Last Update : 13-June-2011, Monday
 
ગુજરાત સરકાર આદિવાસીઓને જંગલ જમીન આપવાની નથી

 

તાપી જિલ્લાના વ્યારામાં કોંગ્રેસનું ખેડૂત હક્ક આંદોલન

ખેડૂતોને નહેરમાં પાણી નહીં મળે પણ મુખ્યમંત્રીના ફોટાવાળા બોર્ડ જરૃર મળશેઃતાપી જિલ્લાની રચના ભાજપનું કાવતરૃં ઃ તુષાર ચૌધરી
વ્યારા, રવિવાર
તાપી જિલ્લાના વ્યારા ખાતે કોંગ્રેસના ખેડૂત હક્ક આંદોલનની સભામાં રાજયના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જંગલ જમીનના કાયદાનો ગુજરાત સરકાર અમલ કરી આદિવાસીઓને જંગલ જમીનનો હક્ક આપે એવી માંગ કરવા સાથે જણાવ્યું કે, ગુજરાત સરકાર સામાન્ય લોકોની નથી પરંતુ ઉદ્યોગપતિઓની છે. ગુજરાતના ખેડૂતોને સસ્તા દરે વિજળી આપવી જોઇએ. ખાતર અને ટ્રેકટરના ડીઝલ પરથી વેટ દૂર કરવો જોઇએ.
ખેડૂત હક્ક આંદોલનના ભાગરૃપે આજે વ્યારા ખાતે માર્કેટ યાર્ડના હોલમાં જાહેરસભા રાખવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત કોંગ્રેસના ધારાસભ્યો અને પક્ષના આગેવાનોએ ગુજરાતની ભાજપ સરકારને ખેડૂત વિરોધી, આદિવાસી વિરોધી ગણાવી ખેડૂતોને ખેતમજૂર બનાવી દે તેવી નીતિ સામે રોષ વ્યકત કરી આગામી ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું બારમું કરી નાંખવાની હાકલ કરી હતી. કેન્દ્રીય પરિવહન રાજયમંત્રી અને બારડોલીના સાંસદ ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, આપણી જમીનને રક્ષણ આપતો ૭૩ એએનો કાયદો નાબુદ કરતા આપણે ખેડૂત રહીશું કે કેમ તે જ અગત્યનું છે. ગુજરાત સરકાર આપણી આદિવાસીઓની જંગલ જમીન આપવાની નથી. આપણે જમીન વેચી બે-પાંચ વર્ષ જલસા કરીને પછી ખેતમજૂર બની જઇશું. તાપી જિલ્લાની રચના કરી આપણને નુકસાન કર્યું છે. આજે ૪ વર્ષ પછી પણ જિલ્લાકક્ષાના અધિકારીઓ નથી. જિલ્લા પંચાયત, જિલ્લા કલેકટર, ડીએસપી કચેરીના મકાનો નથી, કચેરીઓ નથી. તાપી જિલ્લાની રચના એ ભાજપનું કાવતરૃં હતું. વિકાસ યોજનાના નામે જુઠ્ઠાણાં ફેલાવે છે. કેન્દ્રની યુપીએ સરકારે વૃધ્ધોના પેન્શનમાં વધારો કર્યો છે. જયારે ભાજપ સરકાર કરોડપતિઓની સરકાર છે. ગુજરાતના મુખ્યમંત્રીએ ૧ લાખ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. બાબા રામદેવ પેટ ઉંચુ નીચુ કરીને કરોડો રૃપિયા કમાયા હોય તો આપણે પણ ખેતીની કાળી મજૂરી છોડી પેટ ઉંચુ નીચુ કરીએ ખેતરે જવાની શી જરૃર? પરંતુ બાબા રામદેવ પાસે વિદેશમાં ટાપુ છે, વિમાન, હેલિકોપ્ટર છે, આ બધું કયાંથી આવ્યું? આજે નહેર પર ઠેર ઠેર જળસંચયના પાટીયા મુખ્યમંત્રીના ફોટા સાથે મારી દીધા છે. જેની પાછળ રૃ. ૫ કરોડનો ખર્ચ થયો છે. નહેરમાં પાણી ન મળે પરંતુ મુખ્યમંત્રીના ફોટાવાળા જળસંચયના બોર્ડ જરૃર મળશે.
રાજયના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાળકોના શિક્ષણ પર ભાર મુકીને જણાવ્યું કે, બાળકોને ભણાવશો તો આપણા દુઃખો આપોઆપ દૂર થશે. મા-બાપ નાના બાળકોનું ધ્યાન રાખે પરંતુ આપણી સરકાર (મા-બાપ) આપણું (નાગરિકોનું ધ્યાન રાખતી નથી. જંગલમાં વસતા આદિવાસીઓને જંગલ જમીન આપવામાં સરકાર કાયદાનું પાલન કરતી નથી. ધરતી પર રહેનારા આદિવાસીઓને અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વપટ્ટીમાં જંગલ જમીન મળવી જોઇએ. સરકારી જમીનો પાણીના ભાવે ઉદ્યોગપતિઓને આપી દીધી છે. આજે જમીનના ભાવો વધી ગયા, સામાન્ય ખેડૂત ૨ વીંઘા જમીન ખરીદી શકતો નથી. સરકાર સામાન્ય માનવી તરફ જોતી નથી માત્ર ઉદ્યોગપતિઓ તરફ જુએ છે. ગુજરાત સરકાર એસ્સાર, અદાણીની સરકાર છે. ગુજરાતના ખેડૂતોને ૨૫૦થી ૩૦૦ રૃપિયા હોર્સપાવરના ભાવે સસ્તી વિજળી મળવી જોઇએ. સરકારી પ્રાથમિક શાળા બંધ થવા માંડી છે અને ખાનગી શાળાઓ વધવા માંડી ચે. કેડૂતો સુખી થશે તો શાંતિ રહેશે.
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved