહેલી એક વ્યક્તિ કહે છે કે ''રાત્રે લગભગ સાડાદસ વાગ્યે શિલ્પા અને રાજ રેસ્ટોરાંમાં આવ્યા હતા. ત્યારબાદ પાંચ જ મિનીટમાં સોનમ, તેની બહેન રિયા અને એક મિત્ર રેસ્ટોરામાં આવ્યા હતા. અહીં રાજ અને શિલ્પાને જોઈ સોનમ તરત જ તેમની પાસે ગઈ હતી અને દસેક મિનીટ તેમની સાથે ગાળી હતી. સોનમ વારંવાર આ રેસ્ટોરાંમાં આવતી હોવાના કારણે તેણે અહીંની ખાસ વાનગીઓ વિશે પણ શિલ્પાને જણાવ્યું હતું. શિલ્પા અને સોનમ વચ્ચે ભારે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં વાત થઈ હતી. તેમણે અનિલ કપૂર ેકે પછી કામ વિશે કોઈપણ વાત ન કરીને વાતાવરણને જાળવી રાખ્યું હતું. સોનમ બહુ સીધી વ્યક્તિ છે અને તેણે પોતાની મેળે જ મધ્યસ્થી બનવાની જવાબદારી સ્વીકારીને એને સારી રીતે નિભાવી હતી. સોેનમે એકદમ યોગ્ય પગલું ભર્યું હતું. શિલ્પા અને રાજ રેસ્ટોરાંમાં સોનમ કરતા પહેલાં નીકળ્યા હતા અને તેમણે નીકળતા પહેલાં સોનમના ટેબલ પર જઈને તેની સાથે વાત પણ કરી હતી.''
Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved