Last Update : 14-June-2011, Tuesday
 
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
 
આગામી ફિલ્મની પટકથામાં કોઇ જ પ્રકારનો ફેરફાર કરાયો નથી, બોડી ડબલનો પણ ઉપયોગ નહિ થાય
મુંબઇ તા.૧૩
તેમના ચાહકો માટે રજનીકાંત સુપરહીરો છે અને એ જ કારણે ૬૧ વરસના રજનીકાંત સ્ટંટ દ્રશ્યો માટે બોડી ડબલ વાપરવા તૈયાર નથી કે એસ રવિકુમારની ફિલ્મ 'રાણા'માં તેઓ પોતાના ટ્રેડ માર્કસમા સ્ટંટ્સ જાતે ભજવશે. છેલ્લા કેટલાક મહિનાથી નબળા સ્વાસ્થ્યને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડયું હોવા છતાં આ અભિનેતાના જુસ્સામાં જરા પણ ઓટ આવી નથી આ સમાચારથી 'રાણા'ના એકશન દ્રશ્યો બદલવામાં આવશે અથવા તો તેને માટે બોડી ડબલનો ઉપયોગ થશે એવી અફવાનો અંત આવી ગયો છે.
દિગ્દર્શક રવિ કુમારે જણાવ્યા પ્રમાણે, 'પોતાના બધા જ સ્ટેટ દ્રશ્યો રજની સરને જાતે જ ભજવવા છે. આ કારણે અમારે શૂટિંગ શરૃ કરવાની ઉતાવળ કરવી નથી અને તેઓ જલદી શૂટિંગ શરૃ કરે એવી અમારી ઇચ્છા નથી મને ખબર છે ત્યાં સુધી તેમને પોતાના એકશન દ્રશ્યો બોડી ડબલ ભજવે એ ગમતું નથી તેઓ 'રાણા'ની પ્રગતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.'
એપ્રિલ મહિનામાં ફિલ્મના પ્રથમ શેડયુલ દરમિયાન જ રજનીકાંત સેટ પર બીમાર પડવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચેન્નાઇમાં સારવાર લીધા પછી હમણાં તેઓ સિંગાપોરમાં સારવાર લઇ રહ્યા છે. તાજેતરમાં ફેલાયેલી એક અફવા પ્રમાણે 'રાણા'ની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવશે અને હવે ફિલ્મના રજનીકાંતના ત્રણે પાત્રોને જીવિત રાખવામાં આવશે મૂળ સ્ક્રિપ્ટમાં એક પાત્રનું મૃત્યું થતું દેખાડવામાં આવનાર હતું. જો કે ફિલ્મના દિગ્દર્શકે આ અફવાને રદિયો આપ્યો હતો.
'ફિલ્મનું એક પણ દ્રશ્ય બદલવામાં આવ્યું નથી સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. 'રાણા' તેમને માટે ખાસ હોવાથી તેમની મંજુરી વિના સ્ક્રિપ્ટમાં કોઇ બદલાવ કે બોડી ડબલ લાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેમને પણ વાર્તામાં કોઇ ફેરફાર જોઇતો નથી.' એવી સ્પષ્ટતા દિગ્દર્શકે કરી હતી.
રવિકુમારે એ બાબત પણ સ્પષ્ટ કરી હતી કે ફિલ્મનું કામ વ્યવસ્થિતપણે આગળ વધી રહ્યું છે. અને થોડા સમય માટે શૂટિંગ અટકી ગયું છે. પરંતુ સપ્ટેમ્બર મહિનાથી શૂટિંગ શરૃ થશે. 'અમે જૂનના અંતમાં શૂટિંગ શરૃ કરવાના હતા. પરંતુ હવે અમે કેટલાક મહિના પછી શૂટિંગ શરૃ કરવાનો નિર્ણય કર્યો છે. રજની સરનું સ્વાસ્થ્ય સુધારા પર છે. તેમનું સ્વાસ્થ્ય અમારે માટે મહત્વનું છે.'
રવિકુમારે જણાવ્યા પ્રમાણે હજુ થોડા સમય માટે રજનીકાંત સિંગાપોરમાં રહેશે. 'થોડા દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. પરંતુ એ પછી તેઓ થોડા દિવસો સુધી સંપૂર્ણ આરામ કરશે.' એમ તેમણે ઉમેર્યું હતું.
'રાણા'ની વાર્તા રજનીએ પોતે લખી છે આ પિરિયડ એક્શન ફિલ્મનું બજેટ રૃા.૧૫૦ કરોડ સુધી અંદાજવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં દિપિકા પદુકોણ છે. અને તેનું સંગીત એ.આર. રહેમાનનું છે.
Share |
  More News
પોતાનાં સ્ટંટ દ્રશ્યો પોતે જ ભજવવા રજનીકાંત તૈયાર
કરીના કપૂર સાથે કોઈ વેરભાવ ન હોવાનો રાણી મુખર્જીનો દાવો
સોનમે કરાવ્યું પિતા અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી વચ્ચે સમાધાન
અભિષેક બચ્ચન અને ૅજૉન અબ્રાહમ ભેગાં મળીને ફિલ્મોનું નિર્માણ કરશે
એક લગ્ન સમારંભમાં શાહરૃખ ખાને સલમાન ખાનના હિટ ગીત પર નૃત્ય કર્યું
બૅગમાંથી મળેલા ડૉક્યુમેન્ટ્સ અને સેલફોન રેકૉર્ડ્સની આસપાસ પોલીસ તપાસ કેન્દ્રિત
ભાજપને રામ રામ કરવા તૈયાર થયેલા મુંડેને મનાવવા ઉદ્ધવ ઠાકરેએ ગુપ્ત બેઠક કરી
એમ.હુસેનનાં ચિત્રોનું મુંબઇમાં મ્યુઝિયમ ઊભું કરવાની કુટુંબીજનોની મુરાદ
જે.ડેની હત્યાના વિરોધમાં પત્રકારોનો મોરચો ઃ સી.બી.આઇ. તપાસની માગણી
  More News
યુવા પ્રતિભાઓની તાકાત જોતા ભારત હજુ દસ વર્ષ ક્રિકેટ વિશ્વમાં ટોપ પર રહેશે
વેસ્ટ ઇન્ડિઝની તાકાત ફાસ્ટરોની છે પણ પીચ હરિફ ટીમના સ્પિનરો માટે બની છે
કોલકાતામાં ૨ સપ્ટેમ્બરે આર્જેન્ટીના-વોનેઝુએલા વચ્ચે ફૂટબોલ મેચ
વિજય માટે નિશ્ચિત મનાતા વેટેલને હરાવીને બટને કેનેડિયન ગ્રાં પ્રી જીતી
માયામી હિટ્સને હરાવીને ડલાસ મેવેરિક્સે એનબીએ ટાઈટલ જીત્યું
પશુપતિનાથ મંદિર ઉંદરો અને વંદાના ત્રાસથી તૂટી પડવાનો ભય
મુંબઈ હુમલામાં ISI ની સીધી સંડોવણીની હેડલીની કબુલાત
બ્રિટન ભારતને અપાતી કરોડો પાઉન્ડની સહાય બંધ કરશે
મંગળ પર ગાંધીજીનો ચહેરો દેખાયાનો દાવો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'એન્ટી હાઇડ્રોજન'

ગરમીના મોજાં પશુ પંખીઓમાં મોટી તબાહી મચાવે છે
મધ- અખરોટનો આકર્ષક કોમ્બો...!
ડૉગ પણ સર્ફિંગ કરી શકે છે...!
ઝીરો ફેટ અને તાંતણાં સભર લીચી !
 

Gujarat Samachar Plus

નવો લિબાસ, નવો ક્લાસ, નવો અભ્યાસ ચલો સ્કૂલ ચલેં હમ...
પાણી વગરના પ્રતાપપુરાનો પાણીદાર કસબ
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved