Last Update : 14-June-2011, Tuesday
 

કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો

 

સત્ય જાણવા માટે બંનેની સાથે મુલાકાત લેવાની અભિનેત્રીની સલાહ
મુંબઇ, તા. ૧૩
૨૦૦૨માં રાણી મુખર્જી અને કરીના કપૂરે 'મુઝસે દોસ્તી કરોંગે'માં સાથે કામ કર્યું હતું. આ પછી નવ વર્ષે તેઓ રીમા કાગતીની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. 'ધ એક્ટ ઓફ મર્ડર' નામની આ ફિલ્મના સેટ પર ફેલાયેલી એક અફવા સાચી માનીએ તો સેટ પર આ બંનેએ એકબીજા વચ્ચે સલામત અંતર જાળવી રાખ્યું છે.
રાણીએ જણાવ્યા પ્રમાણે, 'આ અફવાનો પ્રત્યાઘાત આપવાનો કોઈ અર્થ જ નથી. હકીકતમાં તો કરીના અને મારી એકસાથે મુલાકાત લેવાની જરૃર છે. આમ કરતાં તમને સત્યની જાણ થઈ જશે. 'નો વન કિલ્ડ જેસિકા' દરમિયન પણ આવી જ અફવા પ્રસરી હતી અને વિદ્યા બાલન અને મેં ફિલ્મનું સાથે પ્રમોશન કર્યું ત્યારે લોકોને સાચી વાતની ખબર પડી ગઈ હતી.
રાણીએ ભારપૂર્વક જણાવ્યા પ્રમાણે, તેમની સાથેની પ્રથમ ફિલ્મ પછી પણ તેમણે તેમની મૈત્રી જાળવી રાખી છે. 'અને ફિલ્મના શૂટિંગ દરમિયાન અમારી વચ્ચે સારી મિત્રતા થઈ હતી. કારણ કે, આ ફિલ્મમાં અમારા ઘણા દ્રશ્યો સાથે હતા. અને અમે મળીએ છીએ ત્યારે ઉષ્માપૂર્વક જ મળીએ છીએ. અને એકબીજાના વખાણ જ કરીએ છીએ. અમે એકબીજાના પ્રશંસક છીએ.' એમ રાણીએ વધુમાં જણાવ્યું હતું.
જોકે રીમાની ફિલ્મમાં રાણી અને કરીનાનું એક પણ દ્રશ્ય સાથે નથી. 'પરંતુ કરીના ઘણી ટેલન્ટેડ અભિનેત્રી છે. આ ફિલ્મમાં તેની અને આમિર ખાન સાથે કામ કરતાં સારું લાગે છે. આમિર ખાન સાથે કામ કરતાં સારું લાગે છે. આમિર પાસેથી ઘણું શીખવાનું મળે છે. તે તેના કામમાં ઘણો ઓતપ્રોત રહે છે.
રાણીએ વધુમાં જણાવ્યા પ્રમાણે એક મહિલા દિગ્દર્શક સાથે કામ કરવાની તેની લાંબા સમયથી ઇચ્છા હતી. ઘણી તક મળવા છતાં તે તેની આ ઇચ્છા પૂરી કરી શકી નહોતી. આથી રીમા સાથે કામ કરવાથી હું ઘણી ખુશ છું. કારણ કે તે એક સ્ટાર છે. દીપા મહેતાની સલમાન રશ્દીની નવલકથા 'મિડનાઇટ ચિલ્ડ્રન'માંથી રાણી છેલ્લી ઘડીએ ખસી ગઈ હતી.
Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved