Last Update : 13-June-2011, Monday
 

વાલોડની નદીમાં ઝેરી દવા નંખાતા સેંકડો માછલીના મોત

 
મરેલી માછલી પકડવા ઉતરેલા ૪ થી ૫ શખ્સોને પોલીસે ભગાડયા ઃ ઝેરી દવાની ડબ્બી પણ મળી આવી
બારડોલી, રવિવાર
વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં કોઇ શખ્સે ઝેરી દવા નાંખતા માછલીઓ મરી ગઇ હતી. મરેલી માછલી પકડવા માટે ઉતરેલા ૪ થી ૫ જણાને પોલીસે ભગાડી દીધા છે. ઝેરી દવાની ડબ્બી પણ સ્થળ પરથી જ મળી આવી હતી. વાલોડ મામલતદારને સ્થાનીક લોકોએ જાણ કરતા મામલતદાર સ્થળ પર દોડી ગયા હતા.
વાલોડ ગામમાંથી વાલ્મીકી નદી પસાર થાય છે. રાત્રીના સુમારે કોઇ અજાણ્યા શખ્સે હાઇસ્કુલની પાછળના ભાગે સમરચાલી વિસ્તારમાં નદીના પાણીમાં ઝેરી દવા નાંખી દેતા અસંખ્ય માછલી તથા જળચર પ્રાણી મરી ગયા હતા. આજે રવિવારે સવારે ૮ વાગ્યાથી મરેલી માછલીઓ નદી કિનારે આવી જતા ૪ થી ૫ જણા મરેલી માછલી પકડીને લઇ જતા હતા. ઝેરી દવા વાળી માછલીઓ આરોગતા રોગચાળો ફાટી નીકળવાની દહેશતને પગલે સ્થાનીક લોકોએ મામલતદારને જાણ કરી હતી. મામલતદારે પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ જમાદાર જેકીશનભાઇ સ્ટાફ સાથે નદી કિનારે દોડી ગયા હતા. પોલીસને જોતા જ મરેલી માછલી પકડતા ૪ થી ૫ જણા ભાગી ગયા હતા. નદી કિનારેથી ઝેરી દવાની ડબ્બી પણ મળી આવી હતી. જોકે નદીના પાણીમાં ઝેરી દવા નાંખી માછલી તથા જળચર પ્રાણીને મારી નાંખી દુષિત કરવાના મામલે મામલતદાર અને પોલીસ કોઇ પગલા ભરતા નથી. અગાઉ પણ આ રીતે નદીમાં ઝેરી દવા નાંખવામાં આવી હતી.
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved