Last Update : 13-June-2011, Monday
 
વેકેશનમાં સરથાણા નેચરપાર્કની દોઢ લાખ લોકોએ મુલાકાત લીધી
 
પાલિકાને ૧૫ લાખથી વધુની આવક થઇ ઃ નેચરપાર્કના કર્મચારીઓએ મુલાકાતીઓ દ્વારા લવાતી પ્લાસ્ટીકની બેગ જપ્ત કરી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
સુરત મહાનગરપાલિકાના સરથાણા નેચર પાર્કને વેકેશન ફળ્યું છે. સ્કુલના વેકેશન દરમિયાન સુરતના નેચર પાર્કની દોઢલાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી પાલિકાને ૧૫ લાખ રૃપિયાની આવક થઈ હતી. મુલાકાતીઓ દ્વારા લાવવામાં આવતાં પ્લાસ્ટીક બેગ પરના પ્રતિબંધનો સખ્ત અમલ કરીને મોટી માત્રામાં પ્લાસ્ટીક બેગ નેચરપાર્કના કર્મચારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા ખાતે નેચરપાર્ક (પ્રાણી સંગ્રાહલય) બનાવવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણમાં બનાવવામાં આવેલા આ પ્રાણી સંગ્રાહલયમાં વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યામાં ભારે વધારો થાય છે. સ્કુલમાં વેકેશન પડયું ત્યારથી છેલ્લા દિવસ સુધી સરથાણા નેચર પાર્કની દોઢલાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
દોઢ લાખ કરતાં વધુ મુલાકાતીઓએ મુલાકાત લેતાં સુરત પાલિકાને પ્રવેશ ફી પેટે ૧૫ લાખથી વધુ રૃપિયાની આવક થઈ છે. વેકેશનમાં નેચર પાર્કમાં ભીડ તો ભારે જોવા મળતી હતી પરંતુ તેમાં પણ શનિ અને રવિવારે તો નેચર પાર્કમાં હાઉસફુલ જેવી સ્થિતિ થઈ જતી હતી. જેના કારણે શનિ તથા રવિવારના દિવસે પાલિકાને એક લાખ જેટલી આવક થવા પામતી હતી.
પાલિકાના નેચર પાર્કમાં પ્લાસ્ટીકના બેગના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ નેચર પાર્કની મુલાકાતે પરિવાર સાથે આવતા લોકો ખાદ્ય પદાર્થ પ્લાસ્ટીકની બેગમાં લઈને આવે છે. પરંતુ પાલિકાના નેચર પાર્કના સ્ટાફ તથા સિક્યુરીટી ગાર્ડ દ્વારા તમામ મુલાકાતીઓની બેગની ચકાસણી કરવામાં આવે છે. બેગની ચકાસણી કર્યા બાદ પ્લાસ્ટીક બેગમાં લાવવામાં આવેલી ખાદ્ય સામગ્રી પેપરમાં આપી પ્લાસ્ટીક બેગ જપ્ત કરવામાં આવે છે.પાલિકા દ્વારા એક માસ દરમિયાન મોટી માત્રામાં પ્લાસ્ટીકની બેગ જપ્ત કરવામાં આવી છે.
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved